સોમવાર, 8 ડિસેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Updated :નવી દિલ્હી- , મંગળવાર, 23 ડિસેમ્બર 2014 (16:51 IST)

ટાટાની હેચબેક કારબોલ્ટની આનલાઈન બુકિંગ શરૂ

Online booking starts for hatchback car of tata
ટાટાએ પોતાની નવી કાર બોલ્ટની આનલાઈન બુકિંગ શરૂ કરી છે. કસ્ટમર્સ એને કંપનીની વેબસાઈટ પર જઈને 11,000 રૂપિયામાં બુક કરાવી શકો છો. એટકે કે ટાટાએ પોતાની નવી એંટ્રી લેવલ સેડાન જેસ્ટને મળેલા સારા રિસ્પાંસ પછી આ શરૂઆત કરી છે. 
 
પેટ્રોલ ડીઝલ વેરિએંટસમાં ઉપ્લબધ 
તમેને જણાવીએ કે ટાટાની આ બોલ્ટ કાર  જેસ્ટના જ વર્જન છે.આ કાર ઈંડિકા વિસ્તાની જગ્યા લેશે. આની સાથે આ બોલ્ટ કાર પેટ્રોલ અને ડીઝલ બન્ને ઈંજન વેરિંએંટસમાં ઉપ્લબધ થશે. બોલ્ટના વેરિંએંટસમાં 1.2 લીટરનો રેવાટ્રાન ઈંજન છે. જે 90 પીએસ પાવર આપે છે. આમ તો 17 કિમીનો માઈલેજ આપે છે.ડીઝલ વેરિંએંટસમાં 1.3 લીટર ઈંજન છે જે 90 પીએસ પાવર આપે છે. ડીઝલ વાળી બોલ્ટની માઈલેજ 23 કિમી પ્રતિ લીટર છે. આ સિવાય બોલ્ટમાં ત્રણ ડ્રાઈવિંગ મોડ ,સિટી ,ઈકો અને સ્પોર્ટ આપેલ છે. તમને જણાવીએ કે બોલ્ટ આ સેંગમેંટની હિટ કાર જેમ કે મારૂતિ સ્વિફ્ટ ,હુંદઈ આઈ 20 અને ફોક્સવેગન પોલોને ટક્કર આપશે. 

એંડવાંસ ટેકનોલોજી 
 
ટાટા બોલ્ટમાં એંડવાંસ ટેકનોલોજીનો ઉપયોગ કરેલ છે. આ કારમાં 5 ઈંચની ટચસ્ક્રીન,બ્લૂટૂથ ટેકનોલોજી ,સ્માર્ટ વાઈસ રિકાગનિશન ,સ્માર્ટફોન ઈંટિગ્રેશન ,સોશલ મીડિયા ઈંટિગ્રેશન અને ટચ ફોન કંટોલ્ડ ઈંટરફેસની સુવિધા આપેલ છે. નવી ટાટા બોલ્ટની કીમત 4-5 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે. એવામાં એનો મુકાબલો ડેટસન ગો અને મારૂતો સેલેરિયોથી થશે.