બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2017
Written By
Last Updated : ગુરુવાર, 30 માર્ચ 2017 (09:14 IST)

IPL 2017 લીલામી પુરી થઈ - સ્ટોક્સની લાગી સૌથી ઊંચી બોલી, ઈશાંત-ઈરફાન-તાહિર ન વેચાયા

આઈપીએલ (ઈંડિયન પ્રીમિયલ લીગ)ના દસમાં સીઝન માટે આજે બેંગલુરૂમાં ખેલાડીઓની લીલામી ચાલી રહી છે. પ્રક્રિયા શરૂ થતા જ કિંગ્સ ઈલેવન પંજાબે ઈગ્લેંડના પ્લેયર ઈયોન મોર્ગનને 2 કરોડમાં ખરીદી લીધો. અત્યાર સુધી ઈગ્લેંડના ઓલરાઉંડર બેન સ્ટોક્સ સૌથી મોંઘા વેચાયા છે. પુણેએ તેમને સાઢા 14 કરોડમાં ખરીદ્યા છે. બીજી બાજુ ઈરફાન પઠાન-ઈશાંત શર્મા અને પુજારાને કોઈ ખરીદદાર મળ્યો નથી. 
 
 
LIVE UPDATE: કોણ કેટલામાં વેચાયુ, કોણ નથી વેચાયુ... 

 
-  આઈપીએલ 2017 માટે લીલામી ખતમ 
- મનોજ તિવારીને પુણેએ 50 લાખમાં ખરીદ્યો 
- ડૈરેન બ્રાવોને કેકેઆરે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો 
- ડેનિયલ ક્રિસ્ટિયનને પુણેએ 1 કરોડમાં ખરીદ્યો 
- મુનાફ પટેલને ગુજરાતે 30 લાખમાં ખરીદ્યો 
- સૈંટનરના માટે કોઈએ બોલી ન લગાવી 
- પંજાબે ડૈરેન સૈમીને 30 લાખમાં ખરીદ્યો 
- વૈન પાર્નેલને ન મળ્યો ખરીદદાર 
- જિમી નીશમને ન મળ્યો ખરીદનાર 
 
- આરસીબીએ પ્રવિણ દુબેને 10 લાખમાં ખરીદ્યો 
- ઈશાંત ઈરફાન, ઈશ સોઢી અને ઈમરાન તાહિર ફરીથી ન વેચાયા 
- KKR એ નાથન કોલ્ટર નાઈલને 3.5 કરોડમાં ખરીદ્યો 
 
- ક્રિસ જોર્ડનને હૈદરાબાદે 50 લાખમાં ખરીદ્યો 
- મુંબઈએ સૌરભ તિવારીને 30 લાખમાં ખરીદ્યો 
- ગુજરાતે જેસન રોયને 1 કરોડમાં ખરીદ્યો 
- પંજાબે માર્ટિન ગુપ્ટિલને 50 લાખમાં ખરીદ્યો 
- લંચ પછી ફરી શરૂ થશે ખેલાડીઓની લીલામી 
- વરુણ એરોનને પંજાબે 2.8 કરોડમાં ખરીદ્યો 
- પુણેને 30 લાખમાં જયદેવ ઉનાદકટે ખરીદ્યો 
- પંજાબે મૈટ હેનરીને 50 લાખમાં ખરીદ્યો 
- ફરહાન બેહરાદિયનને કોઈને ન ખરીદ્યો 
- થિસારા પરેરાને કોઈએ ન ખરીદ્યો 
- કરણ શર્માને મુંબઈએ 3.2 કરોડમાં ખરીદ્યો 
- રિષી ધવનને કલકત્તાએ 55 લાખમાં ખરીદ્યો 
 
