શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2021
Written By
Last Modified: બુધવાર, 15 સપ્ટેમ્બર 2021 (21:28 IST)

આઈપીએલ પહેલા એમએસ ધોનીની વધી મુસીબત, સીએસકેનો મોટો ખેલાડી થયો ઘાયલ

આઈપીએલના બીજા ચરણની શરૂઆતમાં હવે ફક્ત થોડા દિવસ જ બાકી રહી ગયા છે. આ મોટી ટૂર્નામેન્ટ પહેલા સીએસકેના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીને એક મોટો ઝટકો લાગ્યો છે.  આ સમાચાર ચોક્કસ રૂપે ટીમ માટે એક મોટી ચિંતાનો વિષય છે. આવામાં જોવાની વાત એ રહેશે કે ટીમના કપ્તાન એમએસ ધોની આ મુશ્કેલીમાંથી ટીમને કેવી રીતે બહાર કાઢે છે. 
 
ઉલ્લેખનીય છે કે સીએસકે માટે આ ખરાબ સમાચાર કેરિએબિયન પ્રીમિયર લીગથી આવી રહ્યા છે. ટીમના ઓપનિંગ બેટ્સમેન ફાફ ડુ પ્લેસી આ લીગ દરમિયાન ઘાયલ થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે ફાંફ સ્નાયુઓમાં ખેંચાણને કારણે તે રવિવારે બારબાડોસ રોયલ્સ વિરુદ્ધ થયેલી મેચમાં પણ ભાગ લઈ શક્યા નહોતા. જો કે તેમની ઈંજરીને લઈને  જોકે, તેની ઈજા અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી. 
 
ફાફ ડુ પ્લેસિસ હાલમાં કેરેબિયન પ્રીમિયર લીગ ટીમ સેન્ટ લુસિયા કિંગ્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. ફાફને થયેલી ઈજાને કારણે બારબાડોસ સામે રમાયેલી મેચમાં આન્દ્રે ફ્લેચરને ટીમની કમાન સોંપવામાં આવી હતી. આ મોટા ખેલાડીની ઈજાને કારણે માત્ર ચેન્નઈ જ નહીં પણ સેન્ટ લુસિયાની મુશ્કેલી પણ વધી શકે છે, જે થોડાક જ સમયમાં સેમિફાઇનલ મેચ રમતી જોવા મળશે.