શનિવાર, 27 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By
Last Updated : શુક્રવાર, 25 મે 2018 (10:17 IST)

આ લોકો તેમના જીવનમાં અત્યાધિક સફળતા મેળવે છે

હસ્તરેખા શાસ્ત્ર મુજબ હથેળીનો મંગળ પર્વત વ્યક્તિની સફળતા બતાવે છે. હથેળીમાં મંગળ પર્વત બે સ્થાન પર સ્થિત હોય છે. હથેળીમાં એક મંગળ પર્વત જીવન રેખાના ઉપરવાળા ભાગની નીચે હોય છે. 
 
બીજો મંગળ પર્વત તેના વિપરિત હ્રદયરેખા અને મસ્તિષ્ક રેખાની વચ્ચે સ્થિત હોય છે.  હથેળીનો પ્રથમ મંગળ વ્યક્તિની શારીરિક ક્ષમતાઓ અને વિશેષતાઓ બતાવે છે. 
 
હથેળીનો બુધ પર્વત 
 
આ ઉપરાંત હથેળીનો બીજો મંગળ પર્વત વ્યક્તિની માનસિક ક્ષમતાઓને દર્શાવે છે. હસ્તરેખા શાસ્ત્રના મુજબ જો બુધ પર્વત પરથી નીકળીને કોઈ રેખા મંગળ પર્વત પર જાય તો આવી વ્યક્તિની સફળતા અને ઉન્નતિનો કોઈ અંત રહેતો નથી. 
 
પણ મંગળ પર્વતથી નીકળીને કોઈ રેખા જો બુધ પર્વત પર જઈ રહી હોય તો તે વ્યક્તિ ચાલાક મગજવાળો માનવામાં આવે છે. આવી વ્યક્તિ અપરાધી પ્રવૃત્તિની પણ હોઈ શકે છે. 
 
હથેળીનો એક પર્વત બુધ પર્વતના નામથી ઓળખાય છે. આ પર્વત હથેળીની નાની આંગળીથી લઈને હ્રદય રેખા અને મસ્તિષ્ક રેખાની વચ્ચેના સ્થાન પર હોય છે. હસ્તરેખા શાસ્ત્ર મુજબ આ ક્ષેત્ર જો સમાન રૂપે ઉન્નત હોય તો વ્યક્તિ વિજ્ઞાનની દુનિયામાં અધિક રૂચિ રાખનારો હોય છે. 
 
બુધ પર્વત જો ઉન્નત અને શુભ સ્થિતિમાં છે તો વ્યક્તિ કંમ્પ્યુટર તકનીક વગેરે સાથે જોડાયેલ ક્ષેત્રોમાં વધુ પ્રોગ્રેસ મેળવે છે. આટલુ જ નહી આવા લોકો ધન સંપત્તિના મામલે પણ અપાર સફળતા પ્રાપ્ત કરે છે.   વ્યક્તિને વધુ પ્રોગ્રેસ અને સફળતા ત્યારે મળે છે જ્યારે બુધ પર્વત પરથી કોઈ રેખા નીકળીને સૂર્ય પર્વત પર જાય છે.