ફોર્ડ ગુજરાતની આઈટીઆઈને 10 કાર એન્જીન આપશે

ford
અમદાવાદ:| Last Modified ગુરુવાર, 26 સપ્ટેમ્બર 2019 (16:25 IST)
આઈટીઆઈ સહિતની શૈક્ષણિક સંસ્થાઓને સહયોગ પૂરો પાડવાના કદમ તરીકે ઓટોમોબાઈલ જાયન્ટ ઈન્ડીયા ગુજરાતની ઈન્ડસ્ટ્રીયલ ટ્રેઈનિંગ ઈન્સ્ટિટયુટસ (ITIs) 10 કાર એન્જીનનુ વિતરણ કરશે. ફોર્ડ ઈન્ડીયાએ કાર એન્જીન્સનુ યોગદાન આપવાના નિર્ણયની જાણ ઈ-મેઈલ વડે ગુજરાતના શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાને કરી છે.
મિત્રાએ જણાવ્યું હતું કે આ યોગદાનથી આઈઆઈટીના વિદ્યાર્થીઓને
અભ્યાસક્રમ વખતે મેળવવામાં સહાયતા થશે.

ફોર્ડ ઈન્ડીયાએ ઈમેઈલમાં જણાવ્યું હતું કે તે દર વર્ષે સપ્ટેમ્બર માસને ગ્લોબલ કેરીંગ માસ તરીકે મનાવે છે. આ ઉજવણીમાં સમાજને વ્યાપકપણે સહાયક બનતી વિવિધ પ્રકારની પહેલનો સમાવેશ થાય છે. આજ પહલરૂપે આઈટીઆઈને કાર એન્જીન આપી રહી છે.


આ પણ વાંચો :