બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. આઈપીએલ લેખ
Written By એજન્સી|

ભારતમાં ચીયર લીડર્સને સ્થાન નહીં-નેતાઓ

PTI

ક્રિકેટને વધુ રંગીન અને ગ્લેમર્સ બનાવવાના હેતુથી વિદેશમાંથી ધંધાકિય ચીયર લીડર્સ એટલે કે દર્શકોનો ઉત્સાહ વધારવાવાળી યુવતીઓ લાવવામાં આવી છે. અને હંમેશા લોકોના મનોરંજનમાં વિલન બનનારા નેતા લોકો ભારતીય સંસ્કૃતિના નામે તેના પર પ્રતિબંધ લાદવા માંગે છે. તેઓતો વિદેશમાં જઇને પોતાની ઇચ્છા પૂરી કરી લેતા નેતાઓને લોકોના મનોરંજન સામે હંમેશા વિરોધ ઉઠાવ્યો છે.

આવા જ એક નેતા ચીયર લીડર્સની નિંદા કરતા જણાવે છે કે, ક્રિકેટના મેદાનમાં 'ચીયર લીડર્સ'ની હાજરીથી રમતની સુંદરતા અને શાલીનતા ખત્મ થઇ રહી છે અને આયોજકોએ રમતના મેદાનને કોઇ ફિલ્મ કે ડાંસ બાર બનાવી દીધું છે.

જ્યારે બંગાળી ફિલ્મ નિર્માતા નાખુશ - બંગાળના ફિલ્મ નિર્માતા પણ આ ચીયર ગર્લ્સને લઇને ખૂબજ નાખુશ છે. તેઓનું માનવું છે કે, ક્રિકેટની રમતમાં આવી છોકરીઓ કોઇ ભાગ બની જ ના શકે કારણ કે આ કોઇ ફેશન શો કે રેમ્પ શો નથી અને તેનાથી ક્રિકેટ હલકી અને છીછરી રમત બની જશે.. લોકોને ક્રિકેટ કરતા આ છોકરીઓને જોવામાં વધુ રસ પડશે. જે ખૂબજ શરમજનક કહી શકાય.

વિરિષ્ઠ ફિલ્મકાર તપન સિન્હાએ પણ કહ્યું કે, આઇપીએલના આયોજકોના વાણિજ્યિક દ્રષ્ટિકોણને મગજમાં રાખવું જોઇતું હતું, પરંતુ દેશની સંસ્કૃતિ અને લોકોંની ભાવનાઓ સાથે આ રીતે રમત ના કરવી જોઇએ.

નવી મુંબઈ પોલીસે આઈપીએલની મુંબઈ અને હૈદરાબાદ ટીમ વચ્ચે નવી મુંબઈના સ્ટેડિયમમાં 27મી એપ્રિલના રોજ રમાયેલી મેચ દરમિયાન વિવાદોનું કેન્દ્ર બનેલી ચીયર ગર્લ્સને ડાંસ કરવાની શરતી મંજૂરી આપી દીધી હતી અને તેમાં પોલીસ નિયામકે જણાવ્યુ હતું કે, આ વિદેશી યુવતીઓના કપડા પર પણ પોલીસ નજર રાખશે.

ચીયર ગર્લ્સના ડાંસના વિરોધમાં ભાજપના વરિષ્ઠ નેતા વેંકાએ નાઇડુ પણ જોડાઇ ગયા હતા અને કહ્યું હતું કે, આ અમેરિકાની સ્ટાઇલ મુજબ ક્રિકેટ કે અન્ય રમતના મેદાનમાં મેચ દરમિયાન પ્રેક્ષકોના મનોરંજન માટે આવી અશ્લીલ હરકતો કરતી છોકરીઓને ડાંસ માટે ઉતારવામાં આવે છે.

