ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2018
Written By
Last Modified: જયપુર: , રવિવાર, 29 એપ્રિલ 2018 (22:45 IST)

IPL-11 SRH VS RR - સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 11 રનોથી હરાવ્યું

IPL-11ની 28મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 11 રનોથી હરાવ્યું છે. હૈદરાબાદે આપેલા 152 રનના ટાર્ગેટને પૂરો કરવા મેદાનમાં ઉતરેલી રાજસ્થાનની ટીમે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 140 રન કર્યા હતા. રાજસ્થાનના કેપ્ટન અજિંક્ય રહાણેએ સૌથી વધુ 64 રન બનાવ્યા હતા. આ પહેલા ટોસ જીતીને પહેલા બેટિંગ કરનારી હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 151 રન બનાવ્યા હતા.  એલેક્સ હેલ્સ 45 રન બનાવી આઉટ થયો હતો. વિલિયમસન 63 રને આઉટ થયો હતો. શિખર ધવન માત્ર 6 રન બનાવી આઉટ થયો હતો.
 
રાજસ્થાનના કેપ્ટન અજિંક્ય રહાણેએ 53 બોલમાં 65 રન ફટકારીને ટીમના સ્કોરને વધારવાના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા, તે છતાં એ સાત મેચોમાં પોતાની ટીમના આ ચોથા પરાજયને રોકી શક્યો નહોતો.
 
હૈદરાબાદના ફાસ્ટ બોલર સિદ્ધાર્થ કૌલે 23 રનમાં બે વિકેટ લીધી હતી તો રાશીદ ખાન, યુસુફ પઠાણ, બાસીલ થામ્પી અને સંદીપ શર્માએ એક-એક બેટ્સમેનને આઉટ કર્યો હતો.
 
વિલિયમ્સને 43 બોલનો સામનો કર્યો હતો અને સાત ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. હેલ્સના 45 રનમાં ચાર ચોગ્ગા હતા.