શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Updated : ગુરુવાર, 10 ઑગસ્ટ 2017 (11:06 IST)

Todays Astro ભવિષ્યફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (10-08-2017)

મેષ (અ,,ઈ) : આ રાશિના જાતકોને આવતી કાલનો દિવસ સાવધાનીથી પસાર કરવાની સલાહ છે. દિવસ દરમિયાન નાના મોટા પ્રવાસ થાય. દિવસ આખો ઉદ્વેગમાં પસાર થાય. શાંતિ તથા ચેન મળે નહીં. વિદ્યાર્થીઓએ સાચવીને અભ્યાસ કરવો.

વૃષભ (બ,,ઉ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ મિશ્ર ફળદાયક છે ન ધારેલા બનાવો બને, પરંતુ તેનાથી ગભરાવું નહીં. દિવસ દરમિયાન એકાદ બનાવ ખૂબ લાભ અપાવનારો બને. સ્ત્રીઓ માટે આવતી કાલનો દિવસ ઠીક ઠીક છે.

મિથુન (ક,,ઘ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ ખૂબ સાચવીને પસાર કરવાની સલાહ છે. ન ધારેલી અડચણ ઊભી થાય. જો કાળજી નહીં રાખો તો મોટી મુશ્કેલી ઊભી થશે.

કર્ક (ડ,હ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ ઉત્તમ છે. નોકરી ધંધામાં કોઇ મોટી તક મળે. શક્ય છે કે બઢતી પણ થાય. પત્ની બાળકો તરફથી આનંદના સમાચાર મળે. વિદ્યાર્થીઓએ કાળજીપૂર્વક અભ્યાસ કરવો.

સિંહ (મ,ટ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ સંઘર્ષમય બને. અણગમતી તકલીફો ઊભી થાય. કોર્ટ- કચેરીના લફરા ઊભા થાય. જમવા બેસે ત્યારે ખૂબ ખરાબ સમાચાર મળે. જેથી ભુખ્યા ઉઠવાનો વારો પણ આવે.

કન્યા (પ,,ણ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ ખૂબ આનંદમય પસાર થાય. પરણેલા પુરુષોને પણ કોઇ વિજાતીય વ્યક્તિ તરફથી પ્રેમ પ્રસ્તાવ પ્રાપ્ત થાય. ઘડીક સુખદ લાગતો આ બનાવ ભવિષ્યમાં મોટી તકલીફમાં મુકે.

તુલા (ર,ત) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ અસમતોલ બને. ન ધારેલી તકલીફો ઊભી થાય. હિતશત્રુ નવા નવા ઊભા થાય. દિવસ બેચેનીમાં વીતે. સાંજ પછી આનંદના સમાચાર મળે.

વૃશ્ચિક (ન,ય) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ ઠીકઠાક છે. જેટલા બનાવ સુખદ બને તેટલા જ બનાવ દુખદ પણ બને. મન ઘડીકમાં આનંદ અનુભવે તો ઘડીકમાં ટેન્સન પણ ઊભું કરે.

ધન (ભ,,, ઢ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ નાના મોટા અનેક પ્રવાસ લઇને આવે. આ પ્રવાસથી ભવિષ્યમાં મોટો લાભ થવાની શક્યતા છે. વિજાતીય વ્યક્તિ તરફ પ્રેમ પ્રસ્તાવ આવે.

મકર (ખ,જ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ ખૂબ ઉત્તમ છે. નોકરી ન હોય તેને સારા પગારની નોકરી મળવાનો યોગ છે. દિવસ ખૂબ આનંદમાં જાય. કયાંકથી મોટો લાભ થાય તેવી શકયતા છે.

કુંભ (ગ,,સ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ ખૂબ દુખદ છે. ન ધારેલા બનાવ બને. કોઇ બનાવ આવતી કાલે તથા ભવિષ્યમાં પણ નુકસાન કરાવે. વિદ્યાર્થીઓએ તથા સ્ત્રીઓએ સાચવવું. નાના પ્રવાસનો યોગ છે.

મીન (દ,,,થ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ મજાનો પસાર થાય. જેને ચાહતા હોવ તેના તરફથી પ્રેમ પસ્તાવ મળે. જો આ પ્રસ્તાવ સાચવી લેશો તો ભવિષ્યમાં ખૂબ મોટો ફાયદો થાય. ક્યાંકથી આકસ્મિક ધનલાભ થાય તેવો દિવસ છે. ઊંધાં નાંખેલાં પાસાં સવળાં બની જાય. જેથી ફાયદો થાય .