બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2023
Written By
Last Updated : મંગળવાર, 16 મે 2023 (00:05 IST)

GT vs SRH: ગુજરાત જીત સાથે પ્લેઓફમાં, ફરી તૂટ્યું સનરાઇઝર્સનું સપનું

gujarat titans
GT vs SRH: IPL 2023ની 62મી મેચમાં આજે ગુજરાત ટાઇટન્સની સામે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ હતી. આ મેચમાં ગુજરાતનો 34 રને વિજય થયો હતો. ઉલ્લેખનીય છે કે આ જીત સાથે ગુજરાતે પ્લેઓફની ટિકિટ કાપી લીધી છે, બીજી બાજુ હૈદરાબાદની ટીમ બહાર થઈ ગઈ છે. મેચની શરૂઆતમાં, ટોસ જીત્યા પછી, સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન એઇડન માર્કરામે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો.
 
ગુજરાતના બોલરોનો કમાલ 
હૈદરાબાદની ટીમ જ્યારે 189 રનનો પીછો કરવા ઉતરી તો તેમની શરૂઆત ખરાબ રહી હતી. મોહમ્મદ શમીએ પહેલી જ ઓવરમાં અનમોલપ્રીત સિંહ (5)ને આઉટ કર્યો હતો. અને તે પછી અભિષેક શર્મા (4), એડન માર્કરામ (10) અને રાહુલ ત્રિપાઠી (1) કંઈ ખાસ કરી શક્યા ન હતા. પરંતુ આ પછી હેનરિક ક્લાસને એક બાજુથી ઇનિંગ સંભાળીને 64 રનની ઇનિંગ રમી હતી. પરંતુ આ ખેલાડીને અન્ય કોઈ બેટ્સમેનનો સાથ મળ્યો ન હતો. ગુજરાત તરફથી મોહમ્મદ શમી અને મોહિત શર્માને 4-4 વિકેટ મળી હતી.

ગુજરાતે  બનાવ્યા 188 રન
મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરતા ગુજરાતની ટીમે 8 વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા હતા. આ મેચમાં ગીલની સદી ઉપરાંત ગુજરાત તરફથી સાંઈ સુદર્શને 36 બોલમાં 47 રન બનાવ્યા હતા. તે સિવાય ગુજરાતની ટીમનો કોઈ બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યો નહોતો. હાર્દિક પંડ્યા (8), ડેવિડ મિલર (7), રાહુલ તેવટિયા (3) કંઈ ખાસ કરી શક્યા ન હતા. બીજી તરફ સનરાઇઝર્સ તરફથી ભુવનેશ્વર કુમારે 5 વિકેટ ઝડપી હતી.
 
બંને ટીમોની  Playing 11
ગુજરાત ટાઇટન્સ: રિદ્ધિમાન સાહા (વિકેટ કીપર), શુભમન ગિલ, સાઇ સુદર્શન, હાર્દિક પંડ્યા (કપ્તાન), ડેવિડ મિલર, દાસુન શનાકા, રાહુલ તેવટિયા, મોહિત શર્મા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, નૂર અહેમદ.
 
સનરાઇઝર્સ હૈદરાબાદ: અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, એઇડન માર્કરામ (કપ્તાન), હેનરિક ક્લાસેન (વિકેટ કીપર), અબ્દુલ સમદ, સનવીર સિંહ, ટી નટરાજન, મયંક માર્કંડે, ભુવનેશ્વર કુમાર, ફઝલહક ફારૂકી, માર્કો જેન્સન.