રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2022
Written By
Last Modified: શુક્રવાર, 27 મે 2022 (23:18 IST)

RR vs RCB live score ipl 2022: રાજસ્થાને બેંગલોરને 7 વિકેટથી હરાવીને ફાઈનલમાં સ્થાન બનાવ્યુ, બટલરની શાનદાર સદી

RR vs RCB live score ipl 2022: રાજસ્થાન રોયલ્સે શુક્રવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPLના બીજા ક્વોલિફાયરમાં જોસ બટલરની (106 અણનમ) સદીની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને સાત વિકેટે હરાવી 29 મેના રોજ રમાનારી ફાઇનલમાં પ્રવેશ કર્યો, જ્યાં તેનો સામનો ગુજરાત ટાઇટન્સ સામે થશે. ટોસ હાર્યા બાદ બેટિંગ કરવાનું પસંદ કરતા  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 157 રન જ બનાવી શકી હતી. જવાબમાં રાજસ્થાન રોયલ્સે 18.1 ઓવરમાં 3 વિકેટે 161 રન બનાવીને મેચ જીતી લીધી હતી. આ મેચમાં જોસ બટલરે સદી ફટકારી છે.
 
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી વિરાટ કોહલીએ 7 રન બનાવ્યા હતા. ફાફ 27 બોલમાં 25 રન બનાવી શક્યો હતો. મેક્સવેલે 13 બોલમાં 24 રન બનાવ્યા હતા. રજત પાટીદારે 42 બોલમાં 58 રન બનાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સ માટે પ્રખ્યાત કૃષ્ણા અને ઓબેદ મેકકોયે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. ટ્રેન્ટ બોલ્ટ અને રવિચંદ્રન અશ્વિનને એક-એક વિકેટ મળી હતી.
 
- RR vs RCB લાઈવ સ્કોર 2022: રાજસ્થાન 7 વિકેટે જીત્યું
રાજસ્થાન રોયલ્સે બીજા ક્વોલિફાયરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 7 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે રાજસ્થાન રોયલ્સે IPL 2022ની ફાઇનલમાં સ્થાન બનાવી લીધુ છે 
- RR vs RCB લાઇવ મેચ 2022: જોસ બટલરે સદી ફટકારી
જોસ બટલરે IPL 2022માં તેની ચોથી સદી ફટકારી છે. તેણે બેંગ્લોર સામે 59 બોલમાં સદી ફટકારી છે.