1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2015
Written By
Last Updated : બુધવાર, 24 ડિસેમ્બર 2014 (18:08 IST)

ટેરો 2015 રાશિફળ - ટેરો રીડિંગ - જાણો ટેરો કાર્ડ મુજબ કેવુ રહેશે તમારુ નવુ વર્ષ 2015

મેષ ટેરોનું 2015 રાશિફળ - ટેરો રીડિંગ 2015 (7 of cups, The Magician, Page of pentacles)
 
મેષ ટેરો રીડિંગ - ટેરોના મુજબ આ વર્ષે ખ્યાલી ખિચડી ન પકવશો. તમને નોકરી કે કામ-કાજ સાથે જોડાયેલ નવા વિકલ્પ મળી શકે છે. જો કે ઉતાવળમાં નિર્ણય લેવાથી આ વર્ષે તમારે બચવુ જોઈએ. આ પાકુ કરે કે તમે યોજનાઓને અમલમાં લાવવા માટે તમારી તરફથી પુર્ણ કોશિશ કરશો. આ વર્ષે નિર્ણય લેવાથી તમારે બચવુ જોઈએ. ખાસ કરીને નાક. કાન અને ગળા સાથે જોડાયેલ રોગોથી બચો. મહેનત અને લગનથી તમે આ વર્ષે જે ચાહો તે મેળવી શકો છો. કરવામાં આવેલ વચનો નિભાવો અને બીજા પર વિશ્વાસ કરો. આ પોતાની ક્ષમતાઓને બતાડવાનો યોગ્ય સમય છે. બ્રેક અપથી બચવા માટે એકબીજાનો વિશ્વાસ ન તોડશો. સાથે જ તમારા પ્રિયજનો સાથે થોડો વધુ સમય વિતાડવાનો પ્રયત્ન કરો. 
 
સલાહ - કાળા રંગના કપડા ન પહેરો અને શ્વાનોને ખવડાવો 
 
વૃષનુ ટેરો રાશિફળ 2015 (4 of Wands, The Hermit, Knight of Cups)
 
વૃષભ  ટેરો રીડિંગ -  લાંબા સમયથી ટાળી રહેલ પુરસ્કાર કે સમારંભ આ વર્ષે થઈ શકે છે. મનોરંજન અને ફરવા સાથે જોડાયેલ કામ માટે આ સારો સમય છે. ટેરો રીડિંગ 2015 મુજબ આ વર્ષે તમે નવુ ઘર ખરીદી શકો છો. કે પછી કોઈ નવુ કામ શરૂ કરી શકો છો. નવી શક્યતાઓ અને નવા તકોની હિસાબથી આ ખૂબ જ ઉમ્દા વર્ષ સાબિત થશે. તમે નવી નોઅ ક્રી કે વ્યવસાયમાં સ્થિરતા તો ઈચ્છશો. પણ આ માટે તમને નવા દ્રષ્ટિકોણની જરૂર પડશે.  કોઈ પણ નિર્ણય ખૂબ જ સતર્કતાથી લો. આ વર્ષે આધ્યાત્મિકતા તરફ તમારા આકર્ષણમાં વધારો થશે.  ખુદ પર વિશ્વાસ રાખો અને તેના મુજબ જ કામ કરો. જો કે સમય સમય પર મનોભાવોમાં ફેરફાર શક્ય છે. તેથી જરૂર  કરતા વધુ ભાવુક થવાથી બચવુ જોઈએ. ટેરો મુજબ પ્રેમની ઋતુ તમારી જીંદગીમાં આવી શકે છે અને આ હિસાબે તમે ખુશનસીબ સાબિત થશો. 
 
સલાહ - લાલ રંગના કપડા પહેરો અને કર્મચારીઓને ભોજન કરાવો. 

મિથુનનુ ટેરો રાશિફળ 2015 (7 of Wands, Hanged Man, knight of Cups)
 
મિથુન ટેરો રીડિંગ - આ વર્ષે તમે કામનો બોજ અનુભવી શકશો. તમારા પગલા વિશ્વાસ સાથે આગળ વધારો અને જીવનમાં સકારાત્મક વલણ અપનાવો. પણ આક્રમકતાથી બચો. સાથે જ અસુરક્ષાની ભાવનાને મનમાં ઘર ન બનાવવા દો.  ઓફિસમાં વાદવિવાદથી બચો. જો કોઈ પારિવારિક સંપત્તિ સાથે સંકળાયેલો મામલો ચાલી રહ્યો છે તો આ વર્ષ  તેનો ઉકેલ લાવો. ખુદને દોષ ન આપો.  ખુલા દિલથી તમારા મનોભાવોને વ્યક્ત કરો. ધ્યાન-ધારણાનો અભ્યાસ કરો અને નકારાત્મક ઉર્જાને જવા દો. સાથે જ પીઠ પાછળ નિંદા કરવાની બચવુ જોઈએ. પોતાના પરિવાર. મિત્રો અને પ્રિયજનો સાથે સમય વિતાવો. તમારા ગુસ્સા પર કાબુ રાખો અને જીંદગીનો ભરપૂર આનંદ ઉઠાવો. 
 
