જન્માષ્ટમી વિશે જાણકારી

Janmashtami

અષ્ટમી બે પ્રકારની છે-પહેલી અષ્ટમી અને બીજી જ્યંતિ. આમાંથી ફક્ત પહેલી અષ્ટમી છે. સ્કન્દ પુરાણ અનુસાર જે વ્યક્તિ જાણતાં હોવા છતાં પણ કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત નથી કરતી તે વ્યક્તિ જંગલમાં સાપ અને જંગલી પશુ બને છે.

બ્રહ્મપુરાણનું કથન છે કે કળયુગમાં શ્રાવણ વદની અષ્ટમીમાં અઠ્ઠાવીસમાં યુગમાં દેવકીના પુત્ર શ્રીકૃષ્ણ જન્મ્યા હતાં. જો દિવસ કે રાત્રિમાં કલામાત્ર પણ રોહિણી ન હોય તો વિશેષકર ચંદ્રમા સાથે મળેલી રાત્રિમાં આ વ્રત કરો.

ભવિષ્યપુરાણનું વચન છે- શ્રાવણ મહિનાની વદમાં કૃષ્ણ જન્માષ્ટમી વ્રતને જે કોઈ મનુષ્ય નથી કરતો તે ક્રુર રાક્ષસ હોય છે. ફકત અષ્ટમી તિથિમાં જ ઉપવાસ કરવાનું કહેવામાં આવ્યું છે. જો તે જ તિથિ રોહીણી નક્ષત્રથી સંબંધીત હોય તો જ્યંતિના નામથી ઓળખવામાં આવે છે.

વહ્નિપુરાણનું વચન છે કે કૃષ્ણપક્ષની જન્માષ્ટમીમાં જો એક કળા પણ રોહિણી નક્ષત્ર હોય તો તેને જ્યંતિ નામથી જ સંબોધિત કરાશે. જેથી કરીને આમાં પ્રયત્ન દ્વારા ઉપવાસ કરવો જોઈએ.

વિષ્ણુરહ્સ્યાદિ વચનથી- કૃષ્ણપક્ષની અષ્ટમી રોહિણી નક્ષત્રથી યુક્ત શ્રાવણમાસમાં હોય તો તે જ્યંતિ નામાવલી જ કહેવાશે.
વસિષ્ઠા સંહિતાનો મત છે કે- જો અષ્ટમી કે રોહીણી આ દિવસોનો યોગ અહોરાત્રમાં અસંપુર્ણ પણ હોય તો મુહુર્ત માત્રમાં પન અહોરાત્રના યોગમાં પણ ઉપવાસ કરવો જોઈએ.
મદન રત્નના સ્કન્દ પુરાણનું વચન છે કે જે ઉત્તમ પુરૂષ છે તે ચોક્કસરૂપે જન્માષ્ટમીંનું વ્રત કરે છે. તેમની પાસે હંમેશા સ્થિર લક્ષ્મી હોય છે. આ વ્રત કરવાથી તેમના પ્રભાવ દ્વારા બધા જ કાર્યો સિદ્ધ થાય છે.

વિષ્ણુ ધર્મ અનુસાર જન્માષ્ટમી રોહિણી અને શિવરાત્રિ પૂર્વવિદ્ધા જ કરવી જોઈએ તેમજ નક્ષત્રના અંતમાં પારના કરો. આમાં ફકત રોહીણી ઉપવાસ પણ સિદ્ધ છે.


આ પણ વાંચો :