સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By
Last Updated : બુધવાર, 23 મે 2018 (12:15 IST)

સૂર્ય વૃષભ રાશિમાં, આ 5 રાશિઓને થશે વધુ લાભ...

15મી મેના રોજ સૂર્યદેવ પોતાની રાશિ પરિવર્તન કરી વૃષભ રાશિમાં વિરાજમાન થયા છે. આવનારા 1 મહિના એટલે કે 15 જૂન સુધી સૂર્ય આ રાશિમાં રહેશે. ત્યારબાદ તે મિથુન રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિ પરિવર્તન બધી 12 રાશિયો પર અસર કરી રહ્યુ છે. પણ 12માંથી 5 રાશિયો વૃષભ  કન્યા તુલા વૃશ્ચિક અને કુંભને વધુ લાભ મળી શકે છે. 
આવો જાણીએ તમારી રાશિ પર શુ થશે અસર 
મેષ રાશિના જાતક તનાવગ્રસ્ત રહી શકે છે. આળસ અને સમજીને કરેલા કાર્યમાં ગતિ ન આવવાથી મન ઉદાસ રહી શકે છે.  વિરોધી પક્ષ સક્રિય રહેશે. પણ જૂનના પ્રથમ અઠવાડિયામાં અવરોધોથી મુક્તિ મળશે.  મે ના અંતિમ દિવસમાં આવક સુધરશે. મિત્રોનો સહયોગ પ્રાપ્ત થશે. 
 
વૃષભ - વૃષભ રાશિના જાતકોનો આર્થિક પક્ષ સારો રહેશે. સંપત્તિ કે કૃષિ જીંસમાં રોકાણથી લાભ પ્રાપ્ત થઈ શકે છે. મે ના અંતમાં સાવધ રહો. સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વિવાદને ટાળો. ખર્ચની અધિકતા રહેશે. ક્રોધથી સમસ્યા વધી શકે છે. 
મિથુન રાશિ ના જાતકો માટે આર્થિક સંસાધન એકત્ર થઈ શકે છે. ઘરમાં ક્લેશ થઈ શકે છે. પરિવારના કોઈ સભ્ય સાથે અનબન થઈ શકે છે. મે ના અંતમાં સફળતા સાથે ધનલાભ પણ થઈ શકે છે. 
 
કર્ક રાશિના જાતકોને થોડો સાચવીને રહેવુ પડશે. અકારણ પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આર્થિક પક્ષ કમજોર રહી શકે છે. આ સમય બનતા કામ બગડી શકે છે. સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. જૂનની શરૂઆતમાં સમયમાં સુધારો થશે. 
 
સિંહ રાશિના જાતકો માટે પણ સમય થોડો ખરાબ છે. લક્ષ્યથી ભટકી શકો છો. હિમંત બનાવી રાખો અને કોઈ પણ કાર્યમાં તમારી તરફથી પૂરો પ્રયાસ કરો. આવકમાં સુધારો અને પરિવારનો સાથ મળશે. 
 
કન્યા રાશિના જાતકોની આવકમાં વૃદ્ધિ થઈ શકે છે. શનિના વક્રી થવાથી અવરોધ દૂર થઈ શકે છે.  કામમાં તેજી આવશે. મિત્રો અને સંબંધીઓ તરફથી મદદ પ્રાપ્ત થશે. કાર્ય સમય પર પૂરુ થશે. જૂનમાં વધુ ખર્ચ થશે.  ચિંતા વધી શકે છે. 
 
તુલા રાશિના જાતકોની રાશિ પરથી સૂર્યની દ્રષ્ટિ હટી ગઈ છે. સંતાન  તરફથી સુખ પ્રાપ્ત હશે.  આવક સારી રહેશે.  કોઈ મોટી સફળતા પ્રાપ્ત થશે. પણ મે પછી સાવધ રહીને કામ કરો. વિવાદથી દૂર રહો. 
 
વૃશ્ચિક રાશિના જાતકોને સૂર્યની દ્રષ્ટિ પ્રાપ્ત થશે. સફળતા મળવાના યોગ છે. સહયોગ મળશે અને ધન પ્રાપ્ત થશે.  અટકેલા કાર્યમાં ગતિ આવશે. મે ના અંત અને જૂનની શરૂઆતમાં સતર્ક રહો. અજાણ્યા લોકો પર વિશ્વાસ કરશો નહી. વિવાદથી દૂર રહો. 
 
ધનુ રાશિના જાતકોનો આર્થિક પક્ષ કમજોર રહેશે. મન વિચલિત રહેશે. બિનજરૂરી પરેશાનીઓ આવશે. મંગળવાર સારો દિવસ છે. અવરોધ સમાપ્ત થશે. યાત્રા પર જવુ પડી શકે છે. સંતાન તરફથી સહયોગ પ્રાપ્ત થશે. 
 
મકર રાશિના જાતકો માટે ઉચ્ચ મંગળ સાથે કેતુનુ ગોચર આ રાશિમાં છે. આ કારણે અજ્ઞાત ભય રહેશે. પણ આવક સારી રહેશે.  ભવિષ્યને લઈને ચિંતા પણ રહેશે.  મિત્ર કે પરિજન લોકો નારાજ થઈ શકે છે.  બીજાના કામમાં દખલગીરી ભારે પડી શકે છે.  ખુદ પર ધ્યાન રાખો. 
 
કુંભ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે. આવક સારી રહેશે. અને સફળતા પણ મળશે. ઉત્સાહિત અનુભવ કરશો. વિવાદિત મામલે વિજય પ્રાપ્ત થશે.  નવા કામ મળી શકે છે. મે પછી સતર્ક રહેવુ પડશે. 
 
મીન રાશિના જાતકો માટે સફળતા સાથે કાર્યની અધિકતા રહેશે. નવા લોકો સાથે સંપર્ક થશે. પરિવારનો સાથ મળશે. યોજનાઓ સફળ રહેશે.  યાત્રા સુખદાયક રહેશે. સંતાન તરફથી સુખ મળશે.  ન્યાયલયીન મામલામાં સફળતા મળશે. ખુદ પર વિશ્વાસ રાખો.