Masik Rashifal February 2019 : આ મહિને આ 7 રાશીઓને મળશે ખૂબ સફળતા.. જાણો ફેબ્રુઆરી મહિનાનુ રાશિફળ

Last Modified શુક્રવાર, 1 ફેબ્રુઆરી 2019 (00:48 IST)
મેષ રાશિફળ -
વ્યવસાયમાં સફળતા મળશે. ઘરના નિર્માણ કાર્યમાં વ્યસ્ત રહેશો. કોઈ વિવાદમાં પડી શકો છો. વાણી પર સંયમ રાખો. કોઈ મિત્રના સહયોગથી કોઈ નાણાકીય વિવાદ હલ થશે.
ધનનુ આગમન થોડુ વધુ જ થશે.
પરિવાર સાથે ક્યાક
યાત્રાની યોજના બનાવશો. કોઈ સ્વરસહિ કે વૃશ્ચિક રાશિના મિત્ર પાસેથી લાભ પ્રાપ્ત થશે. કોઈ નવી વ્યવસાયિક યોજનાના સ્વીકૃત થવાથી અત્યંત પ્રસન્ન રહેશો. ભાઈના સહયોગથી કોઈ સરકારી કાર્ય સંપન્ન થશે.
રાજનીતિમાં સફળતા મળશે.
સ્વાસ્થ્ય પહેલાથી સારુ રહેશે.
વહેતા જળમાં દરેક બુધવારે નારિયળ પ્રવાહિત કરો. શ્રી હનુમાનજીની પૂજા કરો. લાલ અને પીળો રંગ આપને માટે શુભ રંગ છે.

2. વૃષભ રાશિફળ -
આ મહિનો લાભની પ્રપતિનો છે. વિરોધી હારી જશે.
કોઈ એવો બિઝનેસ પ્રોજેક્ટ જે અનેક દિવસોથી તમારી યોજનામાં હતો તે આ મહિને કાર્યના રૂપમાં પરિણમી શકે છે. શિક્ષા અને પ્રતિયોગિતામાં સફળતાની પ્રાપ્તિ થશે. સંતાનની સફળતાથી ખુશ રહેશો. કોઈ વિવાદિત મધ્યસ્થતાથી બચો. પ્રશાસનિક અધિકારીઓ માટે ખૂબ સારો મહિનો રહેશે.
સ્વાસ્થ્ય સુખ સારુ રહેશે.
દરેક શુક્રવારે શ્રી સૂક્તનો પાઠ કરતા રહો. હનુમાનજીની પૂજા કરતા રહો. લીલો રંગ શુભ છે.


મિથુન રાશિફળ -
આ મહિનો વિદ્યાર્થીઓ માટે લાભાંવિત રહેશે.
તમારી પાસે ઘણા કર્યોનો બોઝ રહેશે. કઠિન પરિશ્રમ પછી સફળતાની પ્રાપ્તિ થશે. વ્યવસાયમાં નવીન તકોની પ્રાપ્તિ કરશો. મકર અને તુલા રાશિના જાતક તમને લાભાંવિત કરશે.
કોઈ વ્યવસાયિક યોજનાના પૂર્ણ થવાથી ખુશ રહેશો.
બિઝનેસ યાત્રાઓ થશે.
કોઈ ધાર્મિક અનુષ્ઠામાં સામેલ થશો. હેલ્થથી કષ્ટ શક્ય છે. શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરતા રહો. અન્નનુ દાન કરતા રહો. લીલો રંગ તામરો પ્રિય રંગ છે.