સલાહ - સફેદ રંગના કપડા પહેરો અને નિયમિત રૂપે મંદિરમાં જઈને દર્શન કરો. 
 
 
કર્કનુ ટેરો રાશિફળ 2015 (4 of Swords, 4 of Cups, 10 of Wands)
 
કર્ક ટેરો રીડિંગ - આ વર્ષે તમે મુશ્કેલ પરિસ્થિતિ બીમારીની માયાજાળમાંથી નીકળવામાં સફળ રહેશો. આ થોડો આરામ કરવાનો સમય છે. જેનાથે એતમે તમારી ક્ષમતાઓને ફરીથી તરોતાજા કરી શકો. આત્મશક્તિને એકત્ર કરો અને અંદરની સકારાત્મક ઉર્જામાં વધારો કરો. ભૂતકાળની ભૂલોમાંથી સબક લો અને નવા વિચારોને પ્રોત્સાહિત કરો. જો કે ઉત્સાહમાં થોડી કમી શક્ય ચે.  પણ ધ્યાન રાખો નવી ટકો તમારી રાહ જોઈ રહી છે.  નવા કામોમા તનમનથી લાગી જાવ અને ખાલી બેસવાથી બચો. ટેરો રીડિંગ 2015ના નજરિયાને નવી શરૂઆત માટે તમારે થોડી વધુ મહેનત કરવી પડી શકે છે. કામનો વધુ બોઝો પણ શક્ય છે. પણ તમે તમારા જૂના અનુભવ અને ઈચ્છાશક્તિના બળ પર નવી શરૂઆત માટે તમને થોડી વધુ મહેનત કરવી પડી શકે છે. કામનો વધુ બોઝ પણ શક્ય છે.  પણ તમે તમારા પુરા અનુભવ અને ઈચ્છાશક્તિના બળ પર તેના પર જીત મેળવી શકો છો. જો પ્રેમ-સંબંધની વાત હોય તો પરિવારની સલાહ લેવામાં કસર ન કરશો. 
 
સલાહ - લીલા રંગના કપડા પહેરો. ગાયને ખવડાવો અને પરિવારની સાથે રહો. 
 
 



 
સિંહ ટેરો રાશિફળ 2015 -  (4 of Wands, Ace of Pentacles, The Devil)
 
સિંહ ટેઋઓ રીડિંગ મુજબ તમે તમારી યોગ્યતા મુજબ પુરસ્કાર કે સફળતા મેળવી શકશો. આ રોમાંચ જોશ અને મોજ-મસ્તીનો સમય છે. લગ્ન વગેરેની કોઈ બીજા આયોજનમાં ભાગ લેવાની શક્યતા છે. જો તમે કોઈ બીજા સ્થળ પર રહેવાનો જવાનો વિચાર કરી રહ્યા છો કે પછી વિદેશ યાત્રા વિશે વિચારી રહ્યા છો તો જલ્દી આ દિશામાં આગળ વધો.  આ સમયે તમારી સામે ઢગલો નવી તકો આવીને ઉભી રહેશે.  તમારા લક્ષ્યોને આંખો સામેથી હટાવશો નહી અને તમારી યોજનાઓ પર અમલ કરો. આ વર્ષે તમારી આસપાસના શત્રુઓથી કે પછી જે તમારાથી ઈર્ષા કરે છે એવા લોકોથી બચવાનો પ્રયત્ન કરો. પ્રેમ સંબંધોમાં નકારાત્મક પરિસ્થિતિઓથી બચો. તમારા રહસ્યોને ખુદ સુધી જ રાખો. 
 
