રવિવાર, 13 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2022
Written By
Last Modified: રવિવાર, 8 મે 2022 (00:03 IST)

LSG vs KKR: લખનૌએ કેકેઆરને 75 રનથી હરાવીને IPLમાં ટોપમાં સ્થાન મેળવ્યુ

lucknow
કેએલ રાહુલની આગેવાની હેઠળ લખનૌ સુપર જાયન્ટ્સે IPL 2022 ની 53મી મેચમાં શ્રેયસ ઐયરની કોલકાતા નાઈટ રાઈડર્સને 75 રનના વિશાળ અંતરથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા લખનૌએ ક્વિન્ટન ડી કોકની અડધી સદીના આધારે કોલકાતા સામે 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ સ્કોર સામે KKRની આખી ટીમ 14.3 ઓવરમાં 101 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી લખનૌ સુપર જાયન્ટ્સે શાનદાર  જીત સાથે પોઈન્ટ ટેબલમાં હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સ પાસેથી નંબર 1નો તાજ છીનવી લીધો. લખનૌ 16 પોઈન્ટ અને ગુજરાત કરતા સારા નેટ રન રેટના આધારે ટોપ પર છે. આ સાથે જ કોલકાતા નાઈટ રાઈડર્સને આ 11મી મેચમાં 7મી હારનો સામનો કરવો પડ્યો છે.  આ હાર સાથે શ્રેયસ અય્યરની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર ફેંકાઈ જવાની કગાર પર છે.