બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: ગુરુવાર, 21 જાન્યુઆરી 2021 (10:57 IST)

કોરોના કાળમાં અમદાવાદમાં LD એન્જિનિયરિંગના BEના છેલ્લા વર્ષના 250 વિદ્યાર્થીને 7 લાખ સુધીનું જોબ પેકેજ અપાયું

કોરોના કાળમાં પણ એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજના બીઈના ફાઈનલ યરના 250 વિદ્યાર્થીને રૂ.3.5 લાખથી રૂ.7 લાખ સુધીનું જોબ પેકેજ મળ્યું છે. મે-જૂન 2021માં પાસ આઉટ થનારા વિદ્યાર્થીઓ માટે યોજાયેલા પ્લેસમેન્ટમાં વિવિધ સેક્ટરની 20 કંપનીઓએ ભાગ લીધો હતો. જેમાં ગ્રેજ્યુએટ જોબ ટ્રેઈની જોબ પેકેજ ઓફર કરાયું છે. હજુ પણ જાન્યુઆરીથી મે મહિના સુધીના બીજા તબક્કાના જોબ પ્લેસમેન્ટમાં અન્ય કંપનીઓ સારા પગાર સાથેની જોબ ઓફર કરશે. એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજના વિવિધ બ્રાંચના બીઈ ફાઈનલ યરના વિદ્યાર્થી માટે ઓક્ટોબરથી ડિસેમ્બરમાં ઓનલાઈન જોબ પ્લેસમેન્ટનું આયોજન કરાયું હતું. બીઈ ફાઈનલ યરના 750થી વધુ વિદ્યાર્થીમાંથી પ્રવેશની પાત્રતા ધરાવતા 250ને આઈટી, ઓઈલ એન્ડ ગેસ, કોમ્યુનિકેશન, પાવર સેક્ટર, ટેક્સટાઈલ સહિતના સેક્ટરની 20થી વધુ કંપનીઓએ ભાગ લીધો હતો. કોરોના કાળના પ્રથમ તબક્કાના ઓનલાઈન પ્લેસમેન્ટમાં વિવિધ કંપનીઓની જરૂરિયાત તેમજ શરતોને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓની પસંદગીની સંમતિ ઓનલાઈન લેવામાં આવી હતી. કંપનીઓના પ્રતિનિધિઓની સાથે તમામ પ્રકારની પ્લેસમેન્ટની પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી હતી. આ પ્લેસમેન્ટ અંગે એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજના પ્રિ.ડો.રાજુલ ગજ્જર અને પ્લેસમેન્ટ ઓફિસર ડો.વી.પી.પટેલે જણાવ્યું કે,‘કોરોના કાળમાં અમારી કોલેજના વિદ્યાર્થીઓને અગાઉના વર્ષોની જેમ આ વર્ષે પણ નોંધપાત્ર જોબ પેકેજ ઓફર થયું છે. વિદ્યાર્થીઓ માટે ઓફર કરાતું જોબ પ્લેસમેન્ટનું સરેરાશ વાર્ષિક પેકેજ પણ જળવાઈ રહ્યું છે.’