વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોબાઈલ એપ BHIM લોન્ચ કરી

Last Modified શુક્રવાર, 30 ડિસેમ્બર 2016 (20:23 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીંના તાલકટોરા સ્ટેડિયમ ખાતે આજે આયોજિત ‘ડિજિધન મેલા’ ખાતે એક લોન્ચ કરી છે જેનાથી ડિજિટલ પેમેન્ટ્સ વધુ આસાન થશે.

વડાપ્રધાન મોદીએ કેશલેસ સોદાઓને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમમાં લકી ડ્રોની પણ જાહેરાત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે ક્રિસમસ બાદથી 100 દિવસ સુધીમાં અનેક પરિવારોને લકી ડ્રોની મદદથી પુરસ્કાર આપવામાં આવનાર છે. આ યોજના ગરીબો માટે છે. નવી એપ લોન્ચ કરવા પર તેમણે કહ્યું કે આપણા બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરના નામ પર ડિજિટલ પેમેન્ટ એપનું નામ BHIM રાખવામાં આવ્યું છે. એ દિવસો દૂર નથી કે તમામ કારોબાર આ એપ દ્વારા ચાલશે. લકી ડ્રો દ્વારા 100 દિવસમાં કુલ 340 કરોડ રૂપિયાના ઈનામો આપવામાં આવનાર છે. 14મી એપ્રિલે બાબાસાહેબનીજ જયંતી પર મેઘા ડ્રો કાઢવામાં આવશે અને કરોડોના ઈનામોની વહેંચણી થશે.


આ પણ વાંચો :