મિથુન રાશિફળ 2019 - Mithun Rashifal 2019

mithun
Last Modified મંગળવાર, 1 જાન્યુઆરી 2019 (00:03 IST)

મિથુન રાશિફળ 2019 મુજબ

આ વર્ષે કેરિયરમાં સફળતા મેળવવા માટે કડક મહેનત કરવી પડશે. આ વર્ષે નોકરી અને બિઝનેસમાં સફળતા માટે નવા વિચારોની સાથે આગળ વધવુ પડશે.
આ મામલે વરિષ્ઠ અધિકારીઓની સલાહ તમારે માટે લાભકારી હોઈ શકે છે.
બીજી બાજુ આર્થિક મોરચે આ વર્ષે તમે કોઈ મોટી ઉપલબ્ધિ મેળવી શકો છો. તમે ધન અર્જીત અને સંચય કરવામાં સફળ રહેશો. કામકાજના પ્રક્રિયામાં કેટલીક યાત્રાઓ કરવી પડી શકે છે. આ યાત્રાઓથી તમને લાભ થવાની શક્યતા છે.
બીજી બાજુ બિઝનેસમાં નવી નવી રીતો અપનાવવાથી લાભ થશે.

વર્ષની શરૂઆતની વાત કરીએ તો જાન્યુઆરી અને ફેબ્રુઆરીનો સમય પરિવાર માટે કમજોર રહી શકે છે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારા અંક પ્રાપ્ત થશે.
અભ્યાસમાં સફળતા માટે તમારો દ્રઢ નિશ્ચય કાયમ રહેશે.
અભ્યાસમાં તમારી મહેનત અને લગન તમારા ભવિષ્યનો રસ્તો નક્કી કરશે.
આ વર્ષે માનસિક રૂપે તમે પરિપક્વ રહેશો.

મિથુન રાશિફળ 2019 મુજબ કેરિયર

આ વર્ષ તમારા કેરિયર માટે સામાન્ય રહેવાના સંકેત આપી રહ્યુ છે.
જો કે જો તમે કડક મહેનત કરો છો તો આ વર્ષ
તમારા કેરિયર માટે સારુ રહી શકે છે.
તમારે તમારા કામ પર પૂરો ફોકસ કરવો પડશે.
કેરિયરમાં આગળ વધવા માટે તમારા નવા નવા વિચારોનુ સૃજન કરવુ પડશે. વરિષ્ઠ કર્મચારીઓની સલાહ પણ તમારે કામ માટે
આવશે. કોઈ વસ્તુમાં સફળતા મેળવવા અમટે શોર્ટકટનો રસ્તો ન અપનાવો. બની શકે છે કે તમને તાત્કાલિક લાભ મળી જાય પણ લાંબા સમય સુધી આ તમને કામ નહી આવે. તેથી વધુમાં વધુ મહેનત કરો. ઓફિસ અથવા તમારા કાર્યક્ષેત્રમાં વિવાદોથી દૂર રહો. ઓફિસમાં થનારી રાજનીતિનો ભાગ ન બનો.
નહી તો તમે પણ તેના શિકાર થઈ શકો છો.
એપ્રિલ મે માં તમારુ પ્રમોશન શક્ય છે.
આ સમયે સીનિયર્સ તમારા કાર્યની પ્રશંસા કરશે.
આ દરમિયાન તમને કોઈ અન્ય પ્રતિષ્ઠિત સંસ્થા તરફથી જોબની ઓફર પણ આવી શકે છે.
નવેમ્બર ડિસેમ્બરમાં તમારા કેરિયરનો ગ્રાફ ઊંચો ઉઠશે. આ દરમિયાન તમારી સેલેરીમાં વૃદ્ધિ થવાની પ્રબળ શક્યતા છે. સફળતા મળતા અહંકારને તમારા વ્યક્તિત્વમાં બિલકુલ સ્થાન ન આપો અને તમારી અંદર સફળતાની ભૂખ જગાવી રાખો. કેરિયરમાં નિષ્ફળતા મળતા નિરાશ થવાને બદલે વધુ મહેનત કરો.

મિથુન રાશિનુ આર્થિક જીવન

રાશિફળ 2019 મુજબ આ વર્ષે તમને આર્થિક જીવનમાં કોઈ મોટી સફળતા મળશે.
આર્થિક લાભના યોગ બની રહ્યા છે. વેપારમાં નવા નવા આઈડિયા તમારા આર્થિક લાભને વધારવામાં મદદ કરશે.
આ વર્ષે તમે ધન એકત્રિત કરવામાં સફળ રહેશો. જો કે બિઝનેસના વિસ્તાર માટે તમારે ઘરથી દૂર જવુ પડી શકે છે.
આ દરમિયાન તમે વિદેશ યાત્રા પર પણ જઈ શકો છો.

