બુધવાર, 24 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. જન્માષ્ટમી વિશેષ
Written By
Last Updated : શુક્રવાર, 11 ઑગસ્ટ 2017 (17:12 IST)

ભગવાન શ્રીકૃષ્ણની અદ્દભૂત શક્તિઓનું રહસ્ય જાણી લો

શ્રી કૃષ્ણએ બાળપણથી જ ચમત્કાર બતાડવા શરૂ કરી દીધા હતા. પુતનાનો વધ કર્યો અને ગોવર્ધન પર્વત પોતાની નાનકડી આંગળી પર ઉઠાવી લીધો. કાળિયા દહમાં જઈને કાળિયાને યમુનાથી ચાલ્યા જવા માટે વિવશ કરી દીધા

 
 
આવા અનેક કાર્ય શ્રી કૃષ્ણએ કરી બતાવ્યા. આ કાર્યોને કારણે લોકો ને લાગવા માંડ્યુ કે શ્રી કૃષ્ણ કોઈ સામાન્ય મનુષ્ય નહી પણ કોઈ મહામાનવ છે. પણ શુ તમે જાણો છો ભગવાન શ્રી કૃષ્ણની આ અદ્દભૂત શકિનુ રહસ્ય ? 
 
 
જન્મ સમયે છુપાયેલુ શ્રી કૃષ્ણની શક્તિનુ રહસ્ય 
 
ભગવાન શ્રી કૃષ્ણની શક્તિઓનુ રહસ્ય તેમના જન્મ સમયમાં છુપાયેલુ છે. જ્યારે શ્રી કૃષ્ણનો જન્મ થયો ત્યારે બધા ગ્રહ નક્ષત્ર પોતાની શુભ સ્થિતિમાં આવીને બિરાજમાન થઈ ગયા. 
 
શ્રી કૃષ્ણની કુડળી બતાવે છેકે કૃષ્ણનો જન્મ ભાદ્ર માસ કૃષ્ણપક્ષની અષ્ટમી તિથિની રોહિણી નક્ષત્રમાં મહાનિશિથ કાળમાં વૃષભ લગનમાં થયો હતો. 
 
એ સમયે વૃષભ લગ્નની કુંડળીમાં લગ્નમાં ચન્દ્ર અને કેતુ ચતુર્થ ભાવમાં સૂર્ય પંચમ ભાવમાં બુધ અને છઠા ભાવમાં શુક્ર અને શનિ બેસ્યા હતા. 
 
જ્યારે કે સપ્તમ ભાવમાં રાહુ ભાગ્ય સ્થાનમાં મંગળ અનેઅગિયારમાં મતલબ લાભ સ્થાનમાં ગુરૂ બેસ્યા છે. કુંડળીમાં રાહુને છોડી દઈએત તો બધા ગ્રહ પોતાની ઉચ્ચ અવસ્થામાં કુંડ્ળી જોતા જ લાગે છે કે આ કોઈ મહામાનવની કુંડળી છે.