સલાહ - નારંગી/પીળા રંગના કપડા ન પહેરો. ગાયને ખવડાવો અને સૂર્યદેવની આરાધના કરો 
 
 
કન્યાનુ ટેરો રાશિફળ 2015  (4 of Pentacles, 10 of Cups, 8 of Cups)
 
કન્યા ટેરો રીડિગ આ વર્ષે તમે તમારા કામ-કાજમાં પરિવર્તનની અનેક તકો જોશો. પણ ફેરફારના હિસાબથી આ સારો સમય નથી.  જે તમારા હાથમાં છે એ સમયને જ સારી રીતે પકડી રાખો. પહેલા તમે જે મુશ્કેલ પરિશ્રમ કર્યો છે. તેનુ ઈનામ તમને મળી શકે છે. તેથી કંઈક નવુ કરવાની જરૂર હાલ નથી. જો કે વર્ષના અંતમાં થોડો નવો ફેરફાર જોવા મળે છે. ટેરો રીડિંગ 2015ની દ્રષ્ટિએ  પરિવારની સાથે રજા પર જવાનો યોગ્ય સમય છે. સંબંધોમાં પડેલી ગાંઠોને ઉકેલવાનો પ્રયાસ પર ધ્યાન આપો.  વીતેલા સમયનુ મૂલ્યાંકન કરો અને તમારી પ્રાથમિકતાઓને નક્કી કરો. 

સલાહ - કાળા રંગના કપડા પહેરવાથી બચો અને હનુમાનજીની ઉપાસના કરો 
 
 

તુલાનુ ટેરો રાશિફળ 2015 (The Emperor, King of Cups, 7 of wands)
 
તુલા ટેરો રીડિંગ - આ વર્ષે છેવટે વસ્તુઓ તમારા કંટ્રોલમાં આવશે. પણ દરેક તાકત માટે કંઈક ને કંઈક કુરબાની અને કેટલીક જવાબદારીના બોજની પણ પરવા હોય છે. વસ્તુઓને થોડી વ્યવસ્થિત કરવાની જરૂર છે અને બાકી બધુ આપમેળે જ ઠીક થઈ જશે. તમે ભાવનાત્મક રૂપે સંતુલિત રહેશે અન જીવનના નિયમોનુ સન્મન કરશે.  તમે કોઈ એવાની મદદ કરી શકો છો જે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. જે તમને ઠીક લાગે તેનુ પુર્ણ રીતે સમર્થન કરો અને સકારાત્મક જીવન જીવો. સંબંધોમાં તમે બીજાની ભાવનાત્મક સુરક્ષાનુ ધ્યાન રાખશો. 
 
સલાહ - કાળા રંગના કપડા ન પહેરો અને માછલીઓને ખવડાવો. 
 
વૃશ્ચિકનુ ટેરો રાશિફળ 2015 (Temperance, 8 of Swords, 7 of Swords)
 
વૃશ્ચિક ટેરો રીડિગ્ન આ વર્ષે તમે તમારી ઉપર કોઈ દેવીય આશીર્વાદનો અનુભવ કરશો. કોઈ દેવીય શક્તિ. કોઈ વડીલ કે ગુરૂ તમારી સુરક્ષા કરશે. વ્યવસાયમાં નુકશાન કે માનસિક સંતાપનો સામનો કરવો પડી શકે છે.  પણ આ આશીર્વાદ તમને આ પરિસ્થિતિથી બહાર કાઢવામાં મદદ કરશે. જો કે આ વર્ષે આરોગ્યને લઈને સચેત રહેવાની આવશ્યક્તા છે. સાથે જ તમારા વચન. જવાબદારીઓ. કામ-કાજ અને પ્રેમને પુરજોર રીતે નિભાવવાની જરૂર છે.  હા જવાબદારીનો બોજ થોડો વધુ રહેશે. ટેરો રીડિંગ 2015 સંકેત કરે છે કે તમારે થોડી વધુ એકાગ્રતા અને સંતુલિત વલણની જરૂર છે. 
 
સલાહ - કાળા રંગના કપડા પહેરવાથી બચો અને હનુમાનજીની ઉપાસના કરો. 

ધન રશિનુ ટેરો રાશિફળ 2015  (7 of swords, The High Priestess, Lovers)
 
ધનુ ટેરો રીડિગ - પહેલા કરવામાં આવેલ ખોટા નિર્ણયોને લઈને પછતાવો કરવાની જરૂર નથી. જો જરૂર છે તો એક નવા વલણ સાથે ફરીથી કામ કરવાની.  તમારી જવાબદારી અને કઠિન પરિશ્રમથી ક્યારેય દૂર ન ભાગશો. ખુદમાં સાચા ખોટાનો ફરક ઉભો કરો. સકારાત્મક અને નકારાત્મક વચ્ચેના ભેદને ઓળખો. જો તમે ગૂંચવાયા હોય તો કોઈ વડીલની સલાહ લઈ શકો છો. મનમરજીથી ચાલવાને બદલે યોજનાઓ મુજબ કામ કરો. કોઈનુ શારીરિક આકર્ષણ તમને આકર્ષશે પણ તેનાથી બચવાનો પ્રયાસ કરો. સાથે જ પ્રેમની દ્રષ્ટિએ તમારાથી મોટી વયના સ્ત્રી/પુરૂષ સાથે કે લગ્નેતર સંબંધોથી દૂર રહો. 
 