વિદેશી સંબંધોથી તમને આર્થિક નફો થશે.
પણ તમને અમારી આ સલાહ છે કે પૈસા પાછળ એટલા ન ભાગો જેનાથી તમારી પર્સનલ લાઈફને સમય ન આપી શકો.

પ્રોફેશન અને પર્સનલ લાઈફ વચ્ચે તાલમેલ બનાવી રાખો. વર્ષના શરૂઆતના મહિનામાં તમારુ ફાઈનેશિયલ સ્ટેટસ મજબૂત થશે.

સમાજમાં તમારો રુતબો વધશે.
આ ઉપરાંત વર્ષના અંત એટલે કે નવેમ્બર ડિસેમ્બરમાં પણ તમને આ ક્ષેત્રમાં આગળ વધવાની વિવિધ તક મળશે.

જો તમે નોકરી કરી રહ્યા છો તો તમારી આવકમાં વૃદ્ધિ થશે.
કંપની અથવા સંસ્થા દ્વારા તમને કોઈ મોટી ભેટ પણ મળી શકે છે.
જો કે પરિસ્થિતિઓ એક જેવી નહી રહે. તેથી ક્યારેક ક્યારેક તમને આર્થિક જીવનમાં નિરાશા પણ હાથ લાગી શકે છે.
પણ આ સમય ગભરાશો નહી.
પણ સારા સમયની રાહ જુઓ.
આવક સાથે તમારા ખર્ચ પણ વધશે.
કોશિશ કરો કે આવક અને ખર્ચમાં એક રીતે બેલેસ બન્યુ રહે.

મિથુન રાશિફળનુ 2019માં શિક્ષણ


વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સારુ રહેશે. આ વર્ષે વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારા અંક પ્રાપ્ત થશે.
અભ્યાસમાં સફળતા માટે તમારે દ્દ્રઢ નિશ્ચય બન્યો રહેશે.
અભ્યાસમાં તમારી મહેનત અને લગન તમારા ભવિષ્યનો રસ્તો નક્કી કરશે.
આ વર્ષે માનસિક રૂપથી તમે પરિપક્વ રહેશો. અભ્યાસ પ્રત્યે તમારો લગાવ જોવાલાયક રહેશે.
અભ્યાસ માટે સહપાઠી અને ગુરૂજનો દ્વારા તમને દરેક શક્ય મદદ મળશે.
જો અભ્યાસ પ્રત્યે તમારી મહેનત આવી જ રહેશે તો તમે મોટામાં મોટી પરીક્ષામાં સફળ થઈ શકો છો.
જે જાતક કોઈ કૉમ્પીટિશન એક્ઝામની તૈયારી કરી રહ્યો છે. આ વર્ષે તમને સફળતા મળવાની પ્રબળ શક્યતા છે.
જો કે આ માટે વિદ્યાર્થીઓએ જોરદાર મહેનત પણ કરવી પડશે.

લૉ ના વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સર્વશ્રેષ્ઠ રહેશે.

આ ક્ષેત્રમાં તમારે માટે ઢગલો શક્યતાઓ છે.

જો કે વિદ્યાર્થીઓ માટે આ વર્ષ ઉમ્દા રહેશે. આ ક્ષેત્રમાં તમારે માટે ઢગલો સંભાવનાઓ રહેશે.
જો કે આ માટે વિદ્યાર્થીઓએ શિક્ષણ સંસ્થાનની પસંદગી સારી હોવી જોઈએ. કલા વર્ગના વિદ્યાર્થીઓને પ્રોફેશનલ કોર્સ પર પણ ધ્યાન આપવુ પડશે.
ઉચ્ચ શિક્ષા માટે પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાનની પસંદગી કરવામાં આવે તો તેનાથી ભવિષ્ય સુધરી શકે છે.

