ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. જૈન
  3. જૈન ધર્મ વિશે
Written By
Last Modified: બુધવાર, 20 ઑગસ્ટ 2014 (14:03 IST)

શુક્રવારથી તપ-ત્યાગ પર્વ પર્યુષણનો પ્રારંભ

જૈન સમાજ પર્વાધિરાજ પર્યુષણ પર્વની ઉજવણી કરવા થનગની રહ્યો છે. શુક્રવારે દેરાવાસી મૂર્તિપૂજક સમાજ તથા શનિવારના સ્‍થાનકવાસી જૈન  સમાજના પર્યુષણ મહાપર્વનો શુભારંભ થશે. આઠ દિવસ સુધી આ પર્વની ધર્મોલ્લાસપૂર્વક તપ ત્‍યાગપૂર્વક ભવ્‍ય રીતે ઉજવણી થશે. જિનાલયો તથા ઉપાશ્રયોમાં પ્રાર્થના- પ્રવચન - પ્રતિક્રમણ સહિત અનેક ધર્મભીના આયોજન થયેલ છે.

ધર્મસ્‍થાનોમાં બીરાજમાન પૂજય સાધુ- સાધ્‍વીજીઓ વિવિધ વિષયો ઉપર જિનવાણી ફરમાવશે.

   હજારો શ્રાવક- શ્રાવિકાઓ તપ- ત્‍યાગ- ભકિતમાં ઝૂલશે. દાન- શીલ- તપ- જપના રંગે રંગાશે. પર્વાધિરાજ પર્યુષણ પર્વ જૈનોનું સૌથી મોટું પર્વ ગણાય છે. જિનાલયોમાં પ્રભુની ભવ્‍ય આંગી કરવામાં આવે છે. જીવદયામાં શ્રાવક- શ્રાવિકાઓ ભવ્‍ય આંગી કરવામાં આવે છે.

   જીવદયામાં શ્રાવક- શ્રાવિકાઓ ઉદાર દિલે દાન આપી અનેકવિધ પુણ્‍યના સદ્દકાર્યો કરશે. આઠ દિવસ સુધી ચતુર્વિધ સંઘ જ્ઞાન- દર્શન- ચારિત્ર અને તપમાં લીન બનશે.

   ધર્મસ્‍થાનો- ઉપાશ્રયો તથા શહેરના અનેક જિનાલયોમાં બીરાજમાન પૂજય સંત- સતિજીઓ જિન આગમોનું વાંચન કરશે.