ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. રૂબરૂ
  4. »
  5. કલાકારો સાથે મુલાકાત
Written By વેબ દુનિયા|

કુશળ અભિનેતા અને ખેલાડી : દારા સિંહ

ગાયત્રી શર્મા

દારા સિંહ પોતાના જમાનાના એક કુશળ અભિનેતા અન કુશ્તીના પ્રસિધ્ધ ખેલાડી રહ્યા છે. આજે પણ 'રામાયણ' ના 'હનુમાન' ના ચરિત્રને પોતાના કુશળ અભિનયથી અમરતા પ્રદાન કરવાને કારણે હનુમાનના ચિત્રોમાં અમે દારાસિંહની છવિ જોવા મળી છે. આમ તો શ્રેષ્ઠ અભિનેતા, ખેલાડી અને રાજનેતા દારાસિંહ સાથે અમે મુલાકાત કરી. અમે અહીં રજૂ કરીએ છીએ તેમની સાથેના ઈંટરવ્યૂના કેટલાક અંશ.

પ્રશ્ન : રમતોથી ફિલ્મોની તરફ રૂખ કરવાનુ તમે કેવી રીતે વિચાર્યુ ?
ઉત્તર - મને ફિલ્મોમાં કામ કરવામાં કોઈ રસ નહોતો. હુ મારી રમતોથી ખૂબ જ ખુશ હતો પરંતુ એક પ્રોડ્યૂસરે કહ્યુ કે તમ ફિલ્મોમાં કામ કરો. તેમની જીદ આગળ નમીને મેં ફિલ્મોમાં કામ કરવાનુ શરૂ કર્યુ. આ દરમિયાન મારી રમત (કુશ્તી) જરૂર પ્રભાવિત થઈ પરંતુ ધીરે ધીરે મેં રમત અને અભિનય બંને વચ્ચે સાંમજસ્ય બેસાડી દીધુ.

પ્રશ્ન - તમે એક્શન અને ધાર્મિક બંને પ્રકારની ફિલ્મોમાં કામ કર્યુ છે ? કેવા પ્રકારની ફિલ્મોમાં કામ કરવામાં તમને વધુ મજા આવી ?
ઉત્તર - જુઓ, ફિલ્મો તો ફિલ્મો હોય છે. બધા પ્રકારની ફિલ્મો સારી હોય છે પરંતુ દર્શકોએ જે પસંદ કરી એ મારી ધાર્મિક ફિલ્મો હતી. મને પણ વધુ મજા તો ધાર્મિક ફિલ્મ કરીને જ આવી.

પ્રશ્ન - આજે પણ જ્યારે હનુમાનજીની વાત આવે છે તો તમારો ચહેરો નજર સમક્ષ આવી જાય છે. 'રામાયણ'ના આ પાત્રની આટલી પ્રસિધ્ધિનુ કારણ શુ છે ?
જવાબ - 'રામાયણ' બનાવનારા રામાનંદ સાગર ખૂબ જ ધાર્મિક અને પવિત્ર માણસ હતા. તેમનુ કહેવુ હતુ કે બધા આર્ટિસ્ટોએ તેમના નિર્દેશો મુજબ જ કામ કરવુ પડશે અને રહેવુ પડશે. આ સીરિયલના દરેક આર્ટિસ્ટે ખૂબ જ મહેનત અને મન લગાવીને કામ કર્યુ અને 'રામાયણ'ના દરેક ચરિત્રને અમરતા પ્રદાન કરી.

દર્શકોએ રામાયણના જે ચરિત્રને પસંદ કર્યુ, એ પ્રસિધ્ધ થઈને દર્શકોની પસંદ બની ગયુ. જો હનુમાનની પ્રસિધ્ધિ ખૂબ જ વધુ થઈ હોય તો હું એને ઈશ્વરની કૃપા જ કહીશ.

