1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Vadodara Court Bomb Threat

વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: પોલીસ કાફલો ઘટનાસ્થળે

Vadodara Court Bomb Threat
વડોદરાની દિવાળીપુરા સ્થિત ડિસ્ટ્રિક્ટ કોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે. છેલ્લા 15  દિવસમાં બીજીવાર મળેલી આ ધમકીને પગલે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે અને તાત્કાલિક બોમ્બ-ડોગ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સાવચેતીના ભાગરૂપે અત્યારે કોર્ટ પરિસરને સંપૂર્ણપણે ખાલી કરાવવામાં આવ્યું છે અને વકીલો તેમજ અસીલોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.
 
આ ગંભીર મામલાની તપાસમાં PCB, DCB અને SOG જેવી ઉચ્ચ એજન્સીઓ જોડાઈ છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ૧૭ ફેબ્રુઆરીએ પણ અમદાવાદ સહિત રાજ્યની અન્ય કોર્ટોને ધમકીભર્યા મેઈલ મળ્યા હતા, ત્યારે વડોદરામાં વારંવાર મળી રહેલી આ ધમકી પાછળ કોનો હાથ છે તેની તપાસ તેજ કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા કોર્ટના ખૂણેખૂણાનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.