શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2022
Written By
Last Modified: ગુરુવાર, 26 મે 2022 (00:56 IST)

LSG vs RCB: રજતની સદી રાહુલ પર પડી ભારે, લખનૌ બહાર, આરસીબી ટીમ ફાઈનલની નિકટ

Royal Challengers Bangalore
LSG vs RCB Live IPL 2022 Eliminator: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2022 ના ક્વોલિફાયર 2 માં સ્થાન મેળવવા માટે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાયેલી એલિમિનેટર મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને 14 રને હરાવી. આ સાથે જ લખનૌ હાર બાદ હવે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે. IPL 2022ના ક્વોલિફાયર 2માં હવે બેંગ્લોર રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. વરસાદગ્રસ્ત મેચમાં લખનૌએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જવાબમાં, બેંગ્લોરે રજત પાટીદારની શાનદાર અણનમ સદીની મદદથી સમગ્ર 20 ઓવરમાં 4 વિકેટે 207 રન બનાવ્યા અને ત્યારબાદ લખનૌને નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે 193 રન પર રોકી દીધું. 
 
બેંગ્લોર માટે રજત પાટીદારે 54 બોલમાં 12 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 112 રનની અણનમ સદી ફટકારી હતી. તેમના સિવાય દિનેશ કાર્તિકે અણનમ 37 અને વિરાટ કોહલીએ 25 રન બનાવ્યા હતા. લખનૌ તરફથી કેપ્ટન કેએલ રાહુલે સૌથી વધુ અણનમ 79 રન બનાવ્યા હતા. તેના સિવાય દીપક હુડ્ડાએ 45 રન બનાવ્યા હતા.