શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2023
Written By
Last Updated : મંગળવાર, 2 મે 2023 (01:34 IST)

IPL 2023: વિરાટ અને ગૌતમ ગંભીર વચ્ચે મેચ પછી થયો જોરદાર વિવાદ, વિડીયો થયો વાયરલ

gautam gambhir
LSG vs RCB:આઈપીએલની 16મી સીઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામેની મેચમાં વિરાટ કોહલીનો ઉત્સાહ મેદાન પર પ્રશંસકોમાં જોવા મળ્યો હતો. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની જીત બાદ વિરાટ કોહલી અને લખનૌ ટીમના મેન્ટર ગૌતમ ગંભીર વચ્ચે જોરદાર વિવાદ થયો. હવે આ ઘટનાનો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
 
આ મેચમાં વિરાટ કોહલી ફિલ્ડિંગ દરમિયાન ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યો હતો, જેમાં તેણે કૃણાલ પંડ્યાનો કેચ પકડીને પોતાની ખુશી અલગ રીતે વ્યક્ત કરી હતી. આ પછી અમિત મિશ્રા લખનૌ માટે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે વિરાટે તેની સાથે થોડી દલીલ પણ કરી હતી.

 
વિરાટ કોહલીનું આ વર્તન જોઈને અમ્પાયરોએ પણ વચ્ચે આવીને તેને શાંત પાડવો પડ્યો હતો. મેચ પુરી થયા બાદ જ્યારે બંને ટીમના ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવી રહ્યા હતા ત્યારે જ કોહલી અને ગંભીર વચ્ચે બોલાચાલી થઈ હતી જેમાં અમિત મિશ્રાએ આવીને બંનેને શાંત કરવા પડ્યા હતા.
 
વિવાદ બાદ વિરાટ કોહલી લોકેશ રાહુલ સાથે વાત કરતો જોવા મળ્યો હતો

 
ગૌતમ ગંભીર સાથેની દલીલ બાદ વિરાટ કોહલી લોકેશ રાહુલ સાથે વાતચીત કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તેની વાતચીત પરથી સ્પષ્ટપણે સમજી શકાય છે કે તે માત્ર તે ઘટના વિશે જ વાત કરી રહ્યો હતો. હકીકતમાં, આ ઘટના દરમિયાન કાયલ મેયર્સ પહેલા કોહલી સાથે થોડી વાતચીત કરતા જોવા મળ્યા હતા, ત્યારબાદ ગૌતમ ગંભીરે આવીને તેને ત્યાંથી હટાવી દીધો હતો અને તે પછી તરત જ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.