પારિવારિક જીવન


આ વર્ષે મિથુન રાશિના જાતકોનુ પારિવારિક જીવન સામાન્યથી થોડુ સારુ રહેશે.
જો કે પરિવારમાં ઉતાર ચઢાવની પરિસ્થિતિ પણ આવશે. જેનો તમને પુરો સામનો કરવો પડી શકે છે.
પણ મોટાભાગના મોકા પર ઘરમાં સુખ શાંતિનુ વાતાવરણ બન્યુ રહેશે. વર્ષની શરૂઆતની વાત કરીએ તો જાન્યુઆરી અને ફેબ્રુઆરીનો સમય પરિવાર માટે કમજોર રહી શકે છે. આ દરમિયાન ઘરમાં વિવાદ ક્લેશ વગેરેની સ્થિતિ જોવા મળી શકે છે.
આ દરમિયાન ઘરના સભ્યો વચ્ચે તલામેલ પણ નહી દેખાય. સંપત્તિને લઈને પરિજનો સાથ વિવાદ થઈ શકે છે. ગભરાશોનહી માર્ચથી પરિસ્થિતિઓ સામાન્ય થઈ જશે.
પરિવારમાં ખુશીઓ આવશે.
બની શકે છે કે આ સમય ઘરમાં કોઈ ધાર્મિક કાર્યનુ આયોજન થાય.
મે-જૂનમાં ઘરમાં માંગલિક કાર્ય શક્ય છે. ઘરના સભ્યોની વાત કરીએ તો માતાજીના આરોગ્યમાં કમી આવી શકે છે. તેથી તેમના આરોગ્યનુ ધ્યાન રાખો. પિતાજીનુ આરોગ્ય સારુ રહેશે.
બીજી બાજુ ભાઈ બહેનનુ કેરિયર ચમકશે. બની શકે છે કે તેમને કોઈ મોટી ઉપલબ્ધિ મળે. તેમના વિદેશ જવાની પ્રબળ શક્યતા છે.
સાસરિયા પક્ષ તરફથી તમને કોઈ મોટી ભેટ મળી
શકે છે.
ઘરમાં મોટા સભ્યોની સેવા અને તેમનુ સન્માન કરો. તેમના આશીર્વાદ તમારે માટે શુભ પરિણામ કારક રહેશે. ડિસેમ્બરનો મહિનો પરિવારિક જીવન માટે થોડો નાજુક રહેશે.

લગ્નજીવન


આ વર્ષ તમારુ વૈવાહિક જીવન સામાન્ય રહેવાનુ છે.
તમારે તેમા મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
જીવનસાથી સાથે તાલમેલમાં કમી દેખાય શકે છે. અનેક અવસર પર તેમની સાથે વિવાદ પણ શક્ય છે. કોઈ ગેરસમજને કારણે તમારુ વૈવાહિક સંબંધ કમજોર થઈ શકે છે.
તેથી કોઈપણ ગેરસમજ અથવા શંકાને તત્કાલ દૂર કરો. જો એક માર્ચ એપ્રિલ અને નવેમ્બર ડિસેમ્બરમાં વૈવાહિક જીવન સુખી રહેશે.
જીવનસાથી સાથે તમરા સંબંધ મધુર રહેશે અને તમે એકબીજાની ભાવનાઓને સમજશો. આ સમય તમે તેમની સાથે ક્યાક બહાર ફરવા જઈ શકો છો.
કોઈ હિલ સ્ટેશન તમારી બંનેની પસંદગીનુ સ્થાન રહેશે.
દરેક પરિસ્થિતિમાં જીવનસાથી તમારી ઢાલ બનીને આગળ ઉભો રહેશે.
તમારા સફળ પ્રયાસોમાં તેમનુ પણ યોગદાન રહેશે.

રોમાંસ

આ વર્ષે પ્રેમ જીવન માટે ખાસ રહેશે.
તમે તમારા લવ પાર્ટનર સાથે સમયનો આનંદ લેશો.
અનેકવાર તમે તમારા પ્રેમ જીવનને લઈને ખૂબ જ ખુશનુમા અનુભવ કરશો. વર્ષની શરૂઆતમાં તમે એવા મૌકાની તલાશમાં રહેશો જેમા પ્રિયતમ સાથે બેસીને તેમને દિલની વાત કહી શકો
તમે તમારા સંબંધોને એક ડગલુ આગળ વધારવા વિશે વિચારશો.
તમે તમારા લવ પાર્ટનરને તમારો લાઈફ પાર્ટનર બનાવવા માંગશો. એપ્રિલનો મહિનો તમારા પ્રેમની ડોરને વધુ મજબૂત કરશે.
આ દરમિયાન તમે બંનેના પ્રેમ સંબંધોમાં પ્રગાઢતા આવશે.