કર્ક રાશિ - આ મહિનામાં માન-સન્માન અને વર્ચસ્વ વધશે. ધન લાભના સાધન બનશે. કોઈ બગડેલુ કાર્ય પણ થઈ શકે છે. કેસ જીતી જશો. વિદ્યાર્થી વર્ગને હરિફાઈમાં પુરસ્કાર મળશે. જો કોઈ પ્રોપર્ટી સંબંધી વિવાદ છે તો તે ઉકેલાશે. મિત્રો કે કેટલાક સજ્જન લોક્કોના સહયોગથી તમરા જૂના વિવાદ ઉકેલાશે. કોઈ પરીક્ષા કે હરીફાઈમાં સફળતા મળશે. કોઈ ઓફિશલ ટુર પર જશો તો તેમા સફળતા મળશે. આ મહિનામાં શરૂઆતી દોરમાં સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા થઈ શકે છે. અજ્ઞાત ભય પરેશાન કરશે કે અંદરથી ગભરાટ થશે. પણ ચિતા ન કરશો. કારણ કે સમસ્યા ઓછા સમય માટે છે. આ મહિને વેપાર નોકરી રાજનીતિ પિતા પર વિપરિત અસરથી બચવા માટે સરસવના તેલ કે તલના તેલને જમીન પર રેડો. મોતી સાથે પુખરાજ પહેરો.
સિંહ રાશિ - આ મહિનાના પ્રારંભમાં આપે દરેક મામલે ચડાવ-ઉતાર સાથે આગળ વધવાનું છે. વ્યવસાયિક બાબતોમાં થોડી ધીરજ રાખવી. સમય પસાર થાય તેમ આપના કમ્યુનિકેશન વધશે અને ખાસ કરીને આયાત-નિકાસ કે વિદેશમાં રહેલી કંપની સાથેના કામકાજમાં સાવધાની સાથે આગળ વધવું. સર્જનાત્મકતાના ક્ષેત્રે જોડાયેલા જાતકો માટે પ્રારંભિક પખવાડિયું સારું છે. આપ શાંતિપૂર્ણ પારિવારિક માહોલમાં રહી શકશો પરંતુ અપેક્ષિત આનંદ કદાચ ન મળે. મહિનાના ઉત્તરાર્ધમાં મકાન કે સ્થાવર મિલકત સંબંધિત કાર્યોમાં ફાયદો થાય. વ્યવસાયમાં આપ બુદ્ધિના જોરે પોતાનું કામ કાઢી શકશો. મહિનાના ઉત્તરાર્ધમાં આપના સરકાર સંબંધિત કાર્યોમાં ગતિવિધી તેજ થાય. વગદાર લોકો સાથે લાભદાયી મુલાકાતની સંભાવના પણ રહે. લગ્નોત્સુક જાતકોને યોગ્ય જીવનસાથી મળવાની શક્યતા નકારી શકાય નહીં. શેરબજારમાં ખાસ કરીને સરકાર હસ્તક કંપનીઓમાં લાંબાગાળાના દૃષ્ટિકોણ સાથે આગળ વધી શકો છો આનાથી બચવા માટે સરસિયાનુ તેલ જમીન પર રેડો. અનામિકામાં મુંગા રત્નની અંગુઠી બનાવીને પહેરો.
કન્યા રાશિ -વ્યવસાયિક અને વ્યક્તિગત જીવન વચ્ચે સંતુલન સાધવામાં આપ પાછા પડશો અને બંને તરફથી આવતી બેવડી જવાબદારી આપને માનસિક ઉપરાંત શારીરિક તણાવ આપી શકે છે. પરિવારમાં આપને સૌહાર્દનો અભાવ વર્તાશે તો, સાથે સાથે કામના સ્થળે લોકોના સહકારની ઉણપ રહેશે. ભાગીદારીમાં આપના સ્વભાવની ઉગ્રતા નડતરરૂપ ન બને તેની કાળજી લેવી. સમય પસાર થતા આપને ભાગ્યનો સાથ મળે. નોકરીમાં તમારા શિડ્યુલમાં ફેરફાર થશે. મહિનાના ઉત્તરાર્ધમાં નોકરિયાતોને પોતાનું કૌશલ્ય બતાવીને પ્રગતી કરવાની તક મળે. જોકે આ સમયમાં કોઈ વગદાર વ્યક્તિ કે સરકારમાં ઉચ્ચ હોદ્દેદારો સાથે વિવાદ ટાળવાની ખાસ સલાહ છે. શક્ય હોય ત્યાં સુધી વાહન ધીમે ચલાવવું અને મશીનરીમાં કામ કરતા જાતકોએ વિશેષ કાળજી રાખવી. વિદ્યાર્થીવર્ગ માટે મહિનાનો ઉત્તરાર્ધનો સમય વધુ સારો છે પરિવારના જે વ્યક્તિ બીમાર છે તેઓ સરસિયાનુ તેલ ખુદ પરથી ઉતારીને દાન કરી દે. જો જમીન પર નાખી શકો તો તલનુ તેલ કાચી જમીન પર રેડો.
તુલા - મહત્વપૂર્ણ ગ્રહ ખરાબ સ્થાન કે સારા સ્થાનમાં ખરાબ ગ્રહ હોવથી તમને આ મહીને ખૂબ ઉતાર ચઢાવ જોવા મળશે. શરૂઆતના ચરણમાં પ્રેમ સંબંધમાં કોઈ પણ કારણથી તનાવ આવી શકે છે. તમારા દ્વારા તમારા પ્રેમની અભિવ્ય્કતિ ઠીક રીતે નહી કરવાની આશંકા છે. વિદ્યાર્થીઓ માટે પ્રતિયોગી પરેસાની તૈયારી કરવાના ઉદ્દેશ્ય માટે મધ્યમ સમય છે. રોગ સ્થાનમાં શુક્ર અને મંગળ થવાથી સ્વાસ્થય પ્રત્યે સાવધાન રહેવું.
વૃશ્ચિક - આ મહીનામાં નોકરી ધંધામાં સારું લાભ મળવાની શકયતા છે. તમને નવી નોકરીના વિષયમાં વિચાર કરવા કે કોઈ ધંધાકીય ઉદ્યમ શરૂ કરવા માટે તૈયાર રહેવાની શકયતા છે. આ સ્થિતિ તમને મહિલા મિત્રોથી લાભ અપાવશે. એમના જ્ઞાનના ઉપયોગ કરશો તો વધારે પ્રગતો કરી શકશો. કામ-ધંધામાં બુદ્ધિના ઉપયોગથી વધારે લાભ થશે. આ સમયે તમે જે સ્થાન પર વ્યાપાર કે નોકરી કરે છે ત્યાં તમારી વાણીના કારણે લોકોમાં તમારું પ્રભાવ વધશે. દરેક કાર્યમાં જીવનસાથીના સહયોગ મળશે. ભાગ્યોદયથી નવા અવસર મળશે. બિજનેસમં ભાગીદારના સહયોગ મળશે. આવતા એક મહીનાના સમયે પ્રાપર્ટીનો કામ પણ સારી રીતે પૂરા થઈ શકે છે.
ધનુ - તમારા ઉપર શનિની સાઢેસાતી હોવાથી તમને માનસિક અને શારીરિક રોગોની શરૂઆત કરશે. ઘણી પરીક્ષાઓથી ગુજરવા માટે માનસિક રૂપથી તૈયાર રહેવું પડશે.
લગ્ન સંબંધિત વિષયોમાં મોડું થશે. આ મહીના તમારા કાર્યમાં પ્રગતિ થશે અને ભાગ્યના સારું સાથ મળશે. પરિજનોની જરૂરાત પૂરા કરવા તમારા વધારે ખર્ચ થશે. નવા ઘર કે અચળ સંપતિ ખરીદવાના વિચાર બનાવીએ રહ્યા છો તો અનૂકૂળ સમય છે. સંતાન પર ખર્ચ વધશે.
મકર રાશિફલ -
વિદ્યાર્થી આ મહિને સુંદર તકની પ્રાપ્તિ કરશો. સાસરિયા પક્ષ તરફથી શુભ સમાચારની પ્રાપ્તિથી મન ખુશ રહેશે.

