Gmail New features: હવે ખતમ થશે ઈમેલ લખવાનુ ટેંશન, જીમેલ પોતે જ લખશે મેલ ! AI યુક્ત થયો મેલ
ગૂગલે પોતાના એનુઅલ ડેવલોપર કૉન્ફ્રેંસ Google I/O 2023 ઈવેંટમાં જીમેલ માટે નવા ફીચર્સની જાહેરાત કરી. આ ફીચર્સની મદદથી યૂઝર્સને ઝડપથી અને વધુ સહેલાઈથી ઈમેલ લખવામાં મદદ મળશે. નવો એઆઈ ફીચર - હેલ્પ મી રાઈટ - યૂઝર્સના ઈનપુટના આધાર પર ઈમેલ ડ્રાફ્ટ બનાવવા માટે આર્ટિફિશિયલ ઈંટેલિજેંસનો ઉપયોગ કરે છે. ઉલ્લેખનીય છે કે આ ઈવેંટમાં ગૂગલે Pixel 7A અને પિક્સલ ફોલ્ડ સ્માર્ટફોનની સાથે એઆઈ ચૈટબોટ Bard ને પણ લોંચ કર્યુ છે.
જીમેલ પોતે લખશે મેલ !
નવા હેલ્પ મી રાઈટ ફીચરનો ઉપયોગ કરવા મટે યૂઝર્સે બસ એક ઈમેલ ટાઈપ કરવુ શરૂ કરવુ પડશે અને પછી હેલ્પ મી રાઈટ બટન પર ક્લિક કરવાનુ રહેશે. એઆઈ ત્યારે ઓટોમેટિક રીતે ઈમેલનો એક નવો ડ્રાફ્ટ તૈયાર કરશે. જેને યૂઝર્સ જરૂર મુજબ બદલી શકે છે અને સેંડ પર કરી શકે છે. ઉલ્લેખનીય છે કે જીમેલને એઆઈથી લૈસ કરવામાં આવ્યો છે, જે યૂઝર્સની જરૂરિયાત મુજબ મેસેજ ટાઈપ કરવામાં સક્ષમ છે.