સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: ગાંધીનગરઃ , સોમવાર, 5 જૂન 2023 (18:19 IST)

ધો.12 સા.પ્ર.ના વિદ્યાર્થીઓ ધ્યાન આપો, પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ

exam
અગાઉ 5 જૂન સુધી પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો હવે 9 જૂન કરવામાં આવી
 
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં એક-બે વિષયમાં નાપાસ થયેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ છે. અત્રે તમને જણાવી દઈએ કે, હવે 9 જૂન સુધી પૂરક પરીક્ષાના ફોર્મ શાળાઓ ઓનલાઇન ભરી શકશે.એક કે બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ જુલાઈમાં પૂરક પરીક્ષા આપી શકશે તેમજ ગેરહાજર વિદ્યાર્થીઓ પણ જુલાઈમાં પૂરક પરીક્ષા આપી શકશે. અગાઉ 5 જૂન સુધી પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો જો કે, સમય મર્યાદા વધારી હવે 9 જૂન સુધી કરવામાં આવી છે, પૂરક પરીક્ષાના ફોર્મ શાળાઓ દ્વારા ઓનલાઇન ભરાઈ રહ્યાં છે.
 
સૌથી ઓછુ પરિણામ લીમખેડા કેન્દ્રનું
 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થઈ ગયું હતું. ધોરણ 12 સાયન્સનું 65.58 ટકા પરિણામ જાહેર થયું હતું. જિલ્લા પ્રમાણે વાત કરીએ તો મોરબી જિલ્લો 83.22 ટકાના પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં મોખરે રહ્યું છે, જ્યારે દાહોદ જિલ્લો છેલ્લા ક્રમે રહ્યો છે. કેન્દ્રની વાત કરીએ તો સૌથી વધુ પરિણામ હળવદ કેન્દ્રનું 90.41% આવ્યું જ્યારે સૌથી ઓછુ પરિણામ લીમખેડા કેન્દ્રનું 22% આવ્યું અને રાજ્યમાં 27 શાળાઓનું 100% પરિણામ આવ્યું તેમજ રાજ્યમાં 76 શાળાઓનું પરિણામ 10%થી ઓછું આવ્યું છે.