રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2023
Written By
Last Modified: શનિવાર, 8 એપ્રિલ 2023 (00:58 IST)

LSG vs SRH HIGHLIGHTS: સનરાઇઝર્સની સતત બીજી હાર, લખનૌએ 16 ઓવરમાં મેચ જીતી લીધી

LK IPL
image source -twitter
IPL 2023, LSG vs SRH HIGHLIGHTS: IPL 2023ની 10મી મેચમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ સામે હતી. આ મેચ લખનૌના ઈકાના સ્ટેડિયમમાં રમાઈ હતી. લખનૌએ આ મેચ 5 વિકેટે જીતી લીધી હતી. મેચમાં પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સની ટીમ માત્ર 128 રન જ બનાવી શકી હતી. જવાબમાં લખનૌની ટીમે આસાનીથી 16 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્યનો પીછો કરી લીધો હતો.
 
લખનૌએ આસાનીથી જીતી મેચ   
 
આ મેચમાં ચેઝ કરવા ઉતરેલી લખનૌની ટીમે ફરી ધમાકેદાર શરૂઆત કરી હતી. પરંતુ ત્યારપછી સનરાઈઝર્સે ફરી મેચમાં કમબેક કર્યું અને લખનૌને કાઈલ મેયર્સ અને દીપક હુડાના રૂપમાં 45 રનમાં બે ઝટકા આપ્યા. આ પછી કૃણાલ પંડ્યા (34)એ કેએલ રાહુલ (35) સાથે મળીને મેચને લખનઉ તરફ વાળી સનરાઇઝર્સ તરફથી આદિલ રાશિદે 2 વિકેટ લીધી હતી.

 
હૈદરાબાદે બનાવ્યા 128 રન   
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદની ટીમ 8 વિકેટ ગુમાવીને માત્ર 128 રન જ બનાવી શકી. આ મેચમાં અનમોલપ્રીત સિંહે 31 રન બનાવ્યા હતા. સાથે જ  રાહુલ ત્રિપાઠીના બેટમાંથી 35 રનની ધીમી ઇનિંગ આવી. અને અબ્દુલ સમદ 21 રન બનાવીને અણનમ રહ્યો હતો. લખનૌ તરફથી કૃણાલ પંડ્યાએ 3 વિકેટ ઝડપી હતી. અને અમિત મિશ્રાએ 2 વિકેટ લીધી હતી.