1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2024
Written By
Last Modified: બુધવાર, 21 ફેબ્રુઆરી 2024 (13:45 IST)

સુરતની મોડેલના આપઘાત કેસમાં મોટો ધડાકો: ફોનમાંથી ક્રિકેટર અભિષેક શર્માના ફોટો અને મેસેજ મળ્યા

Big blast in Surat model suicide case: Photos and messages of cricketer Abhishek Sharma found on phone
Big blast in Surat model suicide case: Photos and messages of cricketer Abhishek Sharma found on phone
સુરતના વેસુ વિસ્તારમાં રહેતી 28 વર્ષીય મોડલિંગ, ફેશન ડિઝાઇનિંગ અને ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે જોડાયેલી તાનિયાસિંગ નામની યુવતીએ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ અંગે પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે મૃતક યુવતીના ફોનમાંથી IPL ખેલાડી અભિષેક શર્મા સાથે સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે. જેને લઇને પોલીસ દ્વારા IPL ખેલાડીને પૂછપરછ માટે સુરત બોલાવવામાં આવી શકે છે.

જોકે, હાલ તો પોલીસે યુવતીના મોબાઈલમાંથી મળેલો નંબર, ફોટા અને મેસેજના આધારે IPL ખેલાડી અભિષેક શર્માને ટેલિફોનિક સંપર્ક કરી આ મામલે જાણ કરી છે.તાનિયા સુરતમાં પરિવાર સાથે રહેતી હતી.તાનિયા મોડેલિંગ ક્ષેત્રમાં મોડલ, ફેશન ડિઝાઇનિંગ અને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી હતી. રવિવારની રાત્રે તાનિયા ઘરે મોડી આવી હતી. દરમિયાન મોડી રાતે તાનિયાએ ઘરમાં જ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આ બનાવ અંગે પરિવાર દ્વારા વેસુ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી યુવતીના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.

પોલીસની તપાસમાં યુવતીના મોબાઈલના સીડીઆર અને આઇપીડીઆરની પોલીસે જીણવટભરી તપાસ હાથ ધરી છે. જેમાં અનેક લોકો સાથે અને મોટા વ્યક્તિ સાથે તે સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે. જે તમામને પોલીસ પૂછપરછ માટે બોલાવવાની તૈયારી કરી રહી છે.મૃતક તાનિયાનો ફોન ચેક કરતા રણજી પ્લેયર અને આઇપીએલ ટીમના ઓલરાઉન્ડર ક્રિકેટર અભિષેક શર્મા સાથે સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ અંગે જણાવ્યું હતું કે, યુવતીનો મોબાઈલ તપાસ કરતા જેટલા પણ શંકાસ્પદ સંપર્ક મળ્યા છે તેમને પૂછપરછ કરવા બોલાવવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. યુવતી IPLના ખેલાડી સાથે સંપર્કમાં સીધી રીતે છે કે, નહીં તે તપાસ કર્યા બાદ જ માલુમ પડશે. તેના ફોનમાંથી વન સાઈડ અભિષેક શર્માને મેસેજ કર્યા હોવાનું સામે આવ્યું છે. જેને લઇ આ અંગે આ IPL ખેલાડીને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે અને પૂછપરછ માટે બોલાવવા કે કેમ તે આગામી દિવસોમાં તપાસ કર્યા બાદ નક્કી કરવામાં આવશે.