સંબંધિત સમાચાર
- રાતના અંધારામાં કાકી અને ભત્રીજા વચ્ચે કંઈક એવું બન્યું કે બધું જ બદલાઈ ગયું...
- ‘દરેકને બે પત્નીઓ હોય છે, હું તેમની સાથે રહીશ!’ તે મદદ માટે આવી હતી, પણ અંતે માસાના પ્રેમમાં પડી...
- Lucknow Aashiyana murder case - પિતાના ટુકડા કરતો રહ્યો ભાઈ, બહેન ચૂપચાપ જોતી રહી, 'નીલા ડ્રમ'ના રહસ્ય પરથી ઉઠ્યો પડદો
- લખનૌમાં એક ચોંકાવનારી હત્યા: 21 વર્ષના પુત્રએ પિતાની હત્યા કરી શરીરના કર્યા ટુકડા કરી ડ્રમમા છુપાવ્યા
- "તું વેશ્યા છે... તું 500 રૂપિયામાં સૂવે છે, મારા બેડરૂમમાં આવી જા અને..." એક પાડોશીએ બધી હદો પાર કરી દીધી, વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
નાગપુરમાં 4 વર્ષના પૌત્રએ રંગ ઉડાવ્યો તો નાનીએ માસુમ પર નાખ્યુ ઉકળતુ પાણી, CCTV માં કેદ થઈ ખતરનાક ઘટના
nagpur crime news
નાગપુરમા એક વૃદ્ધ મહિલાએ પોતાના જ 4 વર્ષના માસુમ પૌત્ર પર માત્ર એ કારણે ગરમ પાણી નાખી દીધુ, કારણ કે બાળકે રમત-રમતમાં તેના પર રંગ નાખી દીધો હતો. આ અમાનવીય કૃત્યનો સીસીટીવી (CCTV) ફુટેજ સોશિયલ મીડિયા પર હવે વાયરલ થઈ રહ્યો છે. મામલો નાગપુર જીલ્લાના કોરાડી વિસ્તારનો છે.
રમત રમતમાં બની ખતરનાક ઘટના
મળતી માહિતી મુજબ 4 વર્ષીય માસૂમ ઓમ હરીશ વાંગે ઘરની બહાર પોતાની પિચકારીથી હોળી રમી રહ્યો હતો. આ દરમિયાન તેની નાની, સિંધૂ ઠાકરે હોળીની લાકડીઓ પર ગરમ કરેલુ પાણી ડોલ ભરીને લઈ જઈ રહી હતી. માસૂમ ઓમ એ પોતાની પિચકારીથી નાની પર થોડો રંગ નાખી દીધો.
રંગ નાખતા જ નાની એટલી આગબબૂલા થઈ ગઈ કે તેણે પોતાનો ગુસ્સા પરનો કંટ્રોલ ગુમાવી દીધો અને હાથમાં પકડેલી ઉકળતા પાણીની ડોલ માસુમ બાળક પર ઉથેલી દીધી.
Heartbreaking incident getting viral a Grandmother scalds 5-year-old in Nagpur after Holi request; child recovering from burns. pic.twitter.com/zK2g9wOp3Z
— Krishna1 (@KrishnaBhojwan5) March 4, 2026
માસૂમ બાળક 45% દાઝી ગયુ
ઉકળતું પાણી તેના શરીર પર પડતાની સાથે જ ઓમ ચીસો પાડવા લાગ્યો અને પીડાથી કણસવા લાગ્યો. અવાજ સાંભળીને નજીકના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા અને તરત જ તેના પર ઠંડુ પાણી રેડ્યું, પરંતુ ત્યાં સુધીમાં બાળકનું શરીર ગંભીર રીતે દાઝી ગયું હતું. બાળકને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું. ડોકટરોના જણાવ્યા મુજબ, બાળક લગભગ 45% બળી ગયું હતું અને તેની હાલત ગંભીર છે. બાળકના પિતા WCLમાં કામ કરે છે.
