શનિવાર, 20 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2019
Written By

કર્ક રાશિફળ 2019 - Kark Rashi 2019

કર્ક રાશિવાળા લોકોને આ વર્ષ ધન સંબંધી મામલા નોકરી અને વ્યવસાય માટે સારો રહેવાનો છે. નોકરિયાત લોકોને આ વર્ષે ખાસ ભેટ મળશે.  વિદ્યાર્થીઓને પણ સફળતા મળી શકે છે.   નોકરી કરનારને પ્રમોશન મળી શકે છે.  કોઈ નવા વ્યવસાયની શરૂઆત કરી શકો છે.   આવક વધવા અને ધનલાભ થવાથે આર્થિક શ્તિઇ મજબૂત થશે અને સમાજમાં માન સન્માન વધશે.  ફેબ્રુઆરી થી માર્ચ મહિનાની શરૂઆતાન આઠવાડિયા સુધી ધન અને મુડી રોકાણ સંબંધિત યોજનાઓમાં સાવધ રહો. 
 
કર્ક રાશિનુ 2019મુજબ પારિવારિક જીવન 
 
કર્ક રાશિફળ 2019 મુજબ આ વર્ષે તમારુ પારિવારિક જીવન ખૂબ શાનદાર રહેવાનુ છે. આ વર્ષ તમારુ પારિવારિક જીવનમાં શાંતિ અને સદ્દભવ બન્યો રહેશે.  તમારી માતાજીની કૃપા અને આશીવાદથી ઘરમાં સુખ સમૃદ્ધિ  આવશે. આ અવધિમાં તમારા માતા-પિતા પણ પ્રસન્ન રહેશે.  વર્ષની શરૂઆત તમારા પારિવારિક જીવન માટે સારી રહેશે. આ દરમિયાન કોઈ શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે. બીજી બાજુ ફેબ્રુઆરી અને માર્ચ મહિના દરમિયાન માતા પિતાના આરોગ્ય પર ખાસ ધ્યાન આપવાની જરૂર રહેશે.   આ વર્ષે જાન્યુઆરી ફેબ્રુઆરીમ આં તમે ઘરના સૌદર્યીકરણ કે નવા મકાનની ખરીદી કે પછી કોઈ વાહન ખરીદી શકો છો. પરિવારમાં ભાઈ-બહેનનો સહયોગ તમને મળતો રહેશે.  જો જરૂર પડી તો તે તમારી આર્થિક મદદ કરવા પણ તૈયાર થઈ જશે. વર્ષના અંતમાં તમે પરિવારની સાથે કોઈ યાત્રા પર જઈ શકો છો.. ઓક્ટોબરથી નવેમ્બર વચ્ચે ઘરે કોઈ માંગલિક કાર્ય જેવા - વિવાહ, બાળકોનો જન્મ, મુંડન સંસ્કાર વગેરે કાર્ય સંપન્ન થઈ શકે છે. 
 
કર્ક રાશિનુ 2019 મુજબ વૈવાહિક જીવન  
 
તમારા વૈવાહિક જીવન માટે આ આખુ વર્ષ ખરાબ રહેશે. અને માર્ચ પછી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ જશે.  તમારા વૈવાહિક જીવન માટે આ સમય થોડો મુશ્કેલ થઈ શકે છે. સંબંધોમાં ગેરસમજ શક આવી શકે છે. એવુ બની શકે કે તમે તમારા પાર્ટનર પર શક કરવા માંડો. આ સમય મહિલાઓનો ગર્ભપાત પણ થઈ શકે છે.  કે પછી તમે એબોર્શન કરાવવાનુ પણ વિચારી શકો છો  સાસરિયિઆ પક્ષમાં મતભેદ થઈ શકે છે. 
 
