રવિવાર, 19 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Updated : મંગળવાર, 17 ઑક્ટોબર 2023 (17:09 IST)

જલસા કરો 30 વર્ષ પછી મળશે સરકારી નોકરી

Exams To Crack After 30: ઘણી વખત કેટલાક લોકો સાથે એવુ થાય છે કે જેમ જેમ તેમની ઉંમર વધે છે તેમ તેમ તેઓ તેમની કરિયરમાં સ્થિર થઈ શકતા નથી. તેની પાછળના કારણો અલગ-અલગ છે. ઘણી વખત વ્યક્તિ યોગ્ય કરિયર પસંદ કરી શકતો નથી અને ઘણી વખત દરેક ક્ષેત્રમાં નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. જો તમને પણ આ સમસ્યા છે તો ટેંશન ન કરશો.  એવી ઘણી પરીક્ષાઓ છે જેના માટે 30 ની આસપાસ અથવા 30 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે. આ પરીક્ષાઓ પાસ કર્યા પછી વ્યક્તિને સારી સરકારી નોકરી મળે છે. ચાલો જાણીએ આવા જ કેટલાક વિકલ્પો વિશે.
 
UPSC CSE અને અન્ય પરીક્ષાઓ
UPSC CSE પરીક્ષા પાસ કર્યા પછી, વ્યક્તિને રેન્ક અનુસાર ખૂબ સારી નોકરી મળે છે. જો કે અહીં સ્પર્ધા ખૂબ વધુ છે, 30 વર્ષના યુવાનો માટે તક સમાપ્ત થતી નથી. જનરલ કેટેગરીના ઉમેદવારો 32 વર્ષ સુધી અરજી કરી શકે છે. આ ઉપરાંત, ઘણી ખાલી જગ્યાઓ આવતી રહે છે જેના માટે સામાન્ય રીતે 32 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરવા પાત્ર છે. અપડેટ્સ અને નવી ભરતીઓ વિશે જાણવા માટે સમય સમય પર UPSC વેબસાઇટ upsc.gov.in ની મુલાકાત લેતા રહો.
 
આ ઉપરાંત, તમે સ્ટેટ સર્વિસેસ સેવાઓની પરીક્ષા માટે પણ અરજી કરી શકો છો. અહીં પણ સામાન્ય વય મર્યાદા 32 વર્ષની આસપાસ છે. UPSC CSE ની સરખામણીમાં અહીં સ્પર્ધા થોડી ઓછી છે.
 
બૈકિંગ સેક્ટર જોબ્સ 
બૈકિંગ સેક્ટરમાં રસ છે તો અહી સમય-સમય પર નીકળનારી ભરતી પર નજર રાખો અને એપ્લાય કરી દો. સામાન્ય રીતે પ્રોબેશનરી ઓફિસર જેવા પદ પર 30 વર્ષ સુધીના કૈડિડેટ એપ્લાય કરી શકે છે. જેવા કે એસબીઆઈમાં જ પીઓ પદ માટે આયુ સીમા 30 વર્ષ છે. અનામત શ્રેણીમાં તેમા છૂટ મળે છે અને ઓછી વધુ વય હોય તો પણ અરજી કરી શકો છો.  
 
રેલવેનની નોકરીઓ
રેલવેની નોકરીઓ ખાસ કરીને યુવાનોમાં વિશેષ પસંદ કરવામાં આવે છે અને તેમની સારી વાત એ છે કે મોટાભાગની પોસ્ટ માટે મહત્તમ વય મર્યાદા 32 વર્ષની આસપાસ છે. તેથી, અહીં આવતી ખાલી જગ્યાઓ પર નજર રાખો અને અરજી કરો. યોગ્ય તૈયારી સાથે તમે આ એક્ઝામ ક્રેક કરી શકો છો.
 
આ ઓપ્શન પણ છે
આ ઉપરાંત  કેટલાક એવા વિકલ્પો છે જેમાં તમે પરીક્ષામાં બેસીને સારી સરકારી નોકરી મેળવી શકો છો. તમે આ વિસ્તારો પણ અજમાવી શકો છો. તેમની યાદી નીચે મુજબ છે -
 
એસએસસી સીજીએલ 
 
યુજીસી નેટ
 
સેંટ્રલ ટીચર એલીજીબીલીટી ટેસ્ટ 
 
રિસર્ચ એંડ એકેડેમિક સર્વિસેસ 
 
નાબાર્ડ ગ્રેડ B
 
ગવર્મેંટ લોયર 
 
ડિફેંસ સર્વિસેસ