સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2017
Written By
Last Modified: બુધવાર, 12 એપ્રિલ 2017 (15:59 IST)

કોણ છે IPL સદીથી સનસની મચાવનારા સંજૂ સૈમસન

જૂ સૈમસને પુણેમાં મંગળવારે 2017 આઈપીએલની પ્રથમ સદી મારી.. 22 વર્ષના આ ખેલાડીએ દિલ્હી ડેયરડેવિલ્સ માટે 63 બોલ પર 102 રનની શાનદાર રમત રમી.  સંજૂને કારણે જ દિલ્હીએ રાઈઝિંગ પુણે સુપરજાયંટ્સ વિરુદ્ધ ચાર વિકેટ ગુમાવીને 205 રનનો સ્કોર કર્યો અને પુણેને 97 રનથી હારનો સામનો કરવો પડ્યો. 
 
જમણા હાથના આ બેટ્સમેનના ટ્વેટી20માં પ્રથમ સદી છે. આ રમતમાં સંજૂએ 8 શાનદાર ચોક્કા અને પાંચ ઊંચા છક્કા પણ માર્યા. આઈપીએલમાં સંજૂના નામે પાંચ હાફસેંચુરી છે. દિલ્હી ડેયરડેવિલ્સે જ્યારે પોતાની ઓપનિંગ બેટિંગ ગુમાવી દીધી હતી ત્યારે સંજૂએ આ જવાબદારી સાચવી.. 
શરૂઆતથી જ સુપર રહ્યા સંજૂ... 
 
આ અગાઉ ટ્વેટી20માં સંજૂનો હાઈ સ્કોર 87 હતો.   આ દાવ સંજૂએ 2015-16માં ઝારખંડ વિરુદ્ધ મુશ્તાક અલી ટ્રોફીમાં રમ્યા હતા. એપ્રિલ 2012 પછીથી દિલ્હી ડેયરડેવિલ્સે 200થી વધુ રન નહોતા બનાવ્યા. સંજૂની રમતને કારણે દિલ્હીએ આ સીમાને તોડી નાખી. 
 
સંજૂએ આ દાવ માટે  પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડને શ્રેય આપ્યુ છે. આ દાવ પછી સંજૂઈ કહ્યુ, "હું મારી રમતથી ખૂબ ખુશ છુ. મેચ જીત્યા પછી મને વધુ ખુશી થઈ રહી છે. મારી ટીમના સલાહકાર રાહુલ સર છે અને તેમની મદદ મને હંમેશા મળે છે. અહી લોકો મને હંમેશા ઉત્સાહિત કરતા રહે છે.  મને આશા છે કે આવનારા વર્ષોમાં વધુ સારુ કરીશ." 
 
દિલ્હી ડેયરડેવિલ્સના કપ્તાન ઝહીર ખાને પ્રથમ મેચ ગુમાવ્યા પછી આ જીતથી રાહત મળી હશે. ઝહીરે આ જીત પછી કહ્યુ, "અમને આની જરૂર હતી.  ટીમ પાસે અપાર ક્ષમતા છે. અમારી પાસે કેટલીક સારી પ્રતિભાઓ છે.  તમે સંજૂ સૈમસનને આ મામલે જોઈ શકો છો. અમારે અમારી પ્રતિભાઓને લોકો સામે લાવવાની જરૂર છે. 
 
કોણ છે સંજૂ સૈમસન ?
 
સંજૂનો જન્મ 11 નવેમ્બર 1994ના રોજ કેરલમાં તિરુવનન્તપુરમના પુલુવિલામાં થયો હતો. સંજૂ એક સારો વિકેટ કીપર પણ છે. તેમણે કેરલનો એક ઉભરાતો ચહેરો માનવામાં આવે છે.  સંજૂ બૈટિંગ અને વિકેટ કીપિંગ બંનેમાં તકનીકી રૂપે સારો માનવામાં આવે છે. સંજૂની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એંટ્રી 17 વર્ષની વયમાં કેરલ માટે વિદર્ભ વિરુદ્ધ થઈ હતી. 
 
સંજૂએ પોતાનો પ્રભાવ તત્કાલ જ બતાવવો શરૂ કરી દીધો હતો. કેરલ માટે રમતા સંજૂએ બે સદી અને એક હાફસદી મારી હતી. 2012માં સંજૂને કલકત્તા નાઈટ રાઈડર્સમાં સ્થાન મળ્યુ પર તેમને રમવાની તક મળી નહોતી.  2013માં જ્યારે સંજૂ રાજસ્થાન રોયલ્સ માટે રમ્યા તો તેમને અસંભવિત પ્રદર્શન કર્યુ. 
 
