શુક્રવાર, 19 જુલાઈ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2023
Written By
Last Modified: સોમવાર, 29 મે 2023 (07:22 IST)

IPL 2023 Final: IPL ખિતાબ જીતનારી ટીમ થશે માલામાલ, દાવ પર લાગ્યા છે કરોડો રૂપિયા

dhoni vs hardik
IPL 2023 All Prize Money: IPL 2023 ની ફાઇનલ મેચ 28 મેના રોજ યોજાવાની હતી અને ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ ની ટીમો આમને-સામને હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આ મેચ દુર્ભાગ્યવશ થઈ શકી ન હતી. પરંતુ સારા સમાચાર એ છે કે આઈપીએલના ઈતિહાસમાં પ્રથમ વખત મેચને રિઝર્વ ડે પર શિફ્ટ કરવામાં આવી છે. IPL 2023ની ફાઈનલ હવે 28 મેના બદલે 29 મેના રોજ રમાશે. આ સિઝન દ્વારા, ચેન્નાઈ 10મી વખત IPLની ફાઇનલમાં પહોંચી છે, જ્યારે ગુજરાત તેની બે સિઝનમાં સતત બીજી વખત ફાઇનલમાં પહોંચ્યું છે. હવે તમે વિચારતા જ હશો કે IPL વિજેતા ટીમને કેટલી ઈનામી રકમ આપવામાં આવશે અને રનર અપ ટીમને કેટલા કરોડ રૂપિયા આપવામાં આવશે? ચાલો જાણીએ.
 
ફાઈનલની  ટીમોને મળશે આટલા રૂપિયા  
 
IPL 2023ની ફાઈનલ જીતનારી ટીમને 20 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવશે. જ્યારે ફાઈનલ હારનાર એટલે કે ઉપવિજેતા ટીમને 13 કરોડ રૂપિયા મળશે. આ સિવાય ત્રીજા ક્રમે આવેલી મુંબઈ ઈન્ડિયન્સને 7 કરોડ રૂપિયાની ઈનામી રકમ અને ચોથા નંબરની લખનૌ સુપર જાયન્ટ્સને 6.5 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવશે.
 
IPLની આ 16મી સિઝન છે. આ ટુર્નામેન્ટ 2008 માં શરૂ થઈ હતી અને પ્રથમ સિઝનમાં, ટાઇટલ જીતનાર ટીમને 4.8 કરોડ રૂપિયા ઇનામ તરીકે આપવામાં આવ્યા હતા. જ્યારે રનર્સ અપને 2.4 કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું હતું.
 
પર્પલ અને ઓરેન્જ કેપ વિજેતાને આટલા પૈસા મળશે
 
IPL 2023માં સૌથી વધુ રન બનાવનાર (ઓરેન્જ કેપ) અને સૌથી વધુ વિકેટ લેનાર (પર્પલ કેપ)ને 15 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. IPL 2023ની ફાઈનલ પહેલા શુભમન ગિલ સૌથી વધુ રન અને મોહમ્મદ શમી સૌથી વધુ વિકેટ લેવામાં આગળ છે.
 
બાકી એવોર્ડ્સની રહેશે આ પ્રાઈઝ 
 
આ બધા સિવાય ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝનનો ખિતાબ જીતનાર ખેલાડીને 20 લાખ રૂપિયાની ઈનામી રકમ મળશે, જ્યારે મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સીઝનનો ખિતાબ જીતનાર ખેલાડીને 12 લાખ રૂપિયાની ઈનામી રકમ મળશે.
 
બીજી તરફ પાવર પ્લેયર ઓફ ધ સીઝન, સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સીઝન અને ગેમ ચેન્જર ઓફ ધ સીઝન જીતનાર ખેલાડીઓને 15 થી 12 લાખ રૂપિયાની પાઈઝ મની આપવામાં આવશે.