ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: બુધવાર, 8 જૂન 2016 (12:19 IST)

આવી ગયુ મચ્છર ભગાડનારુ TV... જાણો શુ છે તેની કિમંત

ગરમી અને વરસાદના દિવસોમાં મચ્છરોથી પરેશાની સામાન્ય વાત છે. તેનો એક મોટો ખતરો મલેરિયા, ડેંગૂ અને ચિકનગુનિયા જેવી ભયંકર બીમારીઓ પણ છે. પણ હવે મચ્છરને ભગાડવાનો એક સ્માર્ટ રીત આવી ગઈ છે. તમારે કરવાનુ માત્ર એટલુ જ છે કે તમારી હાલની ટીવી વેચીને LGનુ ટીવી લઈ આવવાનું છે.  જી હા આ એક હકીકત છે. કોરિયાની ઈલેક્ટ્રોનિક્સ કંપની LG તમારે માટે એક એવુ ટીવી લઈને આવી છે જે મચ્છર ભગાડવામાં પણ સક્ષમ છે. એલજી ઈલેક્ટ્રોનિક્સે એક નિવેદનમાં જણાવ્યુ કે એલજી મૉસ્કિટો અવે ટીવી ભારતીય ગ્રાહકોને ધ્યાનમાં રાખીને વિકસિત કરવામાં આવી છે. 
 
તેમા એક અલ્ટ્રા સૉનિક પ્રણાલી લાગેલી છે જે એક વાર ચાલૂ થયા પછી મચ્છરોને દૂર રાખે છે. તેમા ધ્વનિ તરંગ તકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના કારણે કોઈ હાનિકારક રેડિએશનના ઉત્સર્જન વગર મચ્છરોને દૂર રાખી શકાય છે. 
 
કંપનીએ દાવો કર્યો છે કે આ તકનીક વૈશ્વિક સંગઠનોના નિયમો મુજબ છે. તેની તપાસ ભારતના આંતરરાષ્ટ્રીય જૈવ પ્રોદ્યોગિકી અને વિજ્ઞાન સંસ્થાનમાં પણ કરવામાં આવી છે. કંપનીએ જણાવ્યુ કે આ પ્રૌદ્યોગિકીમાં કોઈ પણ પ્રકારના હાનિકારક રસાયણ કે ઝેરનો પ્રયોગ કરવામાં આવ્યો નથી કે ન તો આને કોઈ સ્પેશયલ ટ્રીટમેંટની જરૂર છે કે ન તો ફરીવાર કશુ ભરાવવાની જરૂર છે. આ ઉપરાંત મચ્છર ભગાવનારી તકનીકનો પ્રયોગ કરવા માટે ટીવી હંમેશા ચાલૂ રાખવાની પણ જરૂર નથી. ઈંડિયન માર્કેટમાં આ 80 સીમીવાળા વેરિયંટની કિમંત 26,900 રૂપિયા છે. બીજી બાજુ 180 સીમીવાળા ટીવી માટે તમારે 47,500 રૂપિયા આપવા પડશે.