-ક્રિસ વોક્સને 4.2 કરોડમાં કેકેઆરે ખરીદ્યો 
- પરવેઝ રસૂલ, જેસન હોલ્ડર માટે ન લાગી બોલી 
- સૈમુઅલ્સ, ડૈરેન બ્રાવો, ઈવિન લેવિસ, એસ બદ્રીનાથ, પુજારા, મુકુંદ અને મનોજ તિવારીને કોઈને ન ખરીદ્યો 
- પ્રવિણ તાંબેને 10 લાખમાં હૈદરાબાદે ખરીદ્યો 
- અફગાનિસ્તાનના રાશિદ ખાનને 4 કરોડમા હૈદરાબાદે લીધો. 
- દિલ્હીએ એમ. અશ્વિનને 1 કરોડમાં ખરીદ્યો 
- રાજસ્થાનના નાથૂ સિંહને ગુજરાતે 50 લાખમાં ખરીદ્યો 
- તમિલનાડુના ઝડપી બોલર ટી નટરાજનને 3 કરોડમાં પંજાબે ખરીદ્યો 
- ટી-20માં ત્રિપલ સેંચુરી મારનારા મોહિત અહલાવતને કોઈએ ન ખરીદ્યો 
- અંકિત ચૌધરીને RCB એ 2 કરોડમાં ખરીદ્યો 
- હૈદરાબાદે 75 લાખ રૂપિયામાં એકલવ્ય દ્વિવેદીને ખરીદ્યો 

- પૂર્વ આઈપીએલ ચેમ્પિયન માનવિંદર બિસ્લાને પણ ન મળ્યો ખરીદનાર 
- અફગાનિસ્તાનના મોહમ્મદ શહજાદને ન મળ્યો ખરીદનાર 
- આદિત્ય તારેને દિલ્હીએ 25 લાખમાં ખરીદ્યો 
- ઓલરાઉંડ કૃષ્ણપ્પ ગૌથમને મુંબઈએ 2 કરોડમાં ખરીદ્યો 

- હરિયાણાના રાહુલ તેવતિયાને 25 લાખમાં પંજાબે ખરીદ્યો 
- અફગાનિસ્તાનના મોહમ્મદ નવીને સનરાઈઝર્સ હૈદરાબાદે 30 લાખમાં ખરીદ્યા, IPL માં રમનારા પ્રથમ અફગાન ખેલાડી બનશે નવી 
- ઉન્મુક્ત ચંદને પણ કોઈએ ન ખરીદ્યા 
- પૃથ્વી શાં ને પણ ન મળ્યો ખરીદનાર 
- યૂપીના ઉમંગ શર્માને માટે ન લાગી બોલી 
- હવે અનકેપ્ડ ખેલાડીઓની લાગશે બોલી
- દિલ્હી બીજો કોઈ વિદેશી ખેલાડી નહી ખરીદી શકે 
- સાઉથ આફ્રિકાના ઈમરાન તાહિરને પણ ન મળ્યો ખરીદનાર, તાહિર વનડે અને ટી-20 ના નંબર વન બોલર છે. 
- પ્રજ્ઞાન ઓઝાને પણ ન મળ્યો ખરીદનાર 
- બ્રેડ હોગને પણ ન મળ્યો ખરીદનાર 
- સાંડકરને પણ ન મળ્યો ખરીદનાર 
- ન્યૂઝીલેંડના સ્પિનર સોઢીને કોઈને ન ખરીદ્યો 
- ભારતના ઈશાંત શર્માને ન મળ્યો ખરીદનાર 
- સાઉથ આફ્રિકાના કાઈલ એબોટ પણ ન વેચાયા 
- મિશેલ જૉનસનને મુંબઈએ 2 કરોડમાં ખરીદ્યો 
- ઓસ્ટ્રેલિયાના પૈટ કમિંસને દિલ્હીએ 4.5 કરોડમાં ખરીદ્યો 
- આરસીબીએ મિલ્સને 12 કરોડમાં ખરીદ્યો 
- ઈગ્લેંડના ઝડપી બોલર ટાઈમલ મિલ્સ માટે બોલી 10 કરોડ સુધી પહોંચી 
- ન્યૂઝીલેંડના ટ્રેટ બોલ્ડને કેકેઆરે 5 કરોડમાં ખરીદ્યો 
- સાઉથ આફ્રિકાના કૈગિસો રબાડાને દિલ્હીએ 5 કરોડમાં ખરીદ્યો 
- ઓસ્ટ્રેલિયાના નાથન કોલ્ટર નીલ માટે ન લાગી બોલી 
- જૉનસન ચાર્લ્સ અને દિનેશ ચાંડીમલને ન મળ્યો ખરીદનાર 
- વેસ્ટઈંડિઝના વિકેટકીપર-બેટ્સમેન નિકોલસ પૂરનને મુંબઈએ 30 લાખમાં ખરીદ્યો 
- ન વેચાયા આંદ્રે ફ્લેચર 
- જૉની બેયરસ્ટોને પણ ન મળ્યો ખરીદનાર 
- બેન ડંકને ન મળ્યો ખરીદનાર 
- રાઈઝિંગ પુણે સુપરજાયંટ્સની પાસે હવે ફક્ત 3 કરોડ બચ્યા છે. હવે તો ફક્ત ભારતના નવોદિત ખેલાડીઓ પર ફોકસ કરશે. 
- ક્રિસ જોર્ડનને પણ ન મળ્યો ખરીદનાર 
- શૉન એબટને ન મળ્યો ખરીદનાર 
- કોરી એંડરસનેન દિલ્હીએ 1 કરોડમાં ખરીદ્યો 
- 14.5 કરોડમાં વેચાયા બેન સ્ટોક્સ, પુણેએ ખરીદ્યો 
- જેસન રોયને પણ ન મળ્યો ખરીદનાર 
- ઈરફાન પઠાનને ન મળ્યો ખરીદનાર 
- એંજેલો મેથ્યૂઝને દિલ્હી ડેયરડેવિલ્સે 2 કરોડમાં ખરીદ્યો 
- આરસીબીએ પવન નેગીને 1 કરોડમાં ખરીદ્યો. 
 
