ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: શુક્રવાર, 24 જૂન 2022 (17:20 IST)

IAF Agniveer Recruitment 2022 @agnipathvayu.cdac.in: વાયુસેનામાં અગ્નિવીરની ભરતી માટે રજીસ્ટ્રેશન આજથી શરૂ, જાણી લો કેવી રીતે કરશો એપ્લાય

IAF Agniveer Recruitment 2022 @agnipathvayu.cdac.in: ભારતીય વાયુસેનામાં અગ્નિવીરવાયુ ભરતી માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા આજ 24 જૂનથી શરૂ થઈ રહી છે. વાયુસેનામાં 22 જૂનના રોજ આ ભરતી માટે વિસ્તૃત નોટિફિકેશન રજુ કરવામાં આવી હતી. અરજી, પસંદગી અને ભરતીની વિસ્તૃત માહિતી ઉમેદવાર ઈંડિયન એયરફોર્સની ઓફિશિયલ વેબસાઈટ indianairforce.nic.in પર રજુ નોટિફિકેશનમાં ચેક કરી શકો છો. ઓનલાઈન રજીસ્ટ્રેશન આજે 24 જૂનથી શરૂ થશે અને 05 જુલાઈ સુધી ચાલુ રહેશે. 
 
ઓનલાઈન પરીક્ષા 24 જુલાઈથી થશે શરૂ 
અગ્નિવીરોની ઓનલાઈન પરીક્ષા 24 જુલાઈથી 31 જુલાઈ, 2022 દરમિયાન યોજાશે અને આ માટેની અરજી પ્રક્રિયા 24 જૂન એટલે કે આજથી શરૂ થઈ ગઈ છે. આ પછી, 10 ઓગસ્ટે, બીજા તબક્કાની પરીક્ષા માટે પ્રવેશ કાર્ડ જારી કરવામાં આવશે. પરીક્ષાનો બીજો તબક્કો 21 થી 28 ઓગસ્ટ 2022 દરમિયાન યોજાશે. તે જ સમયે, 29 ઓગસ્ટથી 8 નવેમ્બર 2022 સુધી, વિદ્યાર્થીઓની તબીબી તપાસ કરવામાં આવશે અને તેનું પરિણામ 1 ડિસેમ્બર 2022 ના રોજ જાહેર કરવામાં આવશે.
 
મહત્વપૂર્ણ તારીખો
 
અરજી શરૂ થવાની તારીખ - 20મી જૂન, 2022
અરજી જમા કરવાની તારીખ - 24 જૂન, 2022
અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ - 5 જુલાઈ, 2020
પરીક્ષાની તારીખ,  - જુલાઈ 24 થી જુલાઈ 31, 2022
પરીક્ષાની તારીખ, બીજો તબક્કો - 21મી ઓગસ્ટથી 28મી ઓગસ્ટ 2022
 
આ વેબસાઈટ પર કરો એપ્લાય 
એરફોર્સમાં અગ્નિપથ માટે અરજી કરી હોય તેવા ઉમેદવારોની વેબસાઇટ લિંક  https://agnipathvayu.cdac.in/AV/ પર જવુ પડશે. અહી અગ્નિપથ એપ્લિકેશન ફોર્મ 2022 પર ક્લિક કરો. 24 જૂનના રોજ સવારે 10 વાગ્યાથી 05 જુલાઈના રોજ સાંજે 5 વાગ્યા સુધી અરજી કરી શકાશે.
 
અગ્નિવીરોને 30 દિવસની મળશે રજા 
અગ્નિવીરોની ભરતીમાં રજાઓને લઈને સૌથી મોટો પેચ ફસાયેલો હતો. પરંતુ એરફોર્સે સ્પષ્ટ કર્યું છે કે તેમને વર્ષમાં ત્રીસ દિવસની રજા આપવામાં આવશે. સાથે જ એવોર્ડને લઈને ચિત્ર પણ સ્પષ્ટ થઈ ગયું છે. અગ્નિવીર તમામ સૈન્ય સન્માન અને પુરસ્કારોના હકદાર બનશે.