બીજી
બાજુ જે જાતકોને પ્રેમની શોધ છે. તેમની શોધ ઓગસ્ટમાં પૂરી થશે.
આ સમય તમારી
નવી લવ સ્ટોરી શરૂ થઈ શકે છે.
જો કે સપ્ટેમ્બરમાં પ્રિયતમ સાથે કોઈ વાતને લઈને તનાતની થઈ શકે છે. એવુ થતા વાતનુ બતંગડ ન બનાવો અને પરિસ્થિતિને કાબૂ કરવાનો પ્રયાસ કરો. જો કોઈ પ્રકારની ગેરસમજ હોય તો તેને પણ વાતચીતના માધ્યમથી દૂર કરો. ઓક્ટોબરમાં પરિસ્થિતિ સામાન્ય થઈ જશે. આ સમયે તમારા મનમાં કામુક વિચાર આવી શકે છે.
જો કે આ વિચારો પર તમને નિયંત્રણ રાખવુ પડશે. પ્રેમના મામલે ઘરના લોકોને આપત્તિ આવી શકે છે. પણ પછી તેમને પણ તમારા સંબંધો મંજૂર થશે.

સ્વાસ્થ્ય


રાશિફળ 2019 મુજબ મિથુન રાશિનુ સ્વાસ્થ્ય - વર્ષ 2019 મુજબ આ વર્ષે તમને લાભ મળશે. જોકે ક્યારેક ક્યારે નાની-મોટી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડશે.
પણ વર્ષના શરૂઆત એટલે કે જાન્યુઆરીમાં તમારા આરોગ્યને લઈને થોડુ સાવધ રહેવુ પડશે.
આ સમય તમને સ્કિન સાથે સંબંધિત પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.
જેવી કે દાદ ખાજ ખંજવાળ વગેરેની સમસ્યા થઈ શકે છે.
ચેહરા પર ખીલ પણ થઈ શકે છે.

આ દરમિયાન કોઈ ચામડીના સ્પેશ્યાલિસ્ટની દેખરેખમાં સારવાર કરાવો.
માર્ચ નવેમ્બર સુધીનો સમય આરોગ્ય માટે શુભ રહેશે.
આ દરમિયાન તમે તંદુરસ્ત રહેશો.
જો કે વચ્ચે વચ્ચે નાના-મોટા કારણે તબિયત ખરાબ થઈ શકે છે.
છતા પણ બેદરકારી ન રાખો. તમે ખુદને તરોતાજા રાખો. મનોરંજનથી તમે તનાવ દૂર કરશો. ખુદને ફિટ રાખવા માટે તમે કોઈ યોગા ક્લબ અથવા જિમ વગેરે જોઈન કરી શકો છો.
આ દરમિયાન એક વાત પર જરૂર ધ્યાન રાખો. સ્વસ્થ કાયા માટે સ્વસ્થ દિનચર્યાનુ પાલન જરૂરી છે.
મતલબ તમારે પર્યાપ્ત ઉંઘ લેવી અને સમય પર ઉઠવુ જોઈએ. સાથે સાથે સમયસર ખાવુપીવુ પણ જરૂરી છે.

ડિસેમ્બરનો મહિનો તમારા આરોગ્ય માટે અનુકુળ નથી લાગી રહ્યો. આ સમય તમને શરદી તાવ રહી શકે છે.
જો કે તમને આ સામાન્ય લાગશે પણ છતા પણ તેને હળવામાં લેવાની કોશિશ ન કરો.

મિથુન રાશિના જાતકો માટે 2019ના ઉપાય

વર્ષ 2019માં તમારે નિમ્ન લિખિત ઉપાયો કરવા જોઈએ. આ ઉપાયો કરવાથી તમને વિવિધ પ્રકારની સમસ્યાઓથી મુક્તિ મળશે અને તમે તમારા મનપસંદ પરિણામોને સહેલાઈથી પ્રાપ્ત કરી શકશો.

- નિયમિત રૂપથી શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરો અને ભગવાન વિષ્ણુની પૂજા કરો.
- ગૌ માતાને લીલુ ઘાસ અને લીલા શાક ખવડાવો અને કોઈ ગૌશાળામાં યથાશક્તિ દાન કરો.
- તમારી બહેન માસી અથવા ફોઈને લીલા રંગની સાડી અને લીલા રંગની બંગડી બુધવારના દિવસે ભેટ કરો.


આ પણ વાંચો :