ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By
Last Updated : ગુરુવાર, 21 ડિસેમ્બર 2017 (15:48 IST)

Numerology-જાણો કેવું રહેશે મૂલાંક 7 માટે 2018 નો ભવિષ્ય

મૂલાંક 7  - 7 મૂલાંક વાળા જાતક 2018માં પોતાના વિકાસ પર વધારે જોર આપી શકે છે. આ વર્ષ તમને તમારા નિકટના તમારા ચાહકો માટે પર્યાપ્ત સમય અને તેમને  દિલમાં પૂરતી જગ્યા આપવાના પ્રયાસ કરવા જોઈએ. એવું ન  બને કે મિત્રો સાથે ગપ્પામાં જ સમય પસાર કરો અને કામ અધૂરુ લટકતું રહે કે પછી માત્ર કામ અને માત્ર કામ જ કરો અને બીજા કોઈથી મતલબ ન રાખો. તમારા કામ અને વ્યકતિગત જીવનમાં સંતુલન બનાવીને ચાલવું. સતત પ્રયાસ અને દ્ર્ઢ નિશ્ચયથી તમે તમારા બીજા લક્ષ્યને હાસિલ કરી શકો છો. જે શંકાઓનું સમાધાન, જે સવાલોના જવાબ તમારા હાથમાં નથી તેના વિશે વિચારીને પરેશાન થવાથી કોઈ લાભ નહી થાય. સારું રહેશે કે તેને સમય પર છોડી દો.. કારણકે સમયની સાથે બધા સવાલના આપમેળે જ  ઉકેલ થઈ જાય છે. આ વર્ષે આનંદદાયી રચનાત્મક ગતિવિધિમાં શામેલ થશો.  જેનાથી તમે 2018માં ખુદને એક ખુશહાલ વ્યક્તિ સમજી શકો છો. ટૂંકમાં કારણ વગર પરેશાન ન થવું અને સં તુલનની સાથે વ્યકતિત્વ અને વ્યવસાયિક જીવનનો આનંદ ઉઠાવવો.