રિલાયંસ જિયોએ મંગળવારે પોતાના યૂઝર્સ માટે 'ધન ધના ધન' ઓફર લોંચ કરી છે.

Last Updated: બુધવાર, 12 એપ્રિલ 2017 (12:09 IST)
રિલાયંસ જિયોએ મંગળવારે પોતાના યૂઝર્સ માટે ધન ધના ધન ઓફર લોંચ કરી છે. આ નવી ઓફર હેઠક કંપની યૂઝર્સને 309 રૂપિયામાં 3 મહિના સુધી અનલિમિટેડ ડેટા, કૉલ અને એસએએસ સર્વિસ ફ્રી આપી રહ્યા છે. આ પ્લાનમાં દર રોજ 1 જીબી ડેટા મળશે અને તેની વેલિડિટી 84 દિવસ રહેશે.

આ ઉપરાંત એક અન્ય પ્લાન પણ છે જેમા 509 રૂપિયા આપવા પડશે અને તેમા યૂઝર્સને રોજ 2 જીબી ડેટા મળશે. તેની વેલિડીટી પણ 84 દિવસની રહેશે.

આ બંને પ્લાન જિયો પ્રાઈમ મેંબર્સ માટે એક્સક્લૂસિવ રહેશે.
જો કે આ નવી ઓફર તેમને નહી મળે જેણે 'સમર સરપ્રાઈઝ' ઓફર લઈ રાખી છે. નોન પ્રાઈમ યૂઝર્સ માટે દરરોજ 1 જીબી ડેટા પ્લાનની કિમંત 408 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે કે 2 જીબી રોજ ડેટાની ડિમાંડ કરનારા યૂઝર્સને 608 રૂપિયા આપવા પડશે.

જિયોએ આ ઓફર 11 એપ્રિલના રોજ સમર સરપ્રાઈઝ ઓફરને પરત લીધા પછી લોન્ચ કરી. કંપનીએ આ વિશે પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર નોટિફિકેશન પણ રજુ કર્યુ છે.

ફેબ્રુઆરીમાં આ વર્ષે રિલાયંસ ચેયરમેન મુકેશ અંબાનીને જિયો પ્રાઈમ મેંબરશિપ વિશે જાહેરાત કરી હતી. તેની વન ટાઈમ સબ્સક્રિપ્શન ફી 99 રૂપિયા રાખી હતી. આ પ્રાઈમ મેંબરશિપ એક વર્ષ માટે અવેલેબર હતી. તેમા કસ્ટમર્સને 149 રૂપિયાથી શરૂ થનારા વિવિધ પ્રકારના પ્લાન પસંદ કરવાની સુવિદ્યા આપવામાં આવી હતી.આ પણ વાંચો :