સંબંધિત સમાચાર
- JEE Main Results 2021- જેઈઈ મેન પરિણામ રજૂ 44 ઉમેદવારોને મળ્યા 100 ટકા અને 18ને મળી પ્રથમ રેંક
- JEE Main Result 2021: jeemain.nta.nic.in પર રજુ થયુ જેઈઈ મેન અંતિમ ઉત્તર કુંજી, પરિણામ જલ્દી
- NIRF Ranking 2021- શિક્ષણ મંત્રીએ જાહેર કરી NIRF રેન્કિંગ, IIT મદ્રાસ દેશના બેસ્ટ શૈક્ષણિક સંસ્થાન
- SSC GD Constable Exam Date 2021: એસએસસી જીડી કૉન્સ્ટેબલ, સ્ટેનો સહિત અનેક પરીક્ષાઓની તારીખ જાહેર, જુઓ ડિટેલ્સ
- SSC પરીક્ષા 2021- SSC પરીક્ષાની તારીખ જાહેર
CTET 2021 પરીક્ષાઓની તારીખ થઈ જાહેર, આ વખતે પરીક્ષા ઓનલાઈન યોજાશે
CTET 2021 Registration: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (CTET) ની તારીખો જાહેર કરી છે. CTET 15 મી આવૃત્તિની પરીક્ષા 16 ડિસેમ્બર 2021 થી 13 જાન્યુઆરી 2022 સુધી CBT (Computer Based Test) મોડમાં લેવામાં આવશે. આ પરીક્ષા દેશભરમાં 20 ભાષાઓમાં લેવામાં આવશે. CBSE દર વર્ષે સરકારી સ્કૂલોમાં શિક્ષકોની યોગ્યતા પરીક્ષા CTET નું આયોજન ઓફલાઇન મોડમાં કરે છે. આ વર્ષથી પરીક્ષાના મોડમાં ફેરફાર કરતા તેને ઓનલાઇન આયોજિત કરવામાં આવશે.
પરીક્ષા, અભ્યાસક્રમ, પાત્રતા માપદંડ, પરીક્ષા ફી, પરીક્ષા શહેર અને મહત્વની તારીખો વગેરેની વિગતવાર માહિતી બુલેટિન ctet.nic.in પર CTET ની સત્તાવાર વેબસાઇટ પર ટુંક સમયમાં ઉપલબ્ધ કરવામાં આવશે. ઉમેદવારોએ COVID-19 ની ગાઇડલાઇન સાથે પરીક્ષા આપવાની રહેશે. બોર્ડનું કહેવું છે કે, ઓનલાઇન પરીક્ષા આયોજિત થવાની પ્રક્રિયામાં તેજી આવશે.
બોર્ડએ CTET એક્ઝામના વર્તમાન સિલેબસ અને પેટર્નમાં પણ ફેરફાર કર્યો છે. પ્રશ્નપત્રોને વાસ્તવિક જ્ઞાન અને અધિક વૈચારિક સમજ, સમસ્યા-સમાધાન, તર્ક અને મહત્વપૂર્ણ વિચારની આકારણી કરવા માટે તૈયાર કરવામાં આવશે. બોર્ડએ 30 જુલાઇના રોજ નોટિસ જારી કરીને જણાવ્યું હતું કે, પરીક્ષા ડિસેમ્બર 2021 થી જાન્યુઆરી 2022 સુધી આયોજિત થશે. પરીક્ષાની તારીખો હવે જાહેર થઇ ગઇ છે.
