ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. જ્યોતિષવિજ્ઞાન
  4. »
  5. જ્યોતિષ 2013
Written By વેબ દુનિયા|

ખરીદીનુ મહામુહુર્ત : શનિ-રવિ પુષ્ય નક્ષત્ર

27 કલાક રહેશે નક્ષત્રોનો રાજા પુષ્ય નક્ષત્ર

P.R

દીવાળીના 7 દિવસ પહેલા ખરીદીનુ મહામુહૂર્ત શનિ અને રવિ પુષ્ય 26 અને 27 ઓક્ટોબરના રોજ છે. આ વખતે નક્ષત્રોનો રાજા પુષ્ય નક્ષત્ર પૂરા 27 કલાક રહેશે.

આ નક્ષત્રમાં કરવામાં આવેલ ખરીદી સ્થાયી લાભ આપે છે. તહેવારની મોટાભાગની ખરીદી આ મુહૂર્તમાં થાય છે. વેપારીઓએ આ મહામુહુર્ત પર આવનારા ગ્રાહકોના સ્વાગતની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

આ વખતે લક્ષ્મી પૂજન તહેવાર દિવાળીના પહેલા આ મહામુહુર્ત 26 ઓક્ટોબર શનિવારે સાંજે 4.27 મિનિટથી શરૂ થઈને 27 ઓક્ટોબર રવિવારે રાતે 7.12 મિનિટ સુધી રહેશે. આ સાથે જ નક્ષત્રના પહેલા દિવસે શનિવારે અહોઈ અષ્ટમી અને ત્રિપુષ્કર યોગ રહેશે. જ્યારે કે રવિવારે સર્વાર્થસિદ્ધિ યોગ રહેશે.

આ દરમિયાન શનિ પોતાની ઉચ્ચ રાશિ તુલામાં રહેશે. જે પુષ્ય નક્ષત્રનો સ્વામી છે. આવો સુંદર સંયોગ 6 અને 7 નવેમ્બરના રોજ 1982માં બન્યો હતો.

P.R

નક્ષત્રોનો રાજા પુષ્ય

જ્યોતિષ શાસ્ત્રમાં 27 નક્ષત્ર માનવામાં આવ્યા છે. જેમા પુષ્યને નક્ષત્રોનો રાજા મનાય છે. જેનો સ્વામી શનિ અને દેવ ગુરૂ છે.

જેને કારણે રવિવાર, ગુરૂવાર અને શનિવારના રોજ પુષ્ય નક્ષત્ર આવતા તેનુ મહત્વ અનેકગણું વધી જાય છે.

પ્રાચીન કાળથી જ જ્યોતિષ 27 નક્ષત્રોને આધારે ગણતરીઓ કરે છે. તેમાંથી દરેક નક્ષત્રની શુભાશુભ અસરો માનવજીવન પર પડે છે. નક્ષત્રોના આ ક્રમમાં આઠમા સ્થાન પર પુષ્ય નક્ષત્ર છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પુષ્ય નક્ષત્રમાં ખરીદવામાં આવેલી કોઈ પણ વસ્તુ વધારે લાંબા સમય સુધી ઉપયોગી રહે છે, તથા પુષ્યને શુભ ફળ આપનાર નક્ષત્ર અને સ્થાયી નક્ષત્ર કહેવામાં આવે છે.

પુષ્યને નક્ષત્રનો રાજા પણ કહે છે. આ નક્ષત્ર સપ્તાહના વારની સાથે મળીને અલગ-અલગ યોગ બનાવે છે. તેનું વિશેષ મહત્વ હોય છે. રવિવાર, ગુરૂવાર અને શનિવારે આવનારું પુષ્ય નક્ષત્ર વધારે શુભ અસર આપનારું હોય છે. ઋગ્વેદમાં તેને મંગળકર્તા, વૃદ્ધિકર્તા, આનંદકર્તા તથા શુભ કહેવામાં આવ્યું છે.દિવાળી પહેલા આવનારું પુષ્ય નક્ષત્ર વિશેષ માનવામાં આવે છે, કારણ કે દિવાળીની ખરીદી માટે તે વિશેષ શુભ હોય છે, જેનાથી જે પણ વસ્તુઓ આ દિવસે આપ ખરીદો છો તે લાંબા સમય સુધી ઉપયોગી રહે છે.