સંજૂના કોચ બીજૂ જોર્જે એક ઈંટરવ્યુમાં તેનો ખુલાસો કર્યો હતો કે સંજૂ ક્યારેય આઈપીએસ ઓફિસર બનવા માંગતા હતા. તેઓ ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમવાનુ સપનુ પણ જોઈ રહ્યા છે. 
 
આ છે ફેમિલી 
 
સંજૂના પિતા દિલ્હી પોલીસમાં કૉન્સટેબલ રહ્યા. મા નુ નામ લિજી છે. તેમનો એક મોટો ભાઈ સૈલી સૈમસન છે. જે અભ્યાસ કરી રહ્યો છે અને કેરલ માટે અંડર-25 ક્રિકેટ પણ રમે છે. 
 
શ્રીસંથે સંજૂને તેમના શરૂઆતી કેરિયરમાં સૌથી વધુ હેલ્પ કરી. કહેવાય છે કે શ્રીસંથના કારણે જ તેમને રાજસ્થાન રૉયલ્સ ટીમમાં સ્થાન મળ્યુ હતુ.  
 
સંજૂને પસંદ કર છે રાહુલ દ્રવિડ 
 
સંજૂને રમત માટે ત્યારના રાજસ્થાનના કપ્તાન રાહુલ દ્રવિડ તરફથી ખૂબ વખાણ મળ્યા હતા.  સંજૂ એ અનોખા ખેલાડીઓમાંથી એક છે જેઓ રાષ્ટ્રીય ટીમ માટે મેચ રમ્યા નથી પણ આઈપીએલમાં તક મળતી રહી. 
 
સંજૂએ ક્યારેય નિરાશ નથી કર્યો 
 
અહી સુધી કે 2014ની આઈપીએલમાં પણ સંજૂએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ. રાજસ્થાન રોયલ્સમાં તેમને સારી તક મળી. તેઓ મોટાભાગે ત્રીજા નંબર પર બેટિગ કરવા આવતા હતા.  સંજૂને અડર-19 ટીમનુ પ્રતિનિધિત્વ કરવા માટે યૂએઈ મોકલવામાં આવ્યો. 
 
અહી પણ સંજૂએ પસંદગીકારોને નિરાશ ન કર્યો ઈંડિયા તરફથી સંજૂ સૌથી વધુ રન બનાવનારા ખેલાડી હતા. ઈંડિયા તરફથી તેઓ એકમાત્ર ખેલાડી હતા જેણે હાફ સેંચુરી મારી હતી. 
 
અહી સુધી કે સમગ્ર ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં તેઓ છઠ્ઠા નંબર પર હતા. જો કે તેમ છતા પણ ભારત સેમીફાઈનલ સુધી પહોંચી શક્યુ નહી. 
 
સંજૂને બનાવવામાં દ્રવિડનો મોટો હાથ 
 
સૈમસનને બનાવવામાં રાહુલ દ્રવિડનો ખૂબ મોટો હાથ છે. આઈપીએલ-7માં રાહુલ દ્રવિડ જ્યારે રાજસ્થાન રોયલ્સના સલાહકાર હતા ત્યારે તેમણે કહ્યુ હતુ કે આવનારા સમયમાં સંજૂ ભારત માટે એક સારા ખેલાડીના રૂપમાં હાજરી આપશે. 
 
આઈપીએલમાં સારુ પ્રદર્શન કરવાને કારણે સૈમસનને 2015માં ઝિમ્બાબવે માટે પસંદ કરવામાં આવ્યો હતો. ઈંડિયા માટે ટી-20 માં તેમને પહેલીવાર સ્થાન મળ્યુ હતુ અને સંજૂએ 19 રન બનાવ્યા હતા. 
 
દ્રવિડ જ્યારે દિલ્હી ડેયરડેવિલ્સના મુખ્ય કોચ બન્યા તો તેમને ફરીથી સંજૂ પર વિશ્વાસ કર્યો. 2016માં જ સંજૂએન રહુલે દિલ્હીની ટીમમાં લીધો અને તેમને વિકેટ કીપરની જવાબદારી સોંપી. સંજૂ ટીમનો સૌથી વધુ રન બનાવનારાઓમાં ત્રીજા નંબર પર હતો.