સિહ રાશિફળ 2019 - જાણો કેવુ રહેશે સિંહ રાશિના જાતકોનુ વર્ષ 2019

singh rashi
Last Modified મંગળવાર, 1 જાન્યુઆરી 2019 (00:05 IST)
સિંહ રાશિફળ 2019 મુજબ આ વર્ષે તમને કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે.
પણ તમે તમારી મહેનતના બળે તમે સફળતા મેળવશો.

ફેબ્રુઆરીથી એપ્રિલ સુધીનો સમય ધન સંબંધી મામલે થોડુ સાચવીને રહેજો
વર્ષે તમારે વધુ સાવધ રહેવાની જરૂર છે.
પ્રિયતમ સાથે વિવાદ થઈ શકે છે.

ગેરસમજને કારણે સંબંધો બગડી શકે છે.
આ વષ વિદ્યાર્થીઓ માટે થોડુ કમજોર રહેશે.

અભ્યાસમાં પડકારોનો સમાનો કરવો પડશે.
તમારો અભ્યાસ કોઈ કારણસર પ્રભાવિત થશે.

પારિવારિક જીવન
- આ વર્ષ તમારુ પારિવારિક જીવન શાનદાર રહેશે.
સાથે જ ઘરમાં ખુશીઓ આવશે. ઘરના સભ્યો વચ્ચે તાલમેલ અને એકતા જોવા મળશે. જાન્યુઆરીમાં ઘરેલુ પરિસ્થિતિઓમાં ઉતાર ચઢાવ જોવા મળી શકે છે. પણ આ પરિસ્થિતિ થોડા સમય માટે જ રહેશે. પિતાજીના આરોગ્યનો ખ્યાલ રાખો. આ વર્ષે પિતાજીના કેરિયરમાં થોડો ઉછાળ આવી શકે છે.
જો કે
પિતાજીના આરોગ્યનો ખ્યાલ રાખો. આ વર્ષે સપરિવાર કોઈ સ્થળ અથવા ક્યાક પર ફરવા જઈ શકો છો. મે-જૂનમાં ઘરના ક્કોઈ સભ્યનો વિવાહ થવાની શક્યતા છે.
જ્યારે કે જુલાઈ-ઓગસ્ટમાં ઘરમાં પૂજા-પાઠ જેવા પવિત્ર કાર્યનુ આયોજન પણ થઈ શકે છે.
ક્યારેક ક્યારેક ભાઈ-બહેનો સાથે કોઈ મુદ્દાને લઈને વિવાદ થઈ શકે છે.
તેમ છતા પણ આપ સૌની વચ્ચે સંબંધ આમ જ કાયમ રહેશે. માતાજી સાથે તમારા સંબંધો મજબૂત થશે.

રાશિફળ 2019 મુજબ વૈવાહિકજીવન

આ વર્ષે તમારુ વૈવાહિક જીવનમાં મિશ્રિત પરિણામોની પ્રાપ્તિ થશે. જો કે આ વર્ષે તમારે માટે સામાન્યથી સારુ રહેશે.
જીવનસાથી સાથે સંબંધો સારા થશે જ સાથે જ બંને વચ્ચે વિવાદ પણ જોવા મળી શકે છે. આ વર્ષે તમને જીવનસાહ્તી દ્વારા આર્થિક લાભ મળશે.
તેમને કોઈ પ્રકારની મોટી ઉપલબ્ધિ મળી શકે છે.
જો જીવનસાથી ક્યા ય કાર્ય કરી રહ્યા છે તો તેમનુ પ્રમોશન અથવા સેલેરીમાં વૃદ્ધિ થઈ શકે છે. વર્ષની શરૂઆતમાં સાથીની તબિયત ખરાબ થઈ શકે છે.
માર્ચ સુધી પરિસ્થિતિ વધુ અનુકૂળ નથી. તેથી આ સમય તમને સારુ પરિણામ મળવુ મુશ્કેલ છે.

