રવિવાર, 4 ડિસેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified સોમવાર, 29 ઑગસ્ટ 2022 (11:42 IST)

NEET 2022 Answer Key: નીટ 2022 ની આન્સર કી આવતીકાલે થશે જાહેર, જુઓ નોટિસ

neet
NEET 2022 Answer Key: નેશનલ ટેસ્ટિંગ એજન્સી,  NTA ની તરફથી નીટ યૂજી 2022ની ઉત્તરવહી આવતીકાલે એટલે કે 30 ઓગસ્ટના રોજ રજુ કરવામાં આવશે.  એનટીએ તરફથી સત્તાવાર વેબસાઈટ  neet.nta.nic.in પર રજુ કરવામાં આવેલ નોટિસ મુજબ રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા, અંડર ગ્રેજ્યુએટ  NEET UG 2022 ની આંસર કી આવતીકાલે એટલે કે 30 ઓગસ્ટ સુધી રજુ કરવામાં આવશે. જ્યારબાદ વિદ્યાર્થી તેના પર વાંધો નોધાવી શકશે. આ માટે વિદ્યાર્થીઓએ પ્રતિ આંસર કી માટે 200 રૂપિયા જમા કરાવવા પડશે. 
 
 બીજી બાજુ નોટિસમાં માહિતી આપવામાં આવી છે કે નીટ  યૂજીનુ પરિણામ 7 સપ્ટેમ્બર 2022ના રોજ જાહેર કરવામાં આવશે. આંસર કી અને પરિણામ સંબંધી અન્ય કોઈપણ માહિતી માટે વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઈટ  neet.nta.nic.in પર વિઝિટ કરી શકે છે. 
 
ઉલ્લેખનીય છે કે NEET UG પરીક્ષા સમગ્ર દેશમાં 17 જુલાઈ 2022 ના રોજ લેવામાં આવી હતી. આ પરીક્ષા દેશના 497 શહેરોમાં 3570 પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી. તે જ સમયે, ભારત બહારના 14 શહેરોમાં પરીક્ષા લેવામાં આવી હતી. NTA દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે OMR આન્સર શીટની સ્કેન કોપી અને રેકોર્ડ રિસ્પોન્સ પણ આન્સર કી સાથે અપલોડ કરવામાં આવશે. તે જ સમયે, OMR જવાબ પત્રકની નકલ ઉમેદવારોના રજિસ્ટર્ડ ઈમેલ આઈડી પર પણ મોકલવામાં આવશે. આ સિવાય વિદ્યાર્થીઓ આ સંબંધિત માહિતી માટે આ લિંક પર જઈ શકે છે.https://cdnbbsr.s3waas.gov.in/s37bc1ec1d9c3426357e69acd5bf320061/uploads/2022/08/2022082690.pdf પર જઈને નોટિસ વાંચી શકે છે.