બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: બુધવાર, 30 ઑક્ટોબર 2024 (11:45 IST)

Government Job - દિવાળી પહેલા ગુજરાત સરકારે આપ્યા ગુડ ન્યુઝ, સરકારી શાળાઓમાં 13800 શિક્ષકોની થશે ભરતી

school teacher
school teacher
Gujarat Government Big Announcement: શિક્ષકોની ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. શિક્ષા મંત્રી કુબેર ડિંડોરે એક્સ પર પોસ્ટ કરી દિવાળી પહેલા મોટા સમાચાર આપ્યા છે. સરકારી પ્રાઈમરી શાળાઓમા ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 સુધીના કુલ  13800 ટીચર્સની ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત નજીકના ભવિષ્યમાં પ્રથમિક શિક્ષકોના અનુરોધ પર ડિસ્ટ્રિક્ટ ટ્રાંસફર શિબિરનુ પણ આયોજન કરવામાં આવશે. 
 
રાજ્ય સરકારનુ મોટુ એલાન 
રાજ્ય સરકાર ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 સુધીના 13800 શિક્ષકોની ભરતી કરશે.  આ માટે ઓફિશિયલ નોટિકિકેશન 1 નવેમ્બર 2024 ના રોજ પબ્લિશ કરવામાં આવશે.  એટલે નવા વર્ષ પહેલા સરકાર શિક્ષકની ભરતીની રાહ જોઈ રહેલ કૈંડિડેટ્સને મોટી ભેટ આપશે. 

 
શિક્ષા મંત્રી કુબેર ડિંડોરે એક્સ પર કહ્યુ કે શિક્ષકોની ભરતી ઉપરાંત નજીકના ભવિષ્યમાં ડિસ્ટ્રિક્ટ ફેયર ટ્રાંસફર કૈપનુ પણ આયોજન કરવામાં આવશે.  આ ટ્રાંસફર કૈપ ક્યારે આયોજીત થશે તેની તારીખ જલ્દી જ જાહેર કરવામાં આવશે.