બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. આઈપીએલ લેખ
Written By વેબ દુનિયા|

સુપરહિટ આઈપીએલની હકીકત

BBC
ભારતની નજરે જોઈએ તો આ અઠવાડિયુ રમતો માટે ઘણુ રસપ્રદ રહ્યુ. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(બીસીસીઆઈ) અથવા તો એવુ પણ કહી શકાય કે લલિત મોદએ ક્રિકેટમા 'ક્રાંતિ' લાવવાની શરૂઆત કરી છે.

જો ટેલીવિખના હિસાબથી જોઈએ તો ઈંડિયન પ્રીમિયર લીગ(આઈપીએલ)ના કારણે આમાં થોડો વધારો થયો છે. તમે એ વિચારશો કે દુનિયા કશુ નહિ પણ ક્રિકેટનુ એક નવુ રૂપ જોઈ રહી છે. જેની શરૂઆત બોલીવુડના કલાકારોના શો થી થાય છે, વચ્ચે ક્રિકેટ રમાય છે અને જ્યારે જયારે ચોક્કા છક્કા અને વિકેટ પડે ત્યારે ઓછા કપડાં પહેરેલી છોકરીઓ હર્ષ બતાવવા નાચે છે.

એવુ જાણવા મળ્યુ છે કે સ્ટેડિયમમાં દર્શકોની ભીડ જમા થઈ રહી છે અને આ 'તમાશા'ને પહેલા જ સુપરહીટ સાબિત કરી દીધુ છે કારણ કે આને કારણે ટીવી સીરિયલમાં દર્શકોની રુચિ ઓછી થવા માંડી છે.

એવુ પણ બતાવવામાં આવી રહ્યુ છે કે કેટલીય નવી ફિલ્મોને રિલીઝ થતા એ માટે રોકી છે કે વિતરકો એ વાતને લઈને ચિંતામાં પડી ગયા છે કે આઈપીએલને કારણે દર્શકો સિનેમાહોલ સુધી નહી જાય અને બોક્સ ઓફિસ પર ફિલ્મોને ઘણુ નુકશાન વેઠવુ પડી શકે છે.

કોશિશ ; આઈપીએલને આ સદીની સૌથી મોટી સફળતા સાબિત કરવાના પ્રયત્નો વચ્ચે આપણામાંથી કોઈને પણ એ નથી બતાવવામાં આવી રહ્યુ કે કલકત્તાને છોડીને દરેક જગ્યાએ આયોજકોને ટિકીટ વેચવામાં કેટલી મુશ્કેલી આવી રહી છે.

જો તમને કેટલાય સ્ટેડિયમો ભરેલા દેખાય તો તેનુ કારણ એ છે કે મેચના પાસ ખૂબ ઉદારતાથી વહેંચવામાં આવ્યા છે. પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે કેટલા દિવસો સુધી મોટી મોટી કંપનીઓ કે ધંધાકીય લોકોને વગર રૂપિયે કે ઓછા રૂપિયામાં સ્ટેડિયમમાં આવવાની અનુમતિ આપતા રહેશે ?

તેમણે પોત પોતાની ટીમોમાં ખૂબ જ વધુ પૈસા રોકયા છે અને આવુ કર્યુ છે કમાવવા માટે કોઈ દુનિયાને બતાવવા માટે નહી કે ટ્વેંટી-20 મેચ કેટલો સરસ આઈડિયા છે અને ભારતે કેવી રીતે આના દ્વારા ક્રિકેટની દુનિયામાં ક્રાંતિ લાવી દીધી છે.

મીડિયાએ પણ આને હાથો હાથ લીધુ છે આનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આઈપીએલને છાપાઓમાં અને ટીવી ચેનલોમાં કેટલુ મહત્વ આપવામાં આવી રહ્યુ છે. સૌથી વધુ આશ્ચર્યની વાત તો એ છે કે ચિયરલીડર્સના બાબતે ચેનલોનુ વલણ. ટીવી ચેનલો પર જ્યારે આ મુદ્દાની ચર્ચા થઈ રહી હતી તો તેમણે નૈતિકના રખેવાળી પર વધુ ભાર આપ્યો.