ઉલ્લેખનીય છે કે આ બોલીમાં આઈપીએલમાં રમી રહેલ 8 ટીમો ભાગ લઈ રહી છે. બધી ટીમો વધુમાં વધુ 143 કરોડ 33 લાખ રૂપિયા ખર્ચ કરી ખેલાડી ખરીદશે. આ સીઝન માટે 28 વિદેશી ખેલાડીઓ સહિત કુલ 76 ક્રિકેટરોને ખરીદી શકાય છે. ટીમો મોટાભાગના 27 ખેલાડીઓને જોડી શકે છે. જેમા નવ વિદેશી ખેલાડી સામેલ થઈ શકે છે.  ઉલ્લેખનીય છે કે આઈપીએલ-10 આ વર્ષ  5 એપ્રિલથી શરૂ થવાની છે. 
 
 
ધોની પાસેથી છિનવી કપ્તાની 
 
મહેન્દ્ર સિંહ ધોની હવે આઈપીએલમાં પણ કપ્તાની નહી કરી શકે.  રાઈજિંગ પુણે સુપરજાયંટ્સે તેમને કપ્તાની પદથી હટાવી દીધા છે. રાઈઝિંગ પુણે સુપરજાયંટ્સએ તેમના સ્થાને ઓસ્ટ્રેલિયાઈ કપ્તાન સ્ટીવ સ્મિથને કપ્તાન બનવી દીધો છે.  બીજી બાજુ ઓસ્ટ્રેલિયાઈ ઝડપી બોલર મિશેલ સ્ટાર્ક એ આ વર્ષના ઈંડિયન પ્રીમિયર લીગ સત્રથી હટવાનો નિર્ણય કર્યો છે. જેનાથી તેમની પોતાની ફ્રેચાઈજી રોયલ ચેલેંજર્સ બેંગલુરૂ (આરસીબી)થી કરાર પણ ખતમ થઈ ગયો.