ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2018
Written By
Last Updated : શુક્રવાર, 11 મે 2018 (13:29 IST)

KXIPની હાર પર ભડકી પ્રીતિ ઝિંટા.. સહેવાગ પર કેમ ઉતાર્યો ગુસ્સો

આપ જાણો જ છો કે હાલ આઈપીએલમાં પ્લેઓફમાં પહોંચવા માટે આઈપીએલની ટીમો વચ્ચે હોડ મચી છે.. મંગળવારે રમાયેલી આવી જ એક મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબને રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ 15 રનથી હારનો સામનો કરવો પડ્યો. કિંગ્સ ઇલેવન પંજાબના મેંટોર વીરેન્દ્ર સહેવાગ અને કો-ઓનર પ્રીતિ ઝીન્ટાની વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું નથી. આ અંગે સૂત્રોનું કહેવું છે કે રાજસ્થાન રોયલ્સથી મળેલ કારમી હાર બાદ પ્રીતિ અને સહેવાગને વચ્ચે તીખી તકરાર થઇ હતી. પોતાના સમયના સૌથી બેસ્ટ બેટસમેન મનાતા વીરેન્દ્ર સહેવાગને પ્રીતિ ઝીન્ટાએ મંગળવારના રોજ મેચ બાદ ખૂબ જ ગુસ્સે થઇ ટીમની હારને લઇ ધડાધડ પ્રશ્ન-જવાબ કર્યાં
 
એવુ માનવામાં આવી રહ્યુ છે કે આ હાર પછી પ્રીતી ઝિંટા એટલા માટે ભડકી કારણ કે તેમની ટીમની આ મેદાન પર સતત પાંચમી હાર હતી. પંજાબની ટીમ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાન સામે હજુ સુધી કોઈ પણ મુકાબલો જીતી નથી. આ પાંચમી વાર બન્યુ જ્યારે રાજસ્થાન રોયલ્સે તેમના જ હોમ ગ્રાઉંડ પર પ્રીતિની પંજાબને હરાવી.  કદાચ એ માટે જ પ્રીતિને ગુસ્સો આવ્યો. 
 
રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરી અને 159 રનનુ લક્ષ્ય મુક્યુ. જવાબમાં કિંગ્સ ઈલેવન પંજાબે 20 ઓવરમાં સાત વિકેટ પર ફક્ત 143 રન જ બનાવ્યા.  આ રીતે કિંગ્સ ઈલેવન પંજાબને 15 રનથી હારનો સામનો કરવો પડ્યો. છે.