તેમણે આ સાથે એ પણ મુદ્દો ઉછાળ્યો કે કેવી રીતે રાજનેતાઓ રમતને બરબાદ કરી રહ્યા છે. પણ કોઈએ પણ આ વાતને લઈને કદી કોઈ પ્રશ્ન ન કર્યો કે ચિયરલીડર્સ પોતે કેવુ અનુભવી રહી છે ?

કેવી રીતે તેમના પર ગંદી ટિપ્પણી કરવામાં આવી રહી છે. શુ અમે નવુ અમેરિકા બનવાના ચક્કરમાં એ પણ ભૂલી ગયા છે કે સ્ત્રીઓનુઇ સન્માન થવુ જોઈએ અને લોકોના મનોરંજન માટે તેમણો ઉપયોગ સામાનની જેમ ન કરવો જોઈએ.

મને પૂરો વિશ્વાસ છે કે અમેરિકામાં ચિયરલીડર્સનો ઉપયોગ એ માટે નથી થતો કે દર્શકો તેમની પાછળ જ પડી જાય. તો પછી સતત આગળ વધતુ ભારત એ કેમ નથી વિચારતુ કે મેદાન પર જે કાંઈ થઈ રહ્યુ છે તે કેટલુ શરમજનક છે.

BBC
હોકી ફોર સેલ : ક્રિકેટ અને ગ્લેમરનો આ નવો સંગમ એટલો તાકતવર રહ્યો છે કે ભારતીય રમતનુ સૌથી મોટું સ્કૈંડલ 'હોકી ફોર સેલ' આઈપીએલના ઝગમગાહટ હેઠળ દબાઈને રહી ગયુ.

અમે બધા જાણીએ છે કે જે રીતે હોકીને ચલાવવામાં આવી રહી છે તેમા ઘણી ભૂલો છે. પણ છેવટે ટીવી ચેનલ આજ તકે પોતાના સ્ટિંગ ઓપરેશન દ્વારા આને સાબિત કરવાની કોશિશ કરી છે.

ટીવીનો દાવો છે કે કેપીએસ ગિલના નજીકના જ્યોતિકુમારને કેમરા પર પૈસા લેતા બતાવવામાં આવ્યા છે જેથી એક ખેલાડીને ભારતીય ટીમમાં જગ્યા મળી શકે. જ્યોતિકુમારન પાસે રાજીનામુ આપ્યા વગર છુટકારો નહોતો.

પણ કેપીએસ ગિલ સાહેબ માટે આ જરૂરી નહોતુ. એક વ્યક્તિ જે 14 વર્ષથી ભારતીય હોકી પર રાજ કરી રહી છે, તેણે એક અધિકારીની કહેવાતી ભૂલને માટે કેમ જવાબદાર ગણાવી શકાય.

તેમણે પોતાના એક ઈંટરવ્યુમાં જણાવ્યા પ્રમાણે આ વાત તો બધા જાણે છે કે ગિલ સાહેબ હાર માને તેવા નથી. તેમણે ઈંટરવ્યુમાં પોતાનો બચાવ તો કર્યો સાથે સાથે એ વલણ પણ અપનાવ્યુ, જે જાણે છે, જુએ છે છતાં કશુ ખોટું નથી કરતો.

કેપીએસ ગિલ પાસે ખરા સમયે જોઈતા લોકો છે, જે હંમેશા તેમને બચાવવા આગળ આવે છે. તે જ એક એવા માણસ છે જે હોકીને સમજે છે અને તેઓ એ પણ જાણે છે કે કેવી રીતે હોકીને ચલાવવી જોઈએ.

જે રિપોર્ટરે તેમની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યો છે, તેમણે આનુ પરિણામ ભોગવવુ પડ્યુ છે. નવા ખેલમંત્રી એમએસ ગિલનો આભાર જેમણે તેણે રાજીનામુ આપવાનું કહ્યુ.

આ વખતે આ કેસમાં તેમણે કાપવાને બદલે ખેંચવુ પડી શકે છે. બસ, શરત એટલી કે આઈપીએલના ચક્કરમાં લોકો એ ન ભૂલે કે દેશમાં હોકી પણ એક રમત છે, જેમાં તત્કાલ બદલાવ જરૂરી છે.