મહારાષ્ટ્રના ગૃહ રાજ્ય મંત્રી સિઘ્ઘરામ મ્હેત્રેએ વિપક્ષને આશ્વાસન આપ્યુ હતુ કે તેઓ આ મામલે કાર્યવાહી કરશે. જો આ બાબત કેન્દ્ર સરકારના હસ્તક આવતી હશે તો રાજ્ય સરકાર આ મામલે કેન્દ્રને વાત કરશે. પણ કોઈ પણ રીતે ભારતીય સંસ્કૃતિ સાથે કોઈ પણ જાતનુ સમાધાન કરવામાં નહી આવે. ભાજપા અને શિવસેનાના જ નહી સત્તા પક્ષના કેટલાક નેતાઓએ પણ તેમના મુદ્દાને સમર્થન આપ્યુ હતુ.

ચીયર લીડર્સના ડાંસનો મુદ્દો મહારાષ્ટ્ર વિધાન સભામાં ભાજપ અને શિવ સેનાના નેતાઓએ ઉઠાવ્યો હતો. ભાજપાના નેતા નિતિન ગડકરીએ કહ્યું હતુ કે આનાથી મહિલાઓના આત્મ સન્માનને ઠેસ પંહોચે છે. ગડકરીએ આના પર તાત્કાલીક પ્રતિબંધની માંગણી કરી હતી.

આઇપીએલ ટ્વેંટી-20 ક્રિકેટ ટૂર્નામેંટમાં મેચ દરમિયાન ચીયર લીડર્સનો દેખાવ અશ્લીલ કે અભદ્ર જોવા મળતા આયોજકો સામે કાર્યવાહી કરવાની મુંબઇ પોલિસે આપેલી ચેતાવણી બાદ પશ્ચિમ બંગાળના ખેલમંત્રી સુભાષ ચક્રવર્તીએ પણ કહ્યું કે, ઇડન ગાર્ડનમાં હવે ચીયરગર્લ્સ ડાંસ નહીં કરી શકે. હવે પ.બંગાળના ખેલમંત્રી ચીયરગર્લ્સથી નારાજ થયા છે.

ચક્રવર્તીએ પત્રકારોને જણાવ્યું હતું કે, આવા ડાંસ પર પ્રતિબંધ મુકવો જોઇએ. ફુટબોલના મેદાન પર હું તેની મંજુરી નહીં આપું. એમના નિવેદનોથી વારંવાર સમાચારોમાં રહેતા ચક્રવર્તીએ કહ્યું કે, આ આયોજનોમાં બાળકો અને યુવાનો જોડાતા હોવાથી આવા અશ્લીલ ડાંસ જોઇને તેઓની નીતિ બગડે છે, આથી સરકારે આવા ડાંસ પર પ્રતિબંધ મુકી દેવો જોઇએ.

ખેલમંત્રીના આ નિવેદનને રાજયની સત્તાધિસ પાર્ટી વામમોર્ચા સરકારના બે અન્ય મંત્રિઓએ સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે, ક્રિકેટ મેદાન પર આવા ડાંસ ભારતીય સંસ્કૃતિની વિરૂદ્ધ છે.
PTI

આમ મોટાભાગના લોકો આ ચીયર્સ લીડર્સના વિરોધી બની ગયા છે આથી જ આ યુવતીઓને આખા ડ્રેસ પહેરાવવામાં આવ્યા છે. અને તેઓના ડાંસમાં અશ્લીલતા ના દેખાય તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે.

જ્યારે અન્ય રમતો જેવી કે લોન ટેનીસ, બેસ બોલ કે હોલીબોલની રમતોમાં તો ખેલાડીઓ અને ત્યાં હારજ દર્શકો ખૂબજ ઓછા વસ્ત્રોમાં દેખાય આવે છે. ત્યારે ભારતીય સંસ્કૃતિના રખેવાળાઓ ખેમ આંખ આડે કાન કરી રહ્યા છે.. આપણા દેશમાં તો એવું જોવા મળ્યું છે કે, કોઇ નવી શરૂઆત કરવામાં આવે તેનો વિરોધ થાય થાયને થાય જ..