સલાહ - સફેદ કપડા પહેરો અને અત્તર ફુલોનો ઉપયોગ કરો. ગરીબોને ભોજન કરાવો 
 
 
મકરનુ ટેરો રાશિફળ 2015 (Magician, World, 7 of Cups)
 
મકર ટેરો રીડિંગ -  પોતાની ક્ષમતાઓનો સકારાત્મક રૂપે પ્રયોગ કરે. ખ્યાલી ખિચડી ન પકવે. તમે મહેનત અને યોજનાના માધ્યમથી આ વર્ષે બધુ જ મેળવી શકો છો. જો કે આપણે કાયમ એક બેક અપ યોજના તમારી પાસે રાખવી જોઈએ. તમારી અંદરની અવાજ સાંભળશો તો તમને ક્યારેય નુકશાન નહી થાય.  કારણ કે દૈવીય શક્તિ તમારી રક્ષા કરી રહી છે.  તમારા ઉદ્દેશ્યો પ્રત્યે એકાગ્ર રહો. સફળતા સામે ચાલીને આવશે.  તમે કલ્પના લોકમાં વિહરી શકો છો.  બસ વ્યવ્હારિકતાનુ દામન ન છોડશો. જો તમે મદિરાપાન કરો છો તો આ આદત પર નિયંત્રણ કરવુ ખૂબ જરૂરી છે.  દિલના સંબંધોમાં વચનને તોડવુ નહી ચાલે. તેથી પુર્ણ સમર્પણ જરૂરી છે. 
 
સલાહ - પીળા રંગના કપડા પહેરો. ગાય અને કૂતરાને ખવડાવો 
 
કુંભનુ ટેરો રાશિફળ 2015 (Wheel of fortune, Ace of Swords, 8 of Cups)
 
 
કુંભ ટેરો રીડિંગ - જે હાલ તમારી પાસે છે તેને સહેલાઈથી અને તેનો આનંદ લો. આ વર્ષે તમને અચાનક નવી તકો મળી શકે છે. આ આરામનો આનંદ ઉઠાવવા અને વિસ્મિત થવાનો સમય છે. ખુદ પર જરૂર કરતા વધુ ગર્વ ન કરો અને તમારી જૂની ભૂલો પરથી શીખો. બની શકે કે તમારી જૂની શંકાઓ મટી જશે. કામમાં પુર્ણ ઈમાનદારી અને નૈતિકતા રાખો. તમારી ચેતનાને કેન્દ્રિત કરો અને ખુદની અંદર છુપાયેલા સત્યને શોધી કાઢો. કોઈ પણ નવા સંબંધમા જુદા વિચાર અને પ્રાથમિકતા નક્કી કરવાની જરૂર છે. 
 
સલાહ - નારંગી કપડા પહેરો અને નાના બાળકોને ખવડાવો 
 
મીનનું ટેરો રાશિફળ 2015 (Ace of Swords, World, 2 of Pentacles)
 
મીન ટેરો રીડિંગ - આ વર્ષે તમારી  જૂની ભૂલોને પાછળ છોડીને તમારે તમારી અંતરાત્માની આવાજની મદદથી આગળ વધવુ જોઈએ. જો કે કેટલીક વ્યાકુળતા કે છટપટાહટથી તમે ઘેરાઈ શકો છો. જેટલુ બની શકે એટલુ કર્જ લેવાથી બચો. અને માનસિક શાંતિ માટે આર્થિક બાબતોમાંથી જલ્દી છુટકારો મેળવો. કામ કાજ પર નિયંત્રણ સ્થાપિત કરો અને જૂના વચનો પર અમલ કરો. તમે જુદી જુદી પરિસ્થિતિમાં સંતુલનની કળામાં હોશિયાર છો. તેથી ખુદ પર વિશ્વાસ રાખો. જો નિયમિત રૂએ ધ્યાનથી અભ્યાસ કરશો તો સારુ રહેશે.  તમારા જીવનમાંથી નકારાત્મક લોકોને નકારાત્મક વાતોને દૂર કરવાનો સમય છે. બ્રેક-અપની શક્યતા છે. છતા પણ માનસિક શાંતિ ભંગ નહી થઈ શકે. 
 
સલાહ - પીળા રંગના કપડા પહેરો અને ગાયને ખવડાવો.