રાશિફળ 2019 મુજબ આરોગ્ય
-
રાશિફળ 2019 મુજબ આ વર્ષ્જે તમારુ આરોગ્ય સારુ રહેશે.
વર્ષના શરૂઆતના મહિનામાં તમને શરદી તાવની ફરિયાદ રહી શકે છે.
તમને શારીરિક થાક અને ઉર્જાની કમી અનુભવાશે. જો એક ફેબ્રુઆરી મધ્યથી તમારા સ્વાસ્થ્યને લાભ મળી શકશે. જ્યારે કે એપ્રિલથી લઈને સપ્ટેમ્બર સુધીનો સમય તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો રહેવાનો છે. આ સમય તમે તમારી આરોગ્યને લઈને વધુ ગંભીર દેખાશો.
સ્વાસ્થ્ય દિનચર્યા તમને હેલ્ધી રાખશે.
યોગ અને આસનથી તમે મન સ્થિર અને પ્રસન્ન રાખશો.
બીજી બાજુ ડિસેમ્બરમાં તમારા આરોગ્યનો ખ્યાલ રાખો. અ સમય તમને પેટનો દુખાવો, અપચો, માથાનો દુખાવો, ખાંસી વગેરેની સમસ્યા રહી શકે છે. નાની-મોટી બીમારીઓને ક્યારે હળવેથી ન લો. પણ તત્કાલ ઉપચાર કરાવો.
સારા આરોગ્ય માટે સારી આદતોને અપનાવવી ખૂબ જરૂરી થઈ જાય છે. તેથી સ્મોકિંગ અને ડ્રિંકિંગથી દૂર રહો. શાકાહારી ભોજનને મહત્વ આપો. રોજ યોગ અને વ્યાયામ કરો. માનસિક શાંતિ માટે ધ્યાન લગાવો. આ વર્ષે તમારા ઉપર કામનો દબાણ રહી શકે છે. તેથી તમે આરામ માટે પર્યાપ્ત સમય કાઢો. આ વર્ષે તમને તાવ અને ગઠિયા રોગ ઉપરાંત આંખો સંબંધિત પરેશાની થઈ શકે છે.
આરોગ્યને લઈને કોઈ બેદરકારી ન રાખશો.

સિહ રાશિફળ 2019 મુજબ કેરિયર

આ વર્ષે કેરિયરમાં સફળતા મેળવવા માટે તમે સતત મહેનત કરશો. કેરિયરમાં તમને સફળ પરિણામ મળશે. પણ આ પરિણામોથી તમે સંતુષ્ટ નહી જોવા મળે. કાર્યક્ષેત્રમાં તમારુ પરિશ્રમ તમને નવી ઓળખ આપશે.
તમે નવા પ્રકારની નોકરી કરવાની તક પણ મેળવશો.

વર્ષની શરૂઆતમાં તમને કેરિયરના ક્ષેત્રમાં સારા પરિણામ મળશે.
કાર્ય પ્રત્યે તમારી મહેનત અને લગન તમારા સીનિયર્સને દેખાશે.
ઓફિસમાં તમને સફળ કાર્યોની પ્રશંસા થશે.
આ દરમિયાન તમારુ પ્રમોશન થઈ શકે છે અથવા તમારી સેલેરી વધી શકે છે.
જાન્યુઆરીથી લઈને એપ્રિલ સુધીનો સમય તમારા કેરિયર માટે અતિ ઉત્તમ રહેશે. જો કે મે માં તમને થોડુ સાવધ રહેવાની જરૂર છે.
આ દરમિયાન કોઈ પ્રકારનો વિવાદમાં ન પડો તો જ સારુ છે.
નહી તો તમારી પાછલી મહેનત બેકાર જઈ શકે છે.

જૂનમાં તમને ફરીથી સારા પરિણામ મળવાના સંકેત છે.
જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં તમે તમારી સફળતાને લઈને નિરાશ રહી શકો છો. આ દરમિયાન સીનિયર્સ સાથે તમારો વિવાદ પણ થઈ શકે છે.

ઓક્ટોબરમાં પરિસ્થિતિયો સુધરશે અને તમને ફરી સારા પરિણામ મળશે. તમને કોઈ કંપની તરફથી ઓફર મળી શકે છે કે પછી તમારી ટ્રાંસફર પણ થઈ શકે છે.
વર્ષના અંતિમ ચરણમાં થોડુ સાવધ રહેવાની જરૂર છે.

વેપાર

વેપાર માટે વધુ સારો સમય નથી. તમે તમારા પ્રયાસોનુ મનપસંદ ફળ નહી મળી શકે.
તમારા પ્રતિદ્વંદીયોને તમારાથી વધુ ફાયદો થશે. પ્રતિસ્પર્ધાના ચક્કરમાં તમને પૈસાનુ નુકશાન થઈ શકે છે.
તમારા કોઈ ખોટા નિર્ણયને કારણે તમને પાછળથી પછતાવુ પડી શકે છે.