મિત્રોની મદદથી કોઈ અધૂરુ કાર્ય સંપૂર્ણ થશે.
વિદ્યાર્થી સફળતાની પ્રાપ્તિ કરશો. ધનની પ્રાપ્તિ થશે પણ તેના મુજબ ખર્ચ પણ થશે. શ્રી હનુમાનજીની ઉપાસના કરો. સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહો. ઉદર વિકારથી પરેશાની શક્ય છે.
પિતાનો આશીર્વાદ પ્રાપ્ત કરતા રહો. દરેક સોમવારે ભગવાન શિવનો જળાભિષેક કરો. સફેદ રંગ શુભ છે.

કુંભ- મહીનાના પૂર્વાર્ધમાં તમારા નવા કામ શરૂ થશે અને જૂના કાર્ય પૂર્ણ પણ થશે. નવા ધંધા-નોકરીની શરૂઆત માટે અનૂકૂળ સમય છે. વિદેશગમનના પ્રબળ યોગ બની રહ્યા છે. આમ તો આ સમયે સરકારી કામમાં મુશ્કેલી આવશે. ધંધા અને નોકરી માટે યાત્રાના યોગ પણ બનશે. કોઈ નવા કાર્ય શરૂ કરવામાં સાવધાની રાખવી જરૂરી છે. કોઈ પણ વિષય માં ખૂબ વિચારીને, જરૂરી લાગે તો વિશેષજ્ઞોની સલાહ લઈને કામ કરવું હિતકારી થશે. તમારા ગુસ્સા અને આવેશને નિયંત્રણ રાખવું જરૂરી છે.
મીન - આ મહીનાનો પૂર્વાર્ધ તમારા માટે મિશ્ર ફળદાયી રહેશે. પ્રથમ દિવસ ચંદ્રના લાભ સ્થાનથી પસાર થવાથી તમને લાભ અને આવક થશે. ત્યારબાદ 21 અને 22 તારીખને તમે માનસિક દુવિધા અને ચિંતા , કામમાં તકલીફ અનુભવ થશે. જલ્દબાજી કરવાથી તમારા કોઈ કામ બગડશે કે નુકશાન થવાની શકયતા છે.આ સમયે તમારા ગુસ્સા કે આવેશના કારણે કોઈની સાથે ઉગ્ર વિવાદ કે ઝગડા થઈ શકે છે. જીવનસાથી સાથે પણ વ્યવહારમાં સમાધાનકારી માર્ગ અજમાવો. ખર્ચની માત્રા વધશે.


આ પણ વાંચો :