બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By
Last Updated : બુધવાર, 27 ડિસેમ્બર 2017 (18:10 IST)

જો 2018માં અપનાવશો આ 5 આદતો તો 100% શ્રીમંત બનશો

શ્રીમંત કોણ નથી બનવા માંગતુ. હવે 2017 પુરુ થવા જઈ રહ્યુ છે અને 2018 માટે તમારામાંથી અનેક લોકોએ ઘણુ બધુ વિચાર્યુ રાખ્યુ છે. આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છે કે કંઈ ટેવો છે જે તમને 2018માં શ્રીમંત બનાવી શકે છે. 
1. આ સ્માર્ટ રીતે કરો પૈસાની બચત - ઘણા લોકો એવુ કહે છે કે તેમની પાસે પૈસા તો છે પણ બચત થતી નથી. પૈસા બચાવવાનો સૌથી સહેલો ઉપાય છે ઓટોમેટિક બેંક ટ્રાંસફર શરૂ કરવુ. આ રીતે બચત થઈ જશે. પૈસાને સારા રિટર્નવાળા સ્થાન પર રોકાણ કરો. જો તમે આવુ કરો છો તો તમારા પૈસા બમણા થઈ જશે. 
 
2. સફળ વ્યક્તિ સાથે રિલેશન બનાવો - નવા વર્ષમાં તમે કોઈ સફળ વ્યક્તિ સાથે સંબંધ બનાવો. સફળ લોકો તમને કામ કરવાની સ્માર્ટ રીત બતાવી શકે છે અને સાથે જ તમને પ્રોત્સાહિત પણ કરશે.  તેમની સાથે રહેવાથી તમારી અંદર સકારાત્મક ઉર્જા આવશે. 
 
3. નવા વર્ષમાં સીખો નવી સ્કિલ - નવા વર્ષમાં નવી સ્કિલ સીખવા પર ધ્યાન આપો. તેનાથી રોજગારની નવી નવી તક પણ મળશે અને સાથે જ તમે નવી વસ્તુ સીખી શકશો. નવી સ્કિલ શીખવામાં વધુ નહી તો ફક્ત 20 મિનિટનો સ્માય આપો. 
 
4. વ્યાજબી બનો - વ્યાજબી બનવાનો મતલબ એ નથી કે તમે કંજૂસ બની જાવ.  તેનો મતલબ છે કે હંમેશા સારી ક્વોલીટીવાળી વસ્તુ પર પૈસા લગાવો જે વધુ સમય સુધી ચાલી શકે અને સાથે જ તમારા ખર્ચ પર પણ નિયંત્રણ રાખો. 
 
5. હિસાબ રાખો - દર મહિને ખર્ચ કરવામાં આવેલ પૈસાનો હિસાબ રાખો. તેનાથી તમને જાણ થશે કે તમે ક્યા વધુ પૈસા ખર્ચ કરી રહ્યા છો. આ સાથે જ એ પણ લખો કે તમારા ગયા મહિને જે પૈસા ખર્ચ થયા હતા તેમાથી કયા ખર્ચ જરૂરી હતા અને ક્યા નહી..