પ્રશ્ન - તમે પહેલાના જમાનાની અને વર્તમાન સમયની બંને પ્રકારની હીરોઈનો સાથે કામ કર્યુ છે. તમને તેમની સાથે કામ કરવામા શુ બદલાવ અનુભવ્યો ?
ઉત્તર - જેમા કોઈ બદલાવવાળી તો વાત જ નથી. મેં તાજેતરમાં જ 'જબ વી મેટ' ફિલ્મમા કરીના કપૂરની સાથે કામ કર્યુ. આ રીતે મારા અનુભવ તો હજુ આગળ વધી રહ્યા છે. બંને સમયની અભિનેત્રીઓએ સારુ કામ કર્યુ પરંતુ મારા વ્યક્તિગત અનુભવોની વાત કરીએ તો હુ બીજા કરતા એકદમ જુદુ જ વિચારુ છુ. મને લાગે છે કે પહેલાવાળા આર્ટિસ્ટોની તુલનામાં કલાકારો વધુ મહેનત અને લગનથી કામ કરીને કામનુ સારુ પ્રદર્શન કરી રહ્યા છે.

પ્રશ્ન - હાલ તમે કેવી ફિલ્મોમાં કામ કરી રહ્યા છો ?
ઉત્તર - મેં હવે ફિલ્મોમાં કામ કરવાનુ ઓછુ કરી નાખ્યુ છે. જો હુ કોઈ રોલ કરી પણ રહ્યો છુ તો એમા દાદા અને નાનાનુ પાત્ર વધુ છે.

પ્રશ્ન - કુશ્તીની રમતમાં તમે આજકાલના ખેલાડીઓમાં શુ શક્યતાઓ જુઓ છો ?
ઉત્તર- હુ તો માનુ છુ કે આપણા દેશના ખેલાડીઓ કુશ્તીમાં કીર્તિમાન રચી શકે છે પરંતુ ધનાભાવ અને યોગ્ય માર્ગદર્શન નહી મળવાને કારણે તેઓ આગળ વધી નથી શકતા. કુશ્તીમા નામ કમાવનારા અને રસ લેનારા મોટાભાગના ખેલાડી ગરીબ પરિવારના બાળકો હોય છે. શ્રીમંત ઘરના બાળકોને તો આ રમતમાં રસ જ ઓછો છે. ગરીબ બાળકોમાં જોશ તો ઘણો જ હોય છે, પરંતુ ક્યાયને ક્યાંક પૈસાની ઉણપ માર્ગમાં અવરોધ બનીને તેમના અંદરના ખેલાડીને મારી નાખે છે.

પ્રશ્ન : કુશ્તીને શુ ભારતીય ખેલાડી આંતરાષ્ટીય સ્તર પર લઈ જશે ?
ઉત્તર : ભારતીય ખેલાડી પોતાની રમતમાં પૂરી રીતે સક્ષમ છે. કુશ્તીમાં ખેલાડીને સારો ખોરાક અને કુશળ માર્ગદર્શન મળે તો એ દરેક બાજી જીતી શકે છે.

પ્રશ્ન : શુ આપણે જૂનિયર દારા સિંહને કુશ્તીના ભાવિ ખેલાડીના રૂપમાં જોઈ શકીશુ ?
ઉત્તર : મારા એક બાળકે કુશ્તીની રમતમાં નસીબ જરૂર અજમાવ્યુ હતુ પરંતુ પાછળથી તેણે પર ફિલ્મોમાં ઝુકાવ્યુ.

પ્રશ્ન - વેબદુનિયાના પાઠકોના નામ તમારો કોઈ સંદેશ ?
ઉત્તર - વેબદુનિયા પોર્ટલ ખૂબ જ સારુ કામ કરી રહ્યુ છે. ઈશ્વરને એ જ પ્રાર્થના છે કે ભવિષ્યમાં વધુ સારુ કામ કરે આ જ મારી શુભેચ્છા છે.