સિંહ રાશિફળ 2019 આર્થિક સ્થિતિ
-
રાશિફળ 2019 મુજબ આ વર્ષ તમારુ આથિક જીવનમાં નાના મોટા પડકારનો સામનો કરવો પડશે. પણ તેમ છતા પણ તમને ખૂબ સારુ પરુમામ પણ મળશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે.
જાન્યુઆરીને છોડી દેવામાં આવે તો ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલમાં તમને ધન હાનિ થઈ શકે છે. પણ જો તમે આર્થિક મામલે સાવધાનીથી ડગ માંડશો તો આ પરિસ્થિતિથી બચીને નીકળી શકો છો..
ત્યારબાદ એપ્રિલ-મે નો સમય તમારે માટે શુભ સંકેત આપી રહ્યો છે. આ સમય તમને આર્થિક સેત્રમાં મોટો લાભ મળી શકે છે.
આ દરમિયાન
તમારી આવકમાં વૃદ્ધિ થશે. વેપારમાં નફો થશે.
તમે તમારા ભવિષ્ય માટે આર્થિક યોજનાઓ તૈયાર કરશો. મે પછી જૂન અને સપ્ટેમ્બર અને ડિસેમ્બરના મહિનામાં પણ તમને ભરપૂર આર્થિક લાભ મળવાના પ્રબળ યોગ દેખાય રહ્યા છે. માનીને ચાલો આ વર્ષ તમે ધનને એકત્રિત
કરવામાં સફળ રહેશો.
બીજી બાજુ તમારા ખર્ચ પર નજર નાખો તો ફેબ્રુઆરી અને માર્ચમાં તમારા ખર્ચમાં વૃદ્ધિ થઈ શકે છે. અનેક વસ્તુઓમાં તમને ધન ખર્ચ થશે. જો કે છતા પણ પરિસ્થિઓ તમારા નિયંત્રણમાં રહેશે.
જો સંપત્તિને લઈને કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.
તેનો નિર્ણય તમારા હકમાં થશે.
વિદેશી સંબંધોથી તમને આર્થિક લાભ મળવાની શક્યતા છે. આ વર્ષે તમે કોઈ નવુ વાહન ખરીદી શકો છો. આ ઉપરાંત આ વર્ષ તમે તમારા જૂના ઉધારને પણ ચુકવી શકો છો. જો બેંકમાં લોન માટે અરજી કરી છે તો તમારી લોન પાસ થઈ જશે.


રાશિફળ 2019 મુજબ રોમાંસ

ભવિષ્યફળ 2019 મુજબ આ વર્ષ તમારુ પ્રેમ જીવન પડકારપૂર્ણ લાગી રહ્યુ છે.
તેથી તમે આ વર્ષે વધુ સાવધ રહેવાની જરૂર રહેશે. લવ પાર્ટનર સાથે કોઈ વાતને લઈને અણબન થઈ શકે છે અથવા કોઈ ગેરસમજને કારણે પણ સંબધોમાં ખટાશ આવવાની શક્યતા છે. ક્યારેક ક્યારેક તમારી રિલેશનશીપથી તમે અસંતુષ્ટ જોવા મળશો. અ સમય કોઈ વાત અમને દિલમાં ન દબાવો. જો સાથી સાથે કોઈ પ્રકારનો વિવાદ છે તો સાથે મળીને ઉકેલવાનો પ્રયાસ કરો. ક્રોધ કરવાને બદલે ઠંડા મગજથી વ્સ્તુને ઉલેકવાનો પ્રયાસ કરો. અ સમય સાથે પર કોઈ પ્રકારનુ દબાણ ન બનાવો અને ન તો તમારા વિચારોને તેમના પર થોપવાનો પ્રયાસ કરો.
લવ પાર્ટનરની ભાવનાઓને સમજો. જો સાથી તમારાથી રિસાય ગયા છે તો તેને કોઈ પ્રેમભરી ભેટ આપીને મનાવી શકાય છે. પરિસ્થિતિયો હંમેશા પ્રેમ જીવનના માટે ખરાબ નહી રહે.
અનેક અવસર એવા પણ આવશે જેમા તમે તમારા પ્રિયતમ સાથે રોમાંસ ભરી ક્ષણને વ્યતીત કરશો. સાથે જ ક્યાક ટ્રિપ પર પણ જઈ શકો છો.
તેનાથી તમે બંનેના સંબંધો બાંધી શકો છો.
નવા-નવા રિલેશનશિપમાં ઉતાવળ બિલકુલ પણ ન બતાવો અને તમારી ભાવનાઓ પર નિયંત્રણ રાખો.


સિંહ રાશિફળ 2019ના ઉપાય

વર્ષ 2019માં તમને નિમ્નલિખિત ઉપાય કરવા જોઈએ. આ ઉપાયોને કરવાથી તમે વિવિધ પ્રકારની સમસ્યાઓથી મુક્તિ મળશે અને તમે તમારા મનપસંદ પરિણામોને સહેલાઈથી પ્રાપ્ત કરી શકશો.

- નિયમિત રૂપથી શ્વેતાર્ક વૃક્ષને જળ ચઢાવો અને આદિત્ય હ્રદય સ્ત્રોતનો પાઠ કરો
- મંગળવારના દિવસે કોઈ મંદિરમાં જઈને લાલ રંગનો ઝંડો લગાવો અને કોઈ ગરીબને રંગીન ઢાબળો દાન કરો.
- રવિવારના દિવસે કોઈ અનાથાલય, વૃદ્ધ આશ્રમ અથવા અંધ વિદ્યાલય જઈને સેવા કરો અને મફત દવાનુ વિતરણ કરો.


આ પણ વાંચો :