 
રાશિફળ 2019 મુજબ સ્વાસ્થ્ય 
 
રાશિફળ 2019 મુજબ આ વર્ષે તમારુ આરોગ્ય થોડુ નરમ-ગરમ રહેવાનુ છે. આ સમયે તમે થોડા તનાવગ્રસ્ત રહી શકો છો. કામ કે કોઈ અન્ય વાતની ચિંતાથી તનાવ વધુ રહી શકે છે. તેથી સારુ રહેશે તેથી સારુ રહેશે કે વધુ ન વિચારો અને પોતાની ગતિથી કામ કરતા રહો.  કાર્યસ્થળ અને ઘરમાં થનારા વિવાદોને વધુ તુલ ન આપો નહી તો તેનાથી માનસિક તનાવ અને ચિંતા વધી શકે છે.  આ વર્ષે કોઈ લાંબા અંતરની યાત્રા પર જવાથી તમને વધુ થાકનો અનુભવ કરશો.  આ વિદેશ યાત્રા પણ હોઈ શકે ક હ્હે. તેથી આ દરમિયાન આરામદાયક કપડા પહેરો અને હળવો આહાર લો જેથી સફરમાં કોઈપણ પ્રકારની પરેશાની ન થાય. જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે માથાનો દુખાવો તવ અને મોસમી બીમારીઓ તમારા સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર નાખી શકે છે. આ ઉપરાંત અનિદ્રાની ફરિયાદ પણ રહી શકે છે. સ્વસ્થ શરીર માટે સૌથી સારો ઉપાય છે કે તમે વધુથી વધુ પાણી પીવો. જો તમે કોઈ જૂની બીમારીથી પીડિત છો તો આ વર્ષ તમારી તકલીફ થોડી વધી શકે છે.  કારણ કે તમારે આ બીમારી તમને ફરીથી પરેશાન કરી શકે છે. તેથી કોઈપણ પ્રકારની તકલીફ થતા તરત જ ડોક્ટરની સલાહ લો. પેટ સંબંધી વિકારોથી બચવા માટે સંતુલિત ભોજન કરો. 
 
 
કર્ક રાશિફળ 2019 મુજબ કેરિયર 
 
ભવિષ્યફળ 2019 મુજબ કર્ક રાશિવાળા માટે આ વર્ષ કેરિયરના હિસાબથી ખૂબ સારુ સાબિત થનારુ છે.  આ વાતની પ્રબળ શક્યતા છે કે આ વર્ષે તમને વધુ મહેનતનુ પરિણામ જઓરોર મળશે.  તેથી તમારી કોશિશ ચાલુ રાખો અને આગળ વધતા રહો.  ફેબ્રુઆરીથી માર્ચ અને નવેમ્બરથી ડિસેમ્બરની સમય અવધિ તમારા કેરિયર માટે ખૂબ્જ મહત્વપૂર્ણ સાબિત થવાની શક્યત અછે. આ અવધિમાં તમને નોકરી કે વ્યવસાયમાં શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે.  નોકરી કરતા જાતકોને પદોન્નતિ અને વેતન વૃદ્ધિ અને વ્યવસાયિક જાતકોને ધન લાભ થવાની શક્યતા છે. બીજી બાજુ જોબ કરી રહેલ જાતક કે નોકરીની શોધ કરી રહેલ લોકોને સપ્ટેમ્બર,  ઓક્ટોબર કે ડિસેમ્બરના અંતમા નોકરી મળી શકે છે. આ ઉપરાંત એ લોકો જે વ્યવાસય કરી રહ્યા છે તેમને માટે પણ આ વર્ષ ઉપલબ્ધિયોથી ભરેલુ રહેવાનુ છે.   માર્ચ પછી એ લોકો પોતાનો બિઝનેસનો વિસ્તાર કરી શકે છે.  આ વાતની શક્યતા છે કે તમે અન્ય વ્યવસાયમાં પણ હાથ અજમાવી શકો છો. જેનુ તમને સારુ પરિણામ મળશે.  આ વર્ષે નોકરીએ કરતા અને બિઝનેસ કરતા જાતકો માટે  સૌથી જરૂરી સલાહ છે કે તે કોઈપણ પ્રકારના વિવાદમાં ન પડે. કોશિશ કરો કે બધી સમસ્યાઓ અને વિવાદોનો હલ વાતચીત દ્વારા શાંતિપૂર્ણ રીતે થાય.  એપ્રિલથી જુલાઈ દરમિયાનનો સમય કેરિયરના હિસાબથી થોડો સાચવીને ચાલવાનો રહેશે.   આ અવધિમાં સમજ્યા વિચાર્યા વગર ક્રોધમાં આવીને કોઈ નિર્ણય ન લેશો. આ દરમિયાન  નોકરી કરતા જાતકો ઉતાવળમાં રાજીનામુ ન આપે નહી તો બીજી નોકરી માટે રાહ જોવી પડી શકે છે. બીજી બાજ બિઝનેસ કરી રહેલ લોકો સમજ્યા વિચાર્યા વગર કોઈપણ પ્રકારના રોકાણથી બચે. 
 
કર્ક રાશિફળ 2019 મુજબ વેપાર 
 
વેપારીઓને આ વર્ષે કોઈ ભારે નુકશાન ઉઠાવવુ પડી શકે છે. કોઈ ખોટ પ્રોજેક્ટમાં રોકાન કરવા વિશે વિચારી શકો છો. બિઝનેસમાં કોઈપણ પ્રકારની દગાબાજી થી બચો અને સાવધ રહો.  પાર્ટનરશિપમાં કામ કરો છો તો આવર્ષે તમારા સંબંધો બગડી શકે છે. તમારો પાર્ટનર તમારા વિરુદ્ધ કોઈ કાયદાકીય કાર્યવાહી કરી શકે છે. 
 
