સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: ગુરુવાર, 24 માર્ચ 2022 (11:39 IST)

Oppo K10 માર્કેટમાં લોન્ચ થઈ ગયો છે

Oppo K10 ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ થઈ ગયો છે. K-સિરીઝના પોર્ટફોલિયોમાં આ કંપનીનો નવો ફોન છે, તેમાં સ્નેપડ્રેગન 680 SoC પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે 8GB RAM સાથે જોડાયેલું છે. હેન્ડસેટમાં 6.59-ઇંચની ડિસ્પ્લેને 90Hz રિફ્રેશ રેટ મળે છે. ઓપ્પો K10માં 5,000mAh બેટરી આપવામાં આવી છે, જે 33W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
 
Oppo K10ની કિંમત 14,990 રૂપિયાથી શરૂ થાય છે તેમાં  6GB RAM + 128GB સ્ટોરેજ સાથે. તેમજ, સ્માર્ટફોનનો 8GB + 128GB સ્ટોરેજ વેરિઅન્ટ 16,990 રૂપિયામાં ઉપલબ્ધ છે. તેને બ્લેક કાર્બન અને બ્લુ ફ્લેમ કલર ઓપ્શનમાં ખરીદી શકાય છે. ઓપ્પો K10નું વેચાણ 29 માર્ચથી શરૂ થશે. તેને ફ્લિપકાર્ટ અને કંપનીના ઓનલાઈન સ્ટોર પરથી ખરીદી શકાશે.