સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2019
Written By
Last Modified: સોમવાર, 17 ડિસેમ્બર 2018 (14:26 IST)

મેષ રાશિફળ 2019 - જાણો કેવુ રહેશે મેષ રાશિના જાતકોનુ રાશિફળ

આ વષે મેષ રાશિના જાતકોને નોકરી અને બિઝનેસમાં મિશ્રિત પરિણામ મળશે . તમે તમારી મહેનત અને પ્રયાસોથી ઉન્નતિ કરશો. જો નોકરિયાત છો તો આ વર્ષે તમને પ્રમોશન મળવાની શક્યતા છે. કેરિયરને આગળ લઈ જવામાં ભાગ્ય તમારો સાથ આપશે.  વર્ષની શરૂઆતથી જ તમે તમારા કાર્યમાં તનતોડ મહેનત કરશો જેના પરિણામ સ્વરૂપ આગળ જઈને તમે લાભ મેળવશો. આર્થિક સ્થિતિમાં ઉતાર ચઢાવની સ્થિતિ જોવા મળશે.  
 
આ વર્ષે ઘરમાં કોઈ પ્રકારનુ માંગલિક કાર્ય પણ થઈ શકે છે. ઘરમાં સભ્યોની સંખ્યામાં વધારો થશે. માતાજીના આરોગ્યમાં લાભ થશે. અને ભાઈ બહેનોને આ વર્ષે સફળતા મળશે. તેમના વિદેશ જવાના યોગ છે.   પરિજનોનુ સ્વાસ્થ્ય સારુ રહેશે.  જાન્યુઆરી ફેબ્રુઆરીમાં વૈવાહિક જીવન માટે પરિસ્થિતિયો વધુ અનુકૂળ રહેશે.  આ સમયે તમે જીવનસાથીની ભાવનાઓની કદર કરશો. તમારી બંને વચ્ચે તાલમેલ બનશે. જો કે આ દરમિયાન પ્રેમભરી લડાઈ જોવા મળશે. જીવનસાથી સાથે ક્યાક ફરવા જઈ શકો છો. 
 
એપ્રિલ અને મે માં તમારા વૈવાહિક જીવનમાં ખુશીઓનુ આગમન થશે. આ સમયે તમને સંતાન પ્રાપ્તિ સંબંધી ખુશખબર મળવાની શક્યતા રહેશે.  આ વર્ષે વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારા અંક મેળવવા તનતોડ મહેનત કરવી પડશે.   એપ્રિલ મે અને ઓગસ્ટ સપ્ટેમ્બરમાં અભ્યાસ માટે પરિસ્થિતિઓ સારી રહેશે. આ સમયે વિદ્યાર્થી ખૂબ મહેનત કરશે. સપ્ટેમ્બરમાં તમને પ્રતિયોગી પરીક્ષામાં સફળતા મળી શકે છે. 
 
મેષ પારિવારિક જીવન - આ વર્ષે તમારા પારિવારિક જીવનમાં પરેશાનીઓ આવી શકે છે. ગુરૂ વક્રી થઈને માર્ગી થશે. જેને કારણે તમારે માટે મુસીબતો ઉભી થશે.  તમારે બીજા સાથે તાલમેલ બનાવીને ચાલવાની જરૂર છે. માર્ચથી પરિવારના કોઈ મોટા સભ્ય સાથે તમારો વિવાદ થઈ શકે છે.  નવેમ્બર પછી પારિવારિક જીવન સામાન્ય થઈ જશે. 
 
મેષનું વૈવાહિક જીવન - વૈવાહિક જીવન સારુ રહેશે. થોડી ઘણી પરેશાનીઓ આવી શકે છે. પણ વધુ ચિંતા કરવાની જરૂર નથી. જીવનસાથીનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે. તમારા પાર્ટનર સાથે સારો સમય વિતાવવાની તક મળશે. બંને વચ્ચે પરસ્પર સમજણ વધશે.  ફેમિલી પ્લાનિંગ વિશે પણ વિચારી શકો છો. જીવનસાથી સાથે રોમાંસ કરવાની ભરપૂર તક મળશે.  જો તમે તમારા જીવનસાથીથી દૂર છો તો તમને તેમનો સાથ મળશે. વર્ષની શરૂઆતમાં તમારા સંબંધો મધુર બનશે.  જાન્યુઆરી ફેબ્રુઆરીમાં વૈવાહિક જીવન માટે પરિસ્થિતિઓ વધુ અનુકૂળ રહેશે.  તમારા બંને  વચ્ચે તાલમેલ બનશે.  જોકે થોડી લડાઈ પણ થશે.  તમે જીવનસાથી સાથે ક્યાક ફરવા જઈ શકો છો. એપ્રિલ મે મહિનામાં પણ તમારા વૈવાહિક જીવનમાં ખુશીઓનુ આગમન થશે. 
 
આરોગ્ય - આ વર્ષે તમારા સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ રહેશે.  સ્વાસ્થ્ય જીવનમાં તમને મિશ્રિત પરિણામ મળશે.  જો કે તમારે આરોગ્ય પ્રત્યે સજાગ રહેવુ પડશે.  વર્ષની શરૂઆતમાં તમને સ્વાસ્થ્ય લાભ મળશે.  આ દરમિયાન નાના મોટા તનાવ છોડી દેવામાં આવે તો તમારુ આરોગ્ય સ્વસ્થ રહેશે.  તમે ઉર્જાવાન રહેશો અને તુસાહ અસાથે તમારા કાર્ય પુરા કરશો.  સારા આર્ગ્યને કારણે તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે.  તમારુ વ્યક્તિત્વ લોકોને આકાર્ષિત કરશે.  નવેમ્બર અને ડિસેમ્બરમાં આરોગ્યમાં સુધારો થશે. અને તમે આ સમયે એકદમ ફિટ અનુભવ કરશો.  ફિટનેસને કાયમ રાખવા શારીરિક વ્યાયામ જરૂરી છે. 
 
કેરિયર - રાશિફળ 2019માં આપેલ ભવિષ્યકથન મુજબ આ વર્ષે તમને કેરિયરમાં  મળતાવડા પરિણામ મળશે.  જો કે તમે તમારા ઉત્કૃષ્ટ પ્રયાસોથી તેમા ઉન્નતિ પ્રાપ્ત કરશો. તમારી નોકરીમં પ્રમોશનની શક્યતા છે. કેરિયરને આગ્ળ લઈ જવામાં  નસીબ પણ ભરપૂર સાથ આપશે.   વર્ષની શરૂઆતમાં તમે તામરા કાર્યમાં ભરપૂર મહેનત કરશો. જેને કારણે આગળ જઈને તમને તેનો લાભ મળશે.  જો તમે પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરો છો તો તમને સફળતા માટે ખૂબ મહેનત કરવી પડશે. 
 
વેપાર - માર્ચ સુધી વેપાર સારો ચાલશે. માર્ચ પછી તમાને થોડી ઘણી પરેશાની આવી શકે છે અને તમને નિષ્ફળતાનો સામનો પણ કરવો પડી શકે છે.  મોટાભાગના સમયે વેપારમાં નફો થશે અને તમને નવા ક્લાયંટ મળશે. મોટોહોય કે નાનો વેપાર તમને લાભ થશે. 
 
આર્થિક સ્થિતિ - આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે.  વધુ કશુ ખાસ નહી પણ માર્ચ પછી તમે રોકાણને લઈને સાવધ રહેવાની જરૂર છે. દગાખોરીનો શિકાર થઈ શકો છો. રોકાણ કરવામાં આવેલ પૈસામાં લાભ મળવાની શક્યતા છે.  આ સમય તમારા ખર્ચમાં વૃદ્ધિ થશે. અચાનક તમારા ખર્ચની સંખ્યા વધી શકે છે. જો તમે આ ખર્ચ પર કંટ્રોલ નહી કરો તો આ તમને આર્થિક સંકટની તરફ લઈ જઈ શકે છે. વર્ષના જૂન જુલાઈમાં તમારો વેપાર ગતિ પકડશે. જેનાથી તમને આર્થિક લાભ થશે પણ જો તમે સ્ટોક માર્કેટમાં રોકાણ કરો છો તો કોઈ અર્થશાસ્ત્રીની સલાહ પછી જ રોકાણ કરો.  કારણ કે આ સમયે તમને ધન હાનિ થવાના યોગ છે.  ધન મામલે કોઈ વ્યક્તિ કે સંસ્થા પર વધુ પડતો વિશ્વાસ ન કરો. નહી તો ધનહાનિ થઈ શકે છે. 
 
રોમાંસ - પ્રેમમાં નાની નાની વાતમાં બોલચાલ શક્ય છે. આ સમયે તમે ધૈર્યનો પરિચય આપો.અને સાથીની ભાવનાઓને સમજવાનો  પ્રયાસ કરો.  જો આ દરમિયાન સાથી તમારા કોઈ વાતને લઈને રિસાય જાય છે તો તેને પ્રેમથી મનાવો. તમારા વિચારોને તેમના પર થોપવાનો પ્રયાસ ન કરો નહી તો આ તમારી રિલેશનશિપમાં અવરોધ બની શકે છે.  બીજી બાજુ ફેબ્રુઆરી મહિનામાં પ્રેમના સબંધોને નવો વળાંક આપી શકો છો.  આ સમયે તમને તમારા પ્રિયતમને મળવાની ભરપૂર તક મળશે.  આ સમયે કોઈની સાથે નવા સંબંધોની શરૂઆત કરી શકો છો. અથવા ઓફિસ કે કોલેજમાં કોઈ વ્યક્તિ તમારા દિલને ગમી શકે છે.  વર્ષના બાકી મહિના તમારે માટે સારા રહેશે. તમારા પાર્ટનર સાથે તમે કોઈ રોમાંટિક સ્થાન પર જઈ શકો છો.  બીજી બાજુ જે જાતકોને સાચા પ્રેમની શોધમાં છે તેમની આ શોધ આ વર્ષે પૂરી થશે. 
 
ઉપાય - વર્ષ 2019માં તમારે નિમ્નલિખિત ઉપાય કરવા જોઈએ. આ ઉપાયો કરવાથી તમને વિવિધ પ્રકારની સમસ્યાઓથી મુક્તિ મળશે અને તમે તમારી મનપસંદ પરિણામો સહેલાઈથી મેળવી શકશો. 
 
1. મંગળવારના દિવસે કોઈ પાર્ક અથવા મંદિરમાં દાડમનું વૃક્ષ વાવો અને સમય સમય પર તેને જળ અર્પિત કરો. 
2. ગુરૂવારનુ વ્રત કરો અને દિવસમાં ફક્ત એક જ વાર પીળા રંગની ગળી વસ્તુ ખાઈને વ્રત ખોલો 
3. શનિવારે કીડીઓને લોટ ખવડાવો અને કોઈ શનિ મંદિરમાં જઈને સરસવના તેલ અને આખી કાળી અડદની દાળનુ દાન કરો.