કર્ક રાશિફળ 2019 મુજબ આર્થિક જીવન 
 
કર્ક રાશિના જાતકોને આ વર્ષે આર્થિક મામલે ખૂબ સારુ રહેવાનુ છે. ખાસ કરીને માર્ચ એપ્રિલ અને મે મહિનામાં સારા યોગ બની રહ્યા છે.  આ સમયમાં તમને અનેક માધ્યમોથી આવક અને ધન લાભ થશે.   ધન વૃદ્ધિ અને આર્થિક સ્થિતિ મજબૂત થવાથી તમારી સમાજીક પ્રતિષ્ઠામાં વધારો થશે.  આ દરમિયાન લોકો સાથે તમારો મેળાપ વધહે અને તેઓ તમારી પાસેથી આર્થિક સલાહ લેશે.  આ દરમિયાન ફેબુઆરી અને માર્ચના પ્રથમ સપ્તાહ સુધીનો સમય થોડા સમજી વિચારીને ચાલો. કારણ કે આ સમય દરમિયાન ધન હાનિ થઈ શકે છે.  બાપ દાદાનો કોઈ વ્યવસાય કરી રહ્યા હ્ચો તો આ વર્ષે તેમા વિસ્તાર થશે અને તમને આર્થિક લાભ પણ થશે. વર્ષના મધ્યમાં ખર્ચ થોડા વધી શકે છે પણ ચિંતા ન કરો. કારણ કે ખર્ચ વધવાની સાથે સાથે આવકમાં પણ વધારો થશે. આ દરમિયાન ધન હાનિ થવાની શક્યતા પણ બની રહી છે. તેથી રોકાણ સંબંધી યોજનમાં થોડી સાવધાની રાખો. આ સમયે શેર બજારમાં પૈસો રોકવામાં બેદરકારી ન કરો.  જો કે થોડા સમય પછી પરિસ્થિતિયો ફરીથી તમારા અનુકૂળ થઈ જશે. ટૂંકમાં વર્ષ 2019 કર્ક અરાશિના જાતકો માટે આર્થિક રૂપથી સારુ સાબિત થવાનુ છે. 
 
કર્ક રાશિફળ 2019 મુજબ રોમાંસ 
 
રોમાંસના મામલે આ વર્ષે તમારે માટે ખૂબ સારુ રહેવાનુ છે.  થોડી ઘણી પરેશાનીઓ આવશે પણ તમારે વધુ ચિંતા કરવાની જરૂર નથી. નવા સંબંધો બની શકે છે અને જૂના સંબંધો મજબૂત થશે.  જો તમે નોકરી કરી રહ્યા છો તો ઓફિસમં સહકર્મચારી સાથે પ્રેમ થઈ શકે છે.  જો કે આ વાતનુ ધ્યાન રાખો કે તમારુ આ રિલેશન ઓફિસમાં કોઈને જાણ ન થાય નહી તો કારણ વગરની ચર્ચાનો સમનઓ કરવો પડી શકે છે.  બીજી બાજુ જો તમે કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છો તો તમારુ દિલ તમારા ક્લાસમેટ માટે ધડકી શકે છે.  જો કે પ્રેમ એકતરફો રહેશે.  પણ તમારા પ્રેમનો એકરાર કરતા તમારો સાથી પણ થોડા સમય પછી તમને પ્રેમ કરવા માંડશે. 
 
કર્ક રાશિફળ 2019 મુજબ ઉપાય 
 
વર્ષ 2019માં તમારે નિમ્નલિખિત ઉપાય કરવા જોઈએ. આ ઉપાયો કરવાથી તમને વિવિધ પ્રકારની સમસ્યાઓથી મુક્તિ મળશે.  અને તમે મનપસંદ પરિણામને સહેલાઈથી પ્રાપ્ત કરી શકશો. 
 
- દરેક મંગળવારે અને શનિવારે નિયમિત રૂપથી ચમેલીના તેલનો દિવો પ્રગટાવી બજરંગબાણનો પાઠ કરો અને કોઈ મંગળવારે અથવા શનિવારે સુંદરકાંડનો પાઠ પણ કરો. 
- દરેક સોમવારે શિવલિંગ પર સૂકા અક્ષત (આખા ચોખા) ચઢાવો અને આંકડાના ફૂલથી ભગવાન શિવની આરાધના કરો. 
- તમારા ભોજન અને જળ પાન વગેરે માટે ચાંદીના વાસણનો ઉપયોગ કરો અને નિયમિત રૂપથી ધ્યાન અને યોગાભ્યાસ જરૂર કરો