બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2017
Written By
Last Modified: રવિવાર, 9 એપ્રિલ 2017 (20:24 IST)

આઇપીએલ-10 - હૈદરાબાદે ગુજરાત લાયન્સને 9 વિકેટે હરાવ્યું

આઇપીએલ-10 છઠ્ઠી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ગુજરાત લાયન્સને 9 વિકેટે હરાવ્યું હતું. વોર્નરે નોટ આઉટ 76 રન બનાવ્યા હતા. ગુજરાત લાયન્સે પ્રથમ બેટિંગ કરતા ગુજરાત લાયન્સે ડ્વેન સ્મિથના 37, જેસન રોયના 31 અને દિનેશ કાર્તિકના 30 રનની મદદથી 20 ઓવરમાં 7 વિકેટે 135 રન બનાવ્યા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રાશિદ ખાને સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી.
 
અફઘાન લેગસ્પિનર રાશીદ ખાને 19 રનમાં 3 વિકેટ અને ફાસ્ટ બોલર ભૂવનેશ્વર કુમારે 21 રનમાં બે બેટ્સમેનને આઉટ કરીને પ્રભાવક બોલિંગ દેખાવ કર્યા બાદ કેપ્ટન ડેવીડ વોર્નર (અણનમ 76) અને મોઈઝીસ હેન્રીક્સ (અણનમ 52)ની જોડીએ 108 રનની અતૂટ ભાગીદારી કરતાં ગયા વર્ષની ચેમ્પિયન ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદે આજે અહીં આઈપીએલ-10ની લીગ મેચમાં ગુજરાત લાયન્સને 9-વિકેટથી કારમો પરાજય આપ્યો હતો.