શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Updated :નવી દિલ્હી. , મંગળવાર, 14 મે 2019 (15:49 IST)

Whatsapp Update: વ્હાટ્સએપમાં થઈ છે આ ગડબડ, 150 કરોડ યૂઝર્સને વ્હાટ્સએપ અપડેટ કરવાની સલાહ

જો તમે વ્હાટ્સએપનો ઉપયોગ કરો છો તો સાવધાન થઈ જાવ. આ માટે કોલિંગ ફીચરમાં વ્હાટ્સએપના એક બગની જાણ થઈ છે જે તમારી માહિતીને ચોરી શકે છે.  તેથી વ્હાટ્સએપે પોતાના 150 કરોડ યૂઝર્સને એપ અપડેટ કરવાની સલાહ આપી છે. 
 
ફેસબુકના આ એપને એક ગડબડીને જાણ થઈ છે. જેના દ્વારા તમારા ફોનની માહિતે ચોરી શકાય છે.  તેને સ્પઈવેયર કહે છે આ સ્પાઈવેયર તમારા ફોનમાં ફોન કૉલ ફંક્શન દ્વારા આવી શકે છે. 
 
ફાઈનેંશિયલ ટાઈમ્સની રિપોર્ટ મુજબ આ સ્પાઈવેર ઈઝરાયલની કંપની એનએસઓ ગ્રુપે બનાવી છે. જેમા વ્હાટ્સએપ ઑડિયો કોલ દ્વારા બગ તમારા ફોનમાં આવી શકે છે. આ તમારા ફોનમાં સ્પાઈવેયર ઈસ્ટોલ કરી નાખે છે. 
 
વ્હાટ્સએપે કહ્યુ છે કે તેને આની જાણ ગયા મહિને થઈ હતી. હવે તેને ફિક્સ કરી દીધી છે. વ્હાટ્સએપે કહ્યુ છે કે લોકોએ પોતાનો એપ લેટેસ્ટ વર્ઝન સાથે અપડેટ કરી લેવો જોઈએ.  સાથે જ લોકોને તેની ઓપરેટિંગ સિસ્ટમ પણ લેટેસ્ટ વર્ઝનમાં અપડેટ કરવાની સલાહ આપી છે. 
 
જો તમારી પાસે એંડ્રોયડ ફોન છે તો ગૂગલના પ્લેસ્ટોરમાં જાવ. Whatsapp ટાઈપ કરો. ત્યારબાદ વ્હાટ્સએપ પર જઈને તમારો એપ અપડેટ કરી લો. એપ્પલ યૂઝર્સ પણ પોતાના આઈઓએસ સ્ટોર દ્વારા એપ અપડેટ કરી શકે છે. 
 
ઈઝરાયેલના એનસેસઓ ગ્રુપ સરકાર માટે કામ કરે છે. વ્હાટ્સએપે પોતાના નિવેદનમાં કહ્યુ છે કે આ એક પ્રાઈવેટ કંપની છે જે સરકાર સાથે કામ કરે છે. બીજી બાજુ એનએસઓએ આ આરોપોને નકારી છે. વ્હાટ્સએપના મુજબ આ બગને કારણે ખૂબ ઓછા લોકો પ્રભાવિત થયા છે.