આઈપીએલ 2021ની બાકીની મેચ મુંબઈ શિફ્ટ કરવાનો નિર્ણય લઈ શકે છે BCCI

IPL
Last Updated: મંગળવાર, 4 મે 2021 (11:52 IST)
ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)2021ની 29 મેચ રમાય ચુકી છે અને બાકી બચેલી મેચોને હવે મુંબઈ શિફ્ટ કરી શકાય છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) તેને લઈને જલ્દી જ નિર્ણય લઈ શકે છે. ટૂર્નામેંટની 30મી મેચ સોમવારે કલકત્તા નાઈટ રાઈડર્સ (કેકેઆર) અને રોયલ ચેલેજર્સ બેંગલોર (આરસીબી) વચ્ચે 3 મે ના રોજ અમદાવાદમાં રમાવાની હતી, જેને સ્થગિત કરવી પડી કેકેઆરના વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયરની કોવિડ-19 ટેસ્ટની રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી આ મેચને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

ઈએસપીએન ક્રિકઈંફોના સમાચાર મુજબ કોવિડ-19 મહામારીના રિસ્કને ઓછુ કરવા માટે બીસીસીઆઈ આઈપીએલની બચેલી મેચોને મુંબઈને શિફ્ટ કરી શકાય છે. આવનારા વીકેંડ સુધી આ નક્કી કરી શકાય છે અને તે પહેલાની બધી મેચ શેડ્યુલ મુજબ રમાશે. આ ઉપરાંત આઈપીએલની ફાઈનલ મેચ જે 30 મે ના રોજ રમાવાની છે. તેને જૂનના પહેલા અઠવાડિયે શેડ્યુલ કરી શકાય છે.

મુંબઈના ત્રણ સ્ટેડિયમ વાનખેડે, ડીવાઈ પાટિલ અને બ્રેબોર્નમાં આઈપીએલની બચેલી મેચ કરાવી શકાય છે. અત્યાર સુધી બીસીસીઆઈ તરફથી તેને લઈને કોઈ સત્તાવાર સૂચના આવી નથી. વાનખેડે સ્ટેડિયમમાં આ આઈપીએલ સીઝનની 10 મેચ થઈ ચુકી છે જ્યારે કે મુંબઈ ક્રિકેટ એસોસિએશનની બાકીના ગ્રાઉંડસને બાકી ટીમો ટ્રેનિંગ અને પ્રૈક્ટિસ સેશન માટે ઉપયોગ કરી ચુકી છે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે સોમવારે બીસીસીઆઈએ મુંબઈના તમામ હોટલમાં વાત કરી કે શુ તે ફ્રેંચાઈજી ટીમો માટે બાયો બબલ બનાવી શકે છે. આઈપીએલ માટે આ વખતે છ વેન્યુ સિલેક્ટ કરવામાં આવ્યા હતા, જેમા અમદાવાદ, બેંગલુરૂ, ચેન્નઈ, દિલ્હી, કલકત્તા અને મુંબઈનો સમાવેશ હતો